Dharm & Bhakti: શનિવાર, 18 ઓક્ટોબર (18 October)ના રોજ ધનતેરસ (Dhanteras) મનાવવામાં આવશે અને 20 ઓક્ટોબરે દિવાળી (20 October, Diwali)! આ દિવસોમાં ધનની દેવી માતા લક્ષ્મી (Mata Lakshmi) અને ઔષધિના દેવ ધન્વંતરીની વિશેષ પૂજા કરવામાં આવે છે અને મહાલક્ષ્મી માતાના સ્વાગત માટે ઘરના મુખ્ય દ્વાર પર દીવા (Lamp) પ્રગટાવવામાં આવે છે. એવી માન્યતા છે કે, ધનતેરસ કે દિવાળી (Diwali)ની રાત્રે એક દીવો લક્ષ્મીજીની મોટી બહેન અલક્ષ્મી (Alakshmi) માટે પણ પ્રગટાવવો જોઇએ. અલક્ષ્મી દરિદ્રતા (Poverty)ની દેવી છે તેથી એને દૂર કરવા માટે એક દીવો અલક્ષ્મીના નામથી પણ પ્રગટાવીને મૂકવો જોઇએ.
ઉજ્જૈનના એક વિખ્યાત જ્યોતિષાચાર્યના મતે, શાસ્ત્રોમાં અલક્ષ્મી સાથે જોડાયેલી અનેક કથાઓ વર્ણવવામાં આવેલી છે. એવું માનવામાં આવે છે કે, સમુદ્ર મંથન સમયે લક્ષ્મી સાથે એમની બહેન અલક્ષ્મી પણ પ્રગટ થઇ હતી. તો ચાલો જાણીએ અલક્ષ્મી સાથે જોડાયેલી કેટલીક વાતો…
માતા લક્ષ્મી અને અલક્ષ્મી સાથે જોડાયેલી માન્યતાઓ
ધનતેરસે માતા લક્ષ્મીની વિશેષ આરાધના
ધનતેરસ અને દિવાળીની રાત્રે વિશેષ કરીને મા લક્ષ્મીની પૂજા (Lakshmi Puja) કરવાની પરંપરા છે.
માતા લક્ષ્મીને ધન-સંપત્તિ તથા સૌભાગ્ય (Luck)ની દેવી તરીકે પૂજવામાં આવે છે.
સૌ કોઇ પોત-પોતાના ઘરે દીવા પ્રગટાવીને માતા લક્ષ્મીનું સ્વાગત કરે છે.

અલક્ષ્મીનો દીવો કરવાની પરંપરા
શાસ્ત્ર અનુસાર, ધનતેરસ અને દિવાળીની રાત્રે એક દીવો અલક્ષ્મીના નામથી પણ પ્રગટાવવો જોઇએ.
અલક્ષ્મીને દરિદ્રતા અને દુર્ભાગ્ય (Bad Luck)ની દેવી માનવામાં આવે છે.
આ દીવો મુખ્ય દ્વારની બહાર પ્રગટાવવામાં આવે છે જેથી અલક્ષ્મી ઘરમાં પ્રવેશ ન કરી શકે.

સમુદ્ર મંથન સમયે અલક્ષ્મીનું પ્રાગટ્ય થયું હતું
પૌરાણિક કથા અનુસાર, સમુદ્ર મંથન સમયે સૌપ્રથમ અલક્ષ્મી પ્રગટ થઇ હતી.
અલક્ષ્મીના પ્રાગટ્ય બાદ, માતા લક્ષ્મી પ્રગટ થયા હતા જેમણે ભગવાન વિષ્ણુ (Lord Vishnu)ને પતિ રુપે સ્વીકાર કર્યો હતો.
પરંતુ અલક્ષ્મીએ આસુરી શક્તિઓને અપનાવી અને દરિદ્રતાની અધિષ્ઠાત્રી દેવી બની ગઇ.
અલક્ષ્મીના લગ્ન ઉદ્દાલક ઋષિ સાથે થયા હતા પણ જ્યારે એ વિવાહિતા બનીને ઋષિના આશ્રમે પહોંચી ત્યારે એણે અંદર પ્રવેશવાની ના પાડી દીધી.
અલક્ષ્મીએ જણાવ્યું કે, એ કેવળ ગંદા, ઝઘડાખોર અને ધર્મ-કર્મ ન થતા હોય એવા ઘરમાં જ પ્રવેશે છે.
જે ઘરમાં સ્વચ્છતા હોય છે, સવારે વહેલા ઉઠીને સ્નાનાદિ કર્મ બાદ નિયમિત પૂજા-પાઠ થાય છે એવા ઘરમાં અલક્ષ્મી પ્રવેશ કરી શકતી નથી. એવા ઘરમાં માતા લક્ષ્મીનો વાસ હોય છે.

ધર્મ-કર્મ કરનારા લોકોથી દૂર રહે છે અલક્ષ્મી
ધનતેરસ અને દિવાળીએ માત્ર પૂજા નહિં પણ સકારાત્મક જીવનશૈલી (Positive Lifestyle) અપનાવવી પણ જરુરી છે.
લક્ષ્મી કૃપા પ્રાપ્ત કરવા માટે ઘરની સાફ-સફાઇ કરવી, સમયસર ઉઠવું, પૂજા-પાઠ કરવા તથા સ્વચ્છ મન, શરીર અને સ્વચ્છ વસ્ત્રો ધારણ કરવા જરુરી છે.
આળસ, અધર્મ, ગંદકી અને લડાઇ-ઝઘડા એ તમામ બાબતો અલક્ષ્મીને આકર્ષિત કરે છે અને જેના કારણે ઘરમાં ગરીબી અને તકલીફો અડિંગો જમાવે છે.
કેટલીક માન્યતાનુસાર, અલક્ષ્મી સમુદ્રમાંથી ઉત્પન્ન વારુણી એટલે કે મદિરાનું જ એક રુપ છે.
એવું માનવામાં આવે છે કે, જે લોકોને પૂજા-પાઠ કર્યા બાદ પણ આર્થિક નુકસાન (Economic Loss) થાય છે એમના જીવનમાં અલક્ષ્મીનો પ્રભાવ હોય છે.
શાસ્ત્રોક્ત રીતે, જીવનશૈલીમાં સુધારણા લાવીને તથા ધર્મ-કર્મ (Dharm-Karm) દ્વારા મનુષ્ય આ ધનહાનિથી બચી શકે છે.
Disclaimer: અહિં આપેલી માહિતી ધાર્મિક આસ્થા, જ્યોતિષીય જાણકારી અને લોકમાન્યતાઓ પર આધારિત છે. એનો કોઈ પણ જાતનો વૈજ્ઞાનિક આધાર કે પ્રમાણ નથી.
આ પણ વાંચો:
આ પણ વાંચો:
આ પણ વાંચો:
