કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ જમ્મુ-કાશ્મીરના રાજ્યપાલનું કશ્મીર મુલાકાત લેવા માટેનું આમંત્રણ સ્વીકારતાં કહ્યું કે વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ ત્યાં જશે પરંતુ અમને વિમાનની જરૂર નથી. રાહુલ ગાંધીએ તેમના ટ્વિટર એકાઉન્ટ પર ટ્વિટ કરીને લખ્યું કે, ‘આદરણીય રાજ્યપાલ (જમ્મુ-કાશ્મીર) હું અને વિપક્ષી નેતાઓનું એક પ્રતિનિધિમંડળ તમારા આમંત્રણ પર જમ્મુ-કાશ્મીર અને લદ્દાખની મુલાકાત લઈશું. અમને વિમાનની જરૂર નથી. કૃપા કરીને અમને મુસાફરી કરવાની અને લોકોને મળવાની સ્વતંત્રતા આપો. મુખ્ય નેતાઓ અને ત્યાં સ્થિત અમારા સૈનિકોને મળવાની સ્વતંત્રતાની ખાતરી આપો.
Rahul Gandhi: Dear Governor (J&K), a delegation of opposition leaders & I will take you up on your gracious invitation to visit J&K and Ladakh. We won’t need aircraft but please ensure us freedom to travel&meet people, mainstream leaders & our soldiers stationed there. (File pic) pic.twitter.com/d2ub6Vq4PI
— ANI (@ANI) August 13, 2019
આ અગાઉ રાજ્યપાલ સત્યપાલ મલિકે કહ્યું હતું કે, તેઓ કોંગ્રેસના નેતા રાહુલ ગાંધી માટે વિમાન મોકલશે જેથી તેઓ અહીંની ખરી વાસ્તવિકતા જાણી શકે. સોમવારે રાહુલ ગાંધીની ટિપ્પણી- કાશ્મીર ખીણમાં હિંસાના અહેવાલો છે, તે પરત્વે રાજયપાલે રાહુલ ગાંધીને આ આમંત્રણ પાઠવ્યું છે.
મલિકે, રાહુલ પર પ્રતિક્રિયા આપી હતી કે, સંસદમાં મૂર્ખની જેમ વાતો કરનારા, એક નેતાના વર્તનથી તેમને શરમ થવી જોઈએ. મેં રાહુલ ગાંધીને અહીં આવવાનું આમંત્રણ આપ્યું છે. હું તેમને વિમાન મોકલીશ, તમે પરિસ્થિતિનું નિરીક્ષણ કરો.અને પછી બોલો. તમે એક જવાબદાર વ્યક્તિ છો અને તમારે આ રીતે બોલવું ન જોઈએ.
શનિવારે રાત્રે રાહુલ ગાંધીએ કહ્યું હતું કે, જમ્મુ-કાશ્મીરથી ત્યાંની હિંસા અંગે કેટલાક અહેવાલો આવ્યા છે, અને વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ બાબતે પારદર્શક રીતે ચિંતા વ્યક્ત કરવી જોઈએ. મલિકે કહ્યું કે વિદેશી પ્રેસ દ્વારા આ મુદ્દે ગેરરીતિ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને અમે તેમને ચેતવણી પણ આપી છે. બધી હોસ્પિટલો તમારા માટે ખુલ્લી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.
