Lifestyle/ ધનતેરસે લક્ષ્મી માતાની મનપસંદ સીતાફળ ખીર બનાવો અને આશિષ મેળવો…આ રહી રેસિપી..!

એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે સીતાફળ કે એની વાનગી ધરાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. દિવાળીના દિવસોમાં બજારમાં સીતાફળની ઢગલાબંધ આવક…

Trending festival Food Lifestyle

Lifestyle: સીતાફળની સિઝન છે અને દિવાળી (Diwali,2025)નું પાવન પર્વ પણ ધનતેરસ, 18 ઓક્ટોબર (Dhanteras, 18 October)થી શરુ થઇ જશે. આ દિવસે જ ભગવાન કુબેર અને માતા લક્ષ્મી (Kuber-Lakshmi)ની પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, સીતાફળ દેવી લક્ષ્મીનું પ્રિય ફળ છે. તેથી ધનતેરસના દિવસે મહાલક્ષ્મી અને કુબેરની પૂજામાં સીતાફળ ખીર (Custard Apple Kheer) અવશ્ય બનાવો અને ધરાવો.

આવતીકાલે ધનતેરસનો તહેવાર છે અને આ દિવસે કયો પ્રસાદ (Prasad) ધરાવવો એની મૂંઝવણનો અંત લાવતી આ રેસિપી(Recipe)ને અમે તમારી સાથે શૅર કરવા જઇ રહ્યાં છીએ. એવી માન્યતા છે કે, ધનતેરસના દિવસે સીતાફળ કે એની વાનગી ધરાવવાથી મા લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઉત્તમ બાબત એ છે કે, દિવાળીના દિવસોમાં બજારમાં સીતાફળની ઢગલાબંધ આવક થતી જોવા મળે છે અને આ ફળ સરળતાથી ઉપલબ્ધ હોય છે. રબડી (Rabadi) કરતાં પણ ટેસ્ટી (Tasty) એવી સીતાફળ ખીર ખાવામાં અત્યંત સ્વાદિષ્ટ લાગે છે. તો ચાલો જાણીએ, સીતાફળ ખીરની રેસિપી…

સીતાફળની ખીર શી રીતે બનાવશો?

સીતાફળની ખીર બનાવવા માટે તમને આટલી સામગ્રી જોઇશે.

સામગ્રી

સીતાફળનો પલ્પ

ઘાટું દૂધ

સ્વાદાનુસાર ખાંડ

ઇલાયચીનો ભૂકો

મનપસંદ ડ્રાયફ્રુટ્સ

બનાવવાની વિધિ

1. સૌપ્રથમ ખીર બનાવવા માટે તમને સીતાફળ ફ્રુટ (Custard Apple)ની આવશ્યકતા રહેશે. સીતાફળને છોલીને એના તમામ બીજ દૂર કરી લો અને એનો માવો અલગ કરી લો. સીતાફળના પલ્પને હાથથી મસળી લેવો.

2. એક કડાઇમાં ફેટવાળું દૂધ (Milk) લેવું. કડાઇના તળિયે ઘી લગાવી લેવું જેથી દૂધ તળિયે ચોંટે નહિં. દૂધને સતત હલાવતા રહીને ઉકાળવું અને ઘટ્ટ કરી લેવું.

3. જ્યારે દૂધ ગાઢું થઇ જાય ત્યારે એમાં તમારા મનપસંદ સૂકા મેવા (Dry Fruits)ની કતરણ ઉમેરી દો. આ પહેલાં તમે ડ્રાય ફ્રુટ્સને ઘીમાં હળવા શેકી પણ શકો છો.

4. હવે દૂધમાં સ્વાદાનુસાર ખાંડ (Sugar) ઉમેરી દો. એ ઓગળે એટલે ઇલાયચી પાઉડર (Cardamom Powder) મિક્સ કરી લો. જ્યારે તમને લાગે કે દૂધ ખીર જેવું ઘટ્ટ છે ત્યારે ગૅસની ફ્લૅઇમ બંધ કરીને ત્યારબાદ જ સીતાફળનો માવો ઉમેરવો અને હલાવી લેવું.

5. આ ખીર રુમ ટેમ્પરેચર પર આવે ત્યારે એને 2-3 કલાક માટે ફ્રિઝમાં મૂકી દેવી. સીતાફળની ખીરનો અસલી સ્વાદ ઠંડા થયા બાદ જ આવે છે. હવે તમે એને ધનતેરસે લક્ષ્મીજીને પ્રસાદરુપે અર્પણ કરી શકો છો અને પછી સપરિવાર એને ભોજન સાથે ગ્રહણ કરી શકો છો.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:સોજી-બેસનના અપ્પમ બનાવો 10 મિનિટમાં, ઝટપટ જોઇ લો આ રેસિપી…

આ પણ વાંચો:ઘરે બનાવો ખસ્તા કરારી આલુ-પ્યાજ કચોરી, આ રેસિપીને ફૉલો કરો…

આ પણ વાંચો:મખાના અને કોપરાના લાડુ બનાવો, નબળાં હાડકાંને મજબૂત બનાવો, ફૉલો કરો આ રેસિપીને…