Market-Adani Crash નબળા વૈશ્વિક સંકેતોએ ભારતીય શેરબજારને રીતસરનું પછાડ્યુ છે. ભારતીય શેરબજારમાં બીએસઇ ઇન્ડેક્સે 927.74 પોઇન્ટનો ઘટાડો નોંધાવતા તે 59,744.98 પોઇન્ટ પર બંધ આવ્યું હતું. જ્યારે નિફ્ટી 272.40 પોઇન્ટ ઘટીને 17,554.30 પોઇન્ટ પર બંધ આવ્યો હતો. સેન્સેક્સના 30 શેરમાંથી 28માં ઘટાડો નોંધાયો છે. રશિયાએ અમેરિકા સાથેની પરમાણુ સંધિ રદ કરતાં ફરીથી ઠંડો વિગ્રહ શરૂ થશે તેવી સંભાવનાએ વૈશ્વિક બજાર Market-Adani Crash ઘટ્યા હતા.
નિફ્ટીના ટોપ લૂઝરમાં અદાણી એન્ટરપ્રાઇઝીસ છે, જેનો Market-Adani Crash ભાવ દસ ટકાથી વધારે ઘટ્યો છે. અદાણી ગ્રુપના બધા શેરમાં દસ ટકા સુધીનો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પાવર, ગ્રીન એનર્જી, ટોટલ ગેસ અને વિલ્મરમાં 5-5%નો ઘટાડો જોવા મળ્યો છે. એનડીટીવી પણ 4% નીચે છે. ત્યાં જ ગ્રુપના સિમેન્ટ સ્ટોક ACCમાં 4.13% અને અંબુજા સિમેન્ટમાં 3.97%નો ઘટાડો જોવા મળ્યો છે. અદાણી પોર્ટ્સમાં પણ છ ટકાથી વધુનો ઘટાડો જોવાયો હતો.
અદાણી એન્ટરપ્રાઇઝનો શેર 10.4 ટકા એટલે કે 163 રૂપિયા ઘટીને 1,404 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી ટ્રાન્સમિશનનો શેર પાંચ ટકા એટલે કે 41.50 રૂપિયા ઘટીને 788.45 રૂપિયા પર બંધ આવ્યો હતો. Market-Adani Crash અદાણી પોર્ટનો શેર 6.25 ટકા એટલે કે 36.25 રૂપિયા ઘટીને 546.85 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી વિલ્મરનો શેર 4.99 ટકા એટલે કે 20.50 રૂપિયા ઘટી 390.35 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી પાવરનો શેર પાંચ ટકા ઘટી 162.60 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી ટોટલ ગેસનો ભાવ પાંચ ટકા એટલે 43.90 રૂપિયા ઘટી 834.35 રૂપિયા પર બંધ આવ્યો હતો. અદાણી ગ્રીન એનર્જીનો ભાવ 4.99 ટકા એટલે કે 28.35 રૂપિયા ઘટી 539.30 રૂપિયા પર બંધ આવ્યો હતો. અંબુજા સિમેન્ટનો ભાવ 4.92 ટકા એટલે કે 17.35 રૂપિયા ઘટી 335.55 રૂપિયા પર બંધ આવ્યો હતો. ACCનો ભાવ 3.97 ટકા ઘટી 72.65 રૂપિયા ઘટી 1755.20 રૂપિયા પર બંધ આવ્યો હતો. NDTVના શેરનો ભાવ 4.13 ટકા કે 8.70 રૂપિયા ઘટી 202 રૂપિયા પર બંધ આવ્યો હતો.
અદાણી જૂથનું માર્કેટ કેપ 100 અબજ ડોલરની નીચે પહોંચ્યું
શેરમાં સતત ઘટાડાને કારણે અદાણી ગ્રુપનું માર્કેટ કેપિટલાઇઝેશન ઘટીને 100 બિલિયન ડોલરથી પણ નીચે પહોંચી ગયું છે. રિપોર્ટ પ્રમાણે, ગ્રુપની 10 કંપનીનું માર્કેટ કેપ મંગળવારે ઘટીને 8,20,915 કરોડ રૂપિયા રહ્યું છે. એટલું જ નહીં, ફોર્બ્સની રિયલ ટાઇમ બિલિયોનેર્સ લિસ્ટના જણાવ્યા પ્રમાણે, ગૌતમ અદાણીની નેટવર્થ માત્ર 46.7 બિલિયન ડોલર રહી ગઈ છે. અદાણીને છેલ્લા 24 કલાકમાં 2.9 બિલિયન ડોલરનું નુકસાન થયું છે. હવે તે દુનિયાના અમીરોના લિસ્ટમાં 26મા નંબર પર પહોંચી ગયા છે.
અદાણી જૂથનું ધ્યાન દેવુ ચૂકવવા પર ફોકસ
આ દરમિયાન હિંડનબર્ગ રિપોર્ટની અસરને Market-Adani Crash ઘટાડવા અને રોકાણકારોનો વિશ્વાસ કાયમ રાખવા માટે અદાણી ગ્રુપ હવે અલગ રણનીતિ પર કામ કર્યું છે. ગ્રુપ હવે પોતાનું ફોકસ દેવું ચૂકવવા અને કેશ બચાવવા પર કરે છે, સાથે જ ગ્રુપે પોતાની વિસ્તાર યોજના પર બ્રેક લગાવવાનો નિર્ણય પણ કર્યો છે. તાજેતરનું ઉદાહરણ પીટીસી ઈન્ડિયા ડીલમાંથી બહાર આવવાનું છે. સોમવારે જ ગ્રુપ દ્વારા જાહેર કરાયેલા એક નિવેદનમાં માહિતી શેર કરવામાં આવી હતી કે અદાણી પોર્ટ્સ અને સ્પેશિયલ ઇકોનોમિક ઝોન (APSEZ)એ SBની 1,500 કરોડ રૂપિયાની લોન ચૂકવી છે.
આ પણ વાંચોઃ દિલ્હી મેયર ચૂંટણી/ દિલ્હીના મેયર તરીકે ચૂંટાયા આપના શૈલી ઓબેરોય
આ પણ વાંચોઃ Earthquake/ દિલ્હી-NCRમાં ભૂકંપના આંચકા, નેપાળમાં પણ ધરતી ધ્રૂજી, તીવ્રતા 4.8
આ પણ વાંચોઃ મોરબી પુલ હોનારત/ મરેલાઓના કુટુંબીજનોને દસ લાખ અને ઇજાગ્રસ્તોને બે લાખ આપોઃ ગુજરાત હાઇકોર્ટ
