Oscars 2022/ ઓસ્કાર મંચ પર એન્કરે વિલ સ્મિથની પત્ની પર ટીપ્પણી કરતા સ્મિથે મુક્કો માર્યો,જુઓ વીડિયો

2022 ઓસ્કાર ટેલિકાસ્ટ દરમિયાન વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચે ઝઘડો થયો હતો. ડોક્યુમેન્ટરી ફીચર માટે ઓસ્કાર એવોર્ડ રજૂ કરવા માટે ક્રિસ રોક સ્ટેજ પર આવ્યા હતા.

Top Stories Entertainment

2022 ઓસ્કાર ટેલિકાસ્ટ દરમિયાન વિલ સ્મિથ અને ક્રિસ રોક વચ્ચે ઝઘડો થયો હતો. ડોક્યુમેન્ટરી ફીચર માટે ઓસ્કાર એવોર્ડ રજૂ કરવા માટે ક્રિસ રોક સ્ટેજ પર આવ્યા હતા. આ દરમિયાન ક્રિસ રોકે વિલ સ્મિથની પત્નીના વાળ પર કોમેન્ટ કરી, જેના કારણે સ્મિથ ગુસ્સે થઈ ગયા.,જે બાદ તે સ્ટેજ પર પહોંચ્યા અને તેણે ક્રિસ રોકને મુક્કો માર્યો. હકીકતમાં, ક્રિસ રોકે ફિલ્મ G.I Jane 2ને લઈને વિલ સ્મિથની પત્ની જેડા પિંકેટ સ્મિથની મજાક ઉડાવી હતી. જાડાની ટાલ પર ટિપ્પણી કરતા ક્રિસ રોકે કહ્યું કે ટાલ હોવાના કારણે જ તેને આ ફિલ્મમાં કામ કરવાની તક મળી.

જો કે સત્ય એ છે કે જાડાએ આ ફિલ્મ માટે તેના વાળ કપાવ્યા નથી. તેના બદલે, તે એલોપેસીયા નામની ટાલ પડવાની બિમારી સામે લડી રહી છે, જેના કારણે તેણે તેના વાળ કપાવ્યા છે. આવી સ્થિતિમાં વિલ તેની પત્નીને તેની મજાક ઉડાવતા જોઈને ખૂબ ગુસ્સે થયો, તે ઉભો થઈને શોમાં ગયો અને ક્રિસને મુક્કો મારીને પોતાની નારાજગી વ્યક્ત કરી. સ્વાભાવિક છે કે આ બધું જોઈને ત્યાં હાજર લોકોના હોશ ઉડી ગયા.

વિલ સ્મિથ દ્વારા મુક્કો માર્યા બાદ ક્રિસ રોક થોડીવાર માટે સ્તબ્ધ રહી ગયો હતો. વિલ સ્મિથે ક્રિસને કહ્યું હતું કે મારી પત્નીનું નામ તારા મોંમાંથી ફરી ન લે, જેના જવાબમાં ક્રિસે કહ્યું કે તે આવું નહીં કરે. આ આખું દ્રશ્ય જોઈને ઘટના સાથે સંકળાયેલા લોકો તેમજ ટીવી પર શો જોનારા દર્શકો પણ ચોંકી ગયા હતા. વિલ સ્મિથ અને ક્રિસ રોક થોડી જ મિનિટોમાં સોશિયલ મીડિયા પર ટ્રેન્ડ થવા લાગ્યા. હવે બધે આ બેની જ ચર્ચા થઈ રહી છે.