Gujarat News/ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ સપ્લાયનું મોનીટરીંગ

રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ (petrol Diesel)નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે.

Gujarat
રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ (petrol Diesel)નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે.

Gujarat News : પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડિઝલ (Petrol Diesel)ના સપ્લાયના મોનીટરીંગ (Monitoring)બાબત અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોનો વિભાગ દ્વારા કરવામાં આવેલ કામગીરી.

1.મોનિટરિંગ અને ડેટા કલેક્શન:

રાજ્યના તમામ જિલ્લાઓમાંથી કયા પેટ્રોલ પંપ પર સ્ટોક ઉપલબ્ધ નથી તેની વિગતો એકત્રિત કરવામાં આવે છે. આનાથી અમને કયા વિસ્તારોમાં ઇંધણની વધુ જરૂરિયાત છે તેનો સચોટ ખ્યાલ આવે છે.

2.ઓઈલ કંપનીઓ સાથે સંકલન:

IOCL, BPCL અને HPCL જેવી ઓઈલ માર્કેટિંગ કંપનીઓના અધિકારીઓ લગભગ દૈનિક ધોરણે અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ કક્ષાએ બેઠક કરવામાં આવેલ છે. જ્યાં સ્ટોક ઓછો હોય, ત્યાં પ્રાથમિકતાના ધોરણે ટેન્કર મોકલવા માટે ત્વરિત સૂચના આપવામાં આવે છે.

3.જિલ્લા વહીવટી તંત્ર સાથે સંકલન:

અન્ન, નાગરિક પુરવઠા અને ગ્રાહક બાબતોના વિભાગ દ્વારા વખતો વખત VCના માધ્યમથી જિલ્લા પુરવઠા અધિકારીઓને સતત પેટ્રોલ ડીઝલ (Petrol Diesel)ના જથ્થાના મોનીટરીંગ (monitoring) અંગે તથા કોઈ પણ અનધિકૃત વેચાણ કે સંગ્રહ કરવામાં ન આવે તે માટે સૂચનો આપવામાં આવેલ છે.

4.દૈનિક રિપોર્ટિંગ અને વિશ્લેષણ:

દરરોજ ઓઇલ માર્કેટિંગ કંપનીઓ પાસેથી આખા રાજ્યનો પેટ્રોલ,ડીઝલ,એલ.પી.જી વગેરેનો પુરવઠાનો ડેટા મેળવી, રાજ્યના પુરવઠાની સ્થિતિનો અહેવાલ તૈયાર કરવામાં આવે છે. આ ડેટાના આધારે જે-તે જિલ્લા પુરવઠા અધિકારીઓને તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓને જરૂરી સૂચનાઓ આપવામાં આવે છે.

5.દૈનિકધોરણે કરવામા આવતુ ફરિયાદોનું ત્વરિત નિરાકરણ:

પેટ્રોલ અને ડીઝલનો પુરવઠો જળવાઈ રહે અને નાગરિકોને કોઈ અગવડ ન પડે તે હેતુથી, “પેટ્રોલ પંપ ડ્રાય આઉટ” સમસ્યાના નિવારણ માટે ,નાગરિકો અને પેટ્રોલ પંપ ડીલર્સ દ્વારા કરવામાં આવતી ફરિયાદોનુ જિલ્લા પુરવઠા અધિકારીશ્રીઓ તથા ઓઇલ માર્કેટિંગ કંપનીઓ સાથે ફોલો-અપ લેવામાં આવે છે.
વધુમાં, અખબારી માધ્યમો દ્વારા તથા અન્ય રીતે મળતી માહિતીઓને આધારે પણ જે કોઈ પણ સ્થળે પેટ્રોલ ડીઝલના પુરવઠાની સમસ્યા જણાય તો તાત્કાલિક તેના નિવારણ અર્થે પગલાં લેવામાં આવે છે.

6.પુરવઠાની પરિસ્થિતિ:

રાજ્ય સરકાર દ્વારા તમામ વાહનોની ટાંકીમાં ઈંધણ ભરાવવા અંગે કોઈ નિયંત્રણ મુકેલ નથી.કૃષિના હેતુ સર 200 લિટરની મર્યાદામાં ડીઝલ બેરલ વગેરમાં મેળવવાની, મોબાઈલ ટાવર માટે 1000 લિટરની મર્યાદામાં તથા ઇન્ફ્રાસ્ટ્રકચર પ્રોજેક્ટ તથા ઔદ્યોગિક હેતુસર જે સાધનો પંપ પર લઈ જઈ શકાય તેમ નથી તેઓને છેલ્લા છ માસના ઉપયોગને ધ્યાને લઈ ડીઝલ ફાળવી આપવા સૂચનાઓ પરિપત્રિત કરેલ છે.

ઓઇલ માર્કેટીંગ કંપનીના પ્રતિનિધિઓ દ્વારા જણાવ્યા અનુસાર જાહેરક્ષેત્રની ઓઇલ માર્કેટીંગ કંપનીનો માસિક સેલ ગ્રોથ રેટ 80% થી વધારે જોવા મળેલ છે
નાગરીકો દ્વારા Panic Buying ના લીધે પેટ્રોલપંપ પર આવતો પેટ્રોલ/ડીઝલનો જથ્થો પહોંચતાની સાથે તુરત જ વેચાણ થવાને લીધે તેમજ ટર્મિનલ પરથી નવો જથ્થો પહોંચવામા લાગતા સમય દરમિયાન જથ્થો તદ્દન હંગામી સમય માટે ખૂટવાની પરિસ્થિતિ સર્જાતી હોય છે.

આમ, ગુજરાત રાજ્યના નાગરિકોને વહીવટીતંત્ર દ્વારા નમ્ર અપીલ કરવામાં આવે છે કે સોશિયલ મીડિયા અથવા અન્ય માધ્યમો દ્વારા ફેલાતી ઇંધણની અછતની અફવાઓથી બિલકુલ ગભરાવાની જરૂર નથી. રાજ્યમાં પેટ્રોલ અને ડીઝલ (petrol Diesel)નો પૂરતો જથ્થો ઉપલબ્ધ છે અને તેનો સપ્લાય સંપૂર્ણપણે સામાન્ય છે.


આ પણ વાંચો :  સામાન્ય જનતાને વધુ એક ફટકો, પેટ્રોલ અને ડીઝલના ભાવમાં એક અઠવાડિયામાં બીજી વખત વધારો

આ પણ વાંચો :  શું લક્ઝરી પેટ્રોલ અને ડીઝલ કાર પર પ્રતિબંધ મૂકવામાં આવશે? સુપ્રીમ કોર્ટની આ ભલામણથી કેટલા વાહનો પ્રભાવિત થશે?

આ પણ વાંચો :  કાલથી દિલ્હીના પેટ્રોલ પંપ પરથી આ વાહનોને પેટ્રોલ અને ડીઝલ નહીં મળે, જાણો દિલ્હી સરકારનું શું છે આયોજન