Holi Hangover: હોળીના તહેવારમાં રંગોની સાથે ભાંગ (Cannabis) પીવાની પરંપરા સદીઓ જૂની છે. ઘણા લોકો મસ્તીમાં ભાંગ તો પી લે છે, પરંતુ તેનો હેંગઓવર ઉતારવો ઘણો મુશ્કેલ બની જાય છે. ભાંગનો (Cannabis) નશો ચઢ્યા પછી માથામાં અસહ્ય દુખાવો, ચક્કર આવવા, ઉલટી થવી કે ભારે આળસ જેવી સમસ્યાઓ થાય છે. જો તમે પણ આ હોળી પર ભાંગના હેંગઓવરથી પરેશાન હોવ, તો કેટલાક સરળ ઘરેલું નુસખા તમને મિનિટોમાં રાહત આપી શકે છે. ભાંગનો નશો ઉતારવાના અસરકારક ઉપાયો
1.ખાટી વસ્તુઓનું સેવન:
ભાંગનો (Cannabis) નશો ઉતારવા માટે ખાટી વસ્તુઓ સૌથી વધુ અસરકારક છે. લીંબુ શરબત, સંતરાનો રસ કે દહીંનું સેવન કરવાથી નશો જલ્દી ઉતરી જાય છે. લીંબુમાં રહેલું વિટામિન-C શરીરમાંથી ઝેરી તત્વો બહાર કાઢવામાં મદદ કરે છે.
2.દેશી ઘીનો પ્રયોગ:
જો ભાંગનો નશો ખૂબ વધી ગયો હોય, તો શુદ્ધ દેશી ઘી ખવડાવવાથી ફાયદો થાય છે. ઘીમાં રહેલા તત્વો ભાંગની અસરને કાપવામાં મદદરૂપ થાય છે. આ સિવાય માખણનું સેવન પણ કરી શકાય છે.
3.પુષ્કળ પાણી પીવો:
ભાંગ પીધા પછી શરીરમાં પાણીની અછત (Dehydration) સર્જાય છે, જેના કારણે માથાનો દુખાવો વધે છે. હેંગઓવર દૂર કરવા માટે પુષ્કળ પાણી, નાળિયેર પાણી કે ગ્લુકોઝ પીવું જોઈએ. તેનાથી શરીરમાંથી કેમિકલ્સ યુરિન વાટે બહાર નીકળી જશે.
4.આદુનો ટુકડો: (Cannabis)
આદુમાં એન્ટી-ઓક્સિડન્ટ્સ હોય છે જે ઉલટી અને ચક્કર આવવાની સમસ્યામાં રાહત આપે છે. આદુનો નાનો ટુકડો ચાવવાથી કે આદુવાળી ચા પીવાથી હેંગઓવર ઓછો થાય છે.
5.ભૂલથી પણ આ કામ ન કરશો (Don’ts):
પેઈન કિલર ન લેવી: હેંગઓવર દરમિયાન માથું દુખતું હોય તો પણ ડોક્ટરની સલાહ વગર કોઈ દવા ન લો, તે આડઅસર કરી શકે છે.
મીઠાઈથી દૂર રહો: ભાંગ (Cannabis) પીધા પછી મીઠી વસ્તુઓ ખાવાથી નશો બમણો થઈ શકે છે, તેથી ખાંડ કે મીઠાઈ ટાળો.
ઊંઘ પૂરી કરો: નશો ઉતારવા માટે પૂરતી ઊંઘ લેવી પણ ખૂબ જરૂરી છે. શાંત વાતાવરણમાં આરામ કરવાથી મગજ હળવું થશે.
હોળીના રંગોનો આનંદ માણો પણ ભાંગનું સેવન મર્યાદામાં કરવું જ હિતાવહ છે. જો નશો વધી જાય, તો ઉપર મુજબના દેશી ઉપાયો અપનાવીને તમે તમારા તહેવારની મજા બગડતા બચાવી શકો છો.

