Morbi News: મિડલ ઈસ્ટમાં ચાલી રહેલા ઈરાન-ઈઝરાયલ-અમેરિકા સંઘર્ષનો અસર હવે ભારત સુધી દેખાવા લાગી છે. ખાસ કરીને કુદરતી ગેસની સપ્લાઈમાં થયેલી ઘટાડાની અસર ગુજરાતના મોરબી સિરામિક ઉદ્યોગ પર સીધી પડી શકે છે. મોરબીનો સિરામિક ઉદ્યોગ (Morbi ceramic industry) મોટાભાગે ગેસ આધારિત છે, તેથી LNG સપ્લાઈમાં ઘટાડો ઉદ્યોગ માટે મોટી ચિંતા બની રહ્યો છે.
Morbi ceramic industryને મોટો ઝટકો!
યુદ્ધ દરમિયાન ઈરાને કતારમાં આવેલા વિશ્વના મોટા LNG પ્લાન્ટ પર ડ્રોન અને મિસાઈલ હુમલા કર્યા હતા. ત્યારબાદ કતારે કેટલીક LNG ઉત્પાદન સુવિધાઓ તાત્કાલિક બંધ કરી દીધી. તેના કારણે ભારત માટે LNG સપ્લાઈમાં આશરે 40 ટકા સુધી ઘટાડો થયો હોવાનું જણાવાયું છે.
ભારત દર વર્ષે લગભગ 27 મિલિયન ટન LNG આયાત કરે છે, જેમાંથી લગભગ 40 ટકા સપ્લાઈ કતારથી આવે છે. આ ગેસનો ઉપયોગ પાવર જનરેશન, ખાતર ઉત્પાદન, CNG વિતરણ અને ઉદ્યોગોમાં થાય છે. મોરબીના સિરામિક કારખાનાઓમાં ટાઈલ્સ અને સેનિટરીવેરના ઉત્પાદન માટે ગેસ મુખ્ય ઇંધણ છે.
Morbi ceramic industry પર ગેસ સંકટ!
ગેસ સપ્લાઈમાં ઘટાડો થતા GAIL અને ઇન્ડિયન ઓઈલ જેવી કંપનીઓએ ઉદ્યોગોને આપવામાં આવતી ગેસ સપ્લાઈમાં 10 થી 40 ટકા સુધી ઘટાડો કર્યો છે, જેથી ઘરેલુ CNG અને પાઇપ ગેસની સપ્લાઈ જાળવી શકાય. તેના કારણે મોરબીના ઘણા કારખાનાઓ માટે ઉત્પાદન ખર્ચ વધવાની અને ઉત્પાદન ઘટવાની શક્યતા ઉભી થઈ છે.
આ ઉપરાંત, હોર્મુઝ સ્ટ્રેટમાં વધેલા તણાવના કારણે તેલ અને LNGના જહાજોની અવરજવર પણ અસરગ્રસ્ત થઈ છે. પરિણામે વૈશ્વિક બજારમાં LNGના ભાવ ઝડપથી વધી રહ્યા છે. હાલ સ્પોટ માર્કેટમાં LNGનો ભાવ લગભગ 25 ડોલર પ્રતિ મિલિયન બ્રિટિશ થર્મલ યુનિટ સુધી પહોંચી ગયો છે, જે લાંબા ગાળાના કરારના ભાવ કરતાં લગભગ બમણો છે.
મોરબી સિરામિક ઉદ્યોગ (Morbi ceramic industry) માટે આ સ્થિતિ ચિંતાજનક છે. જો ગેસ સપ્લાઈમાં લાંબા સમય સુધી ઘટાડો રહ્યો તો ઉત્પાદન ખર્ચ વધશે, નિકાસ પર અસર પડશે અને હજારો મજૂરોના રોજગાર પર પણ અસર પડી શકે છે. ઉદ્યોગકારો હવે સરકાર પાસે વૈકલ્પિક ગેસ સપ્લાઈ અને સ્થિર ભાવ માટે સહાય માંગે તેવી શક્યતા છે.
જો યુદ્ધ લાંબા સમય સુધી ચાલશે તો મોરબીનો સિરામિક ઉદ્યોગ સહિત ભારતના ઘણા ગેસ આધારિત ઉદ્યોગો માટે પડકારો વધુ ગંભીર બની શકે છે.
આ પણ વાંચો:મોરબી વિશ્વનું બીજું સૌથી મોટું સિરામિક ક્લસ્ટર
આ પણ વાંચો:દુબઈ,દોહામાં ફફડા, તેહરાન પર હવાઈ હુમલા, ગલ્ફમાં વિસ્ફોટો, 800થી વધુના મોત
આ પણ વાંચો:“જમીન પર સૈનિકોની જરૂર નથી,” રિયાધમાં યુએસ દૂતાવાસ પર ડ્રોન હુમલા બાદ ટ્રમ્પે યુ-ટર્ન લીધો
