ગુજરાત/ દુર્લભ ઘૂડખરો સહિતનાં પ્રાણીઓને વાવાઝોડાનો અગાઉથી જ અંદેશો આવી ગયો હતો, પોતાના બચાવ માટે કર્યુ કઇંક આવુ

ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો રણન‍ા ઘૂડખરો સહિતનાં રણનાં રક્ષિત પ્રાણીઓને પહેલેથી જ આવી જાય છે. રણમાં ‘તાઉ-તે’ વાવાઝોડાનાં પગલે જોરદાર વરસાદ ખાબક્યો હતો.

Gujarat Others

@સચીન પીઠવા, મંતવ્ય ન્યૂઝ – સુરેન્દ્રનગર

ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો રણન‍ા ઘૂડખરો સહિતનાં રણનાં રક્ષિત પ્રાણીઓને પહેલેથી જ આવી જાય છે. રણમાં ‘તાઉ-તે’ વાવાઝોડાનાં પગલે જોરદાર વરસાદ ખાબક્યો હતો. જેનો અંદેશો રણનાં દુર્લભ ઘૂડખરો સહિતનાં રક્ષિત પ્રાણીઓને પહેલેથી જ અંદેશો આવી જતા તેઓ અગમચેતીનાં ભાગરૂપે રણમાં અસ્તિત્વમાન 74 બેટ પર સુરક્ષિત પહોંચી ગયા હતા.

વાવાઝોડાની અસર: ખારાઘોડા રણમાં ચારેય બાજુ પાણી જ પાણી, તોય હજારો અગરિયાઓ તરસ્યા

સને 1973માં કચ્છનાં નાના રણનાં 4954 ચો.કિ.મી.વિસ્તારને રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા દુર્લભ ઘૂડખર માટે રક્ષિત કરવામાં આવ્યો હતો. અને છેલ્લે કરાયેલી ગણતરી અનુસાર રણમાં ઘૂડખરોની સંખ્યા 6082 નોંધાઇ હતી. રણમાં ઘૂડખર સિવાય રણ લોંકડી, નાવર, વરૂ અને ઝરખ સહિતનાં અસંખ્ય પ્રાણીઓ વસવાટ કરે છે. બીજી બાજુ કચ્છનું નાનુ રણ ચોમાસાનાં ભારે વરસાદ બાદ મીની સમુદ્રમાં ફેરવાઇ જાય છે. પરંતુ અઠવાડિયા અગાઉ અરબી સમુદ્રમાં આવેલા ડીપ ડીપ્રેશનનાં પગલે સરકારી તંત્ર દ્વારા મીઠું પકવતા તમામ અગરિયા પરિવારોને સલામત સ્થળે પરત બોલાવી લેવાયા હતા. જ્યારે રણમાં ‘તાઉ-તે’ વાવાઝોડાનાં પગલે બે દિવસ જોરદાર વરસાદ ઝીંકાયો હતો. જેમાં મીઠું પકવતા અગરિયાઓને પાટામાં મોટું નુકશાન પણ પહોંચ્યું હતુ. પરંતુ માત્ર રણમાં જ જોવા મળતા ઘૂડખરો સહિતનાં વિવિધ રક્ષિત પ્રાણીઓને ભૂંકપ અને અતિવૃષ્ટીનો અંદેશો પહેલેથી જ આવી જતો હોય તેમ “તાઉ-તે” વાવાઝોડાનાં પગલે રણમાં ખાબકેલા વરસાદનું પાણી રણમાં ફરી વળે તે પહેલા જ રણન‍ાં તમામ ઘૂડખરો સહિતનાં પ્રાણીઓ રણમાં આવેલા અસ્તિત્વમાન 74 બેટ જેવા કે વચ્છરાજ બેટ, પુંબ બેટ અને મરડક બેટ સહિતનાં બેટો પર સુરક્ષિત આશરો લીધો છે. હાલમાં રણનાં તમામ 6000થી વધુ ઘૂડખરો રણમાં અસ્તિત્વમાન બેટ પર સુરક્ષિત પહોંચી ગયા છે.

ગોંડલ: આરોપીને ટીડીઓ કચેરીમાં હંગામી ધોરણે ફરજ બજાવતા શખ્સે અનુસૂચિત જનજાતિનું પ્રમાણપત્ર કાઢી આપ્યું તો બંને વિરુદ્ધ ગુનો નોંધાયો

ગત વર્ષે કોરોનાની પ્રથમ લહેરમાં ઘૂડખર અભયારણ્ય પ્રવાસીઓ માટે બંધ કરવામાં આવ્યા બાદ ચાર મહિના ઘૂડખરનો સંવનનકાળનો સમયગાળો હોઇ અભયારણ્ય બંધ કરાયું હતુ. બાદમાં રણમાં વિદેશી પક્ષીઓમાં બર્ડ ફ્લુનો રોગ આવતા ફરી અભયારણ્ય અનિશ્ચિત મુદત માટે બંધ કરાયું હતુ. અને હાલમાં કોરોનાની બીજી લહેરમાં ફરી અભયારણ્ય બંધ કરાયું છે અને આગામી 16 જૂનથી ફરી અભયારણ્ય પ્રવાસીઓ માટે સંવનનકાળનો સમયગાળો હોઇ ચાર મહિના માટે બંધ કરવામાં આવશે. રણ સિવાય વિશ્વમાં ક્યાંય ન જોવા મળતા ઘૂડખરો રણની શાન છે, જે ભારતીય પ્રવાસીઓની સાથે વિદેશી પર્યટકોમાં આકર્ષણનું કેન્દ્ર છે. તાજેતરમાં ‘તાઉ-તે’ વાવાઝોડાના પગલે રણમાં ખાબકેલા ભારે વરસાદ પહેલા જ અંદેશો આવી જતા રણના ઘૂડખરો સહિતના રક્ષિત પ્રાણીઓ કાંઠ‍ાના ઉપરવાળા વિસ્તારો અને બેટ પર સુરક્ષિત સ્થળે પહોંચી ગયા હતા.