Not Set/ સીએમની અધ્યક્ષતામાં યોજાશે બેઠક,જૂનાગઢમાં યોજાનાર મિની કુંભમેળાની તૈયારીની થશે ચર્ચા

ગાંધીનગર, ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર છે. આ બેઠકમાં જૂનાગઢમાં યોજાનાર મિની કુંભ મેળાની તૈયારીને લઇને ચર્ચા થવાની છે. ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના પર્વ નિમિતે જૂનાગઢમાં મિની કુંભ મેળો યોજાય છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. સાથે સાધુઓને પણ જમાવડો જુનાગઢમાં એકઠો થાય છે. વધુમાં સીએમ રૂપાણી જૂનાગઢમાં જે રોપ-વે વ્યવસ્થા […]

Gujarat Trending

ગાંધીનગર,

ગાંધીનગરમાં સીએમ રૂપાણીની અધ્યક્ષતામાં બેઠક યોજાનાર છે. આ બેઠકમાં જૂનાગઢમાં યોજાનાર મિની કુંભ મેળાની તૈયારીને લઇને ચર્ચા થવાની છે.

ઉલ્લેખનીય છે કે, મહાશિવરાત્રીના પર્વ નિમિતે જૂનાગઢમાં મિની કુંભ મેળો યોજાય છે. જ્યાં મોટી સંખ્યામાં ભક્તોનું ઘોડાપુર ઉમટી પડે છે. સાથે સાધુઓને પણ જમાવડો જુનાગઢમાં એકઠો થાય છે.

વધુમાં સીએમ રૂપાણી જૂનાગઢમાં જે રોપ-વે વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે તેની કામગીરી અંગે પણ સમીક્ષા કરવાના છે. સાથે વધુ અન્ય સુવિધા પ્રવાસીઓને મળી રહે તે અંગે પણ ચર્ચા આ બેઠકમાં થવાની છે. ખાસ વાત તો એ છે કે જૂનાગઢને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા માટે પણ ખાસ ચર્ચા થવાની છે.