Yes Bank fraud/ મની લોન્ડરિંગ કેસમાં ED એ બિઝનેસમેન ગૌતમ થાપરની કરી ધરપકડ

ગૌતમ થાપરની મંગળવારે રાત્રે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી…

Top Stories India
ગૌતમ થાપરની

એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ED) એ મની લોન્ડરિંગ કેસમાં અવંતા ગ્રુપના પ્રમોટર ગૌતમ થાપરની ધરપકડ કરી છે. દિલ્હી અને મુંબઈમાં અનેક સ્થળોએ સર્ચ કર્યા બાદ મંગળવારે વેપારીની ધરપકડ કરવામાં આવી હતી. અધિકારીઓના જણાવ્યા અનુસાર ગૌતમ થાપરની મંગળવારે રાત્રે પ્રિવેન્શન ઓફ મની લોન્ડરિંગ એક્ટ (પીએમએલએ) ની જોગવાઈઓ હેઠળ ધરપકડ કરવામાં આવી હતી.

આ પણ વાંચો :વધુ ચાર ભારતીય કંપનીઓ ઓક્ટોબર-નવેમ્બર સુધીમાં કોવિડ રસીઓનું ઉત્પાદન શરૂ કરે તેવી અપેક્ષા : માંડવિયા

ગૌતમ  થાપરને બુધવારે કોર્ટમાં રજૂ કરવામાં આવે તેવી અપેક્ષા છે જ્યાં ED તેમની કસ્ટડી માંગશે. અધિકારીઓના જણાવ્યા અનુસાર, ઇડી થાપરની કંપની અવંતા રિયલ્ટીની તપાસ કરી રહી છે, જે યસ બેંકના સહ-સ્થાપક રાણા કપૂર અને તેની પત્ની વચ્ચેના કથિત વ્યવહારની છે.

ઈડીએ સેન્ટ્રલ બ્યુરો ઓફ ઈન્વેસ્ટિગેશન (CBI) દ્વારા નોંધાયેલી એફઆઈઆરની નોંધ લેતા મની લોન્ડરિંગ કેસ નોંધ્યો હતો. આ વર્ષે જૂનમાં, સેન્ટ્રલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (CBI) એ યસ બેંકને 466.51 કરોડ રૂપિયાનું નુકસાન પહોંચાડવાના આરોપમાં દિલ્હી અને ગુરુગ્રામ સ્થિત બે ખાનગી કંપનીઓના પ્રમોટરો અને ડિરેક્ટરો સહિત થાપરની ધરપકડ કરી હતી.

આ પણ વાંચો :દેશની રાજધાની બની શર્મશાર , 9 વર્ષની બાળકી સાથે દુષ્કર્મ બાદ હત્યા કરાઇ

CBI ની એફઆઈઆરમાં આરોપ છે કે જ્યારે રાણા કપૂર યસ બેંકના એમડી અને સીઈઓ હતા ત્યારે તેમણે ગેરકાયદેસર રીતે દિલ્હીમાં એક પ્રાઈમ લોકેશન પર બજાર કિંમત કરતા ઘણી વધારે કિંમતે મિલકત ખરીદી હતી. આ પ્રોપર્ટી અવંતા રિયાલિટીની છે, જેને આ પ્રોપર્ટી ખરીદવા માટે બેંક તરફથી ઓછી કિંમતે લોન આપવામાં આવી હતી.

તે જ સમયે, ગયા વર્ષે, CBI એ રાણા કપૂર અને તેની પત્ની સામે 307 કરોડની સંપત્તિ ખરીદવાના કેસમાં કેસ નોંધ્યો હતો. આરોપ છે કે તેણે આ પ્રોપર્ટી અડધા બજાર ભાવે ખરીદી અને બેંક વતી કંપનીને 1900 કરોડની લોન લીધી.

આ પણ વાંચો :પોતાના દોષનો ટોપલો બીજા પર ઢોળવાની રાજકારણીઓની આદત

આ પણ વાંચો :ઝેરી દારૂથી થયુ મોત તો દોષીને થશે આજીવન કેદની સજાઃ શિવરાજ સિંહ ચૌહાણ