Gujarat News/ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોલીસ દુરુપયોગનો આક્ષેપ

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local Body Election)ઓ દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને લોકશાહી તેમજ બંધારણીય મૂલ્યોને નેવે મૂકવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે

Gujarat
ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local Body Election)ઓ દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને લોકશાહી તેમજ બંધારણીય મૂલ્યોને નેવે મૂકવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે

Gujarat News : ગુજરાત પ્રદેશ કોંગ્રેસ (Congress) સમિતિના પ્રમુખ અમિત ચાવડાએ રાજીવગાંધી ભવન ખાતે પ્રેસ મીડિયાને સંબોધન કરતા કહ્યું કે, ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local Body Election)ઓ દરમિયાન સત્તાધારી પક્ષ દ્વારા સરકારી તંત્ર અને પોલીસ પ્રશાસનનો દુરુપયોગ કરીને લોકશાહી તેમજ બંધારણીય મૂલ્યોને નેવે મૂકવામાં આવ્યા હોવાના ગંભીર આક્ષેપો થઈ રહ્યા છે. ચૂંટણી પ્રક્રિયાથી લઈને પ્રમુખ-ઉપપ્રમુખની વરણી સુધી, વિપક્ષી કોંગ્રેસના ઉમેદવારો અને કાર્યકરોને ખોટી રીતે હેરાન કરવામાં આવ્યા અને જનતાના જનાદેશને કચડવાનો પ્રયાસ કરાયો, જે અંગે રાજ્યના DGPને રૂબરૂ મળીને લેખિત-મૌખિક રજૂઆતો પણ કરવામાં આવી હતી.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી (local Body Election)ઓ દરમિયાન તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીનો દાખલો સામે આવ્યો છે

આ પક્ષપાતી વલણના જીવંત પુરાવા રૂપે તાપી જિલ્લાની વ્યારા તાલુકા પંચાયતની ચૂંટણીનો દાખલો સામે આવ્યો છે, જ્યાં 20 માંથી 13બેઠકોની સ્પષ્ટ બહુમતી ધરાવતી કોંગ્રેસના સભ્યો જ્યારે મતદાન માટે જઈ રહ્યા હતા, ત્યારે પોલીસની 11 ગાડીઓએ તપાસના બહાને તેમને કલાકો સુધી રોકી રાખ્યા અને ગેરકાયદેસર રીતે પોલીસ સ્ટેશને બેસાડી રાખ્યા હતા. વિરોધ પક્ષના નેતાની પ્રત્યક્ષ હાજરી છતાં સુરત અને નવસારી જિલ્લાની પોલીસે સત્તાધારી ભાજપના કાર્યકરોની જેમ વર્તીને કોંગ્રેસના સભ્યોને મીટિંગમાં જતા અટકાવ્યા, જે વહીવટી તંત્રની એકતરફી દાદાગીરી અને સત્તાના જોરે લોકશાહીને ખતમ કરવાના પૂર્વઆયોજિત પ્રયાસોને ખુલ્લા પાડે છે.

દિયોદર તાલુકા પંચાયતના પ્રમુખ અને ઉપપ્રમુખની ચૂંટણીમાં કોંગ્રેસ (Congress) પક્ષ સ્પષ્ટ બહુમતી ધરાવતો હોવા છતાં નિયત સમય કરતાં એક કલાક મોડા આવેલા ચૂંટણી અધિકારી (પ્રાંત કલેક્ટર)ની હાજરીમાં બેઠક શરૂ થતાં જ, ભાજપના સભ્યોએ પૂર્વ આયોજિત વ્યૂહરચના મુજબ અંદરોઅંદર હોબાળો શરૂ કર્યો હતો. બીજી તરફ, કોંગ્રેસ (Congress)ના તમામ સભ્યો સંપૂર્ણ શિસ્ત અને શાંતિ જાળવીને બેઠા હોવા છતાં, ચૂંટણી અધિકારીએ કોઈ પણ વ્યાજબી કારણ વિના ‘સ્થિતિ કાબૂ બહાર છે’ તેવું આભાસી બહાનું ધરીને બેઠક તાત્કાલિક મુલતવી રાખી હતી. ત્યારબાદ અધિકારી 27 તારીખે મિટીંગ કરવા માટેની જાહેરાત કરે છે.

કારણ કે કોંગ્રેસ (Congress)ના સભ્યોમાં એક મહિલા પ્રેગ્રોન્ટ છે જેને ડૉકટર દ્વારા 27 તારીખ આપવામાં આવી હતી. એની જાણ ભાજપને અને અધિકારીને થતાં ષડયંત્ર કરીને જાણી જોઈને દિયોદરના ચૂંટણી અધિકારી, પ્રાંત કલેક્ટરે આ મિટીંગ મુલતવી રાખીને ભાજપને મદદ કરવાનો પ્રયત્ન કર્યો છે.વહીવટી પક્ષપાતનો આવો જ બીજો કિસ્સો આણંદ જિલ્લા પંચાયતની પ્રમુખપદની ચૂંટણીમાં પણ જોવા મળ્યો, જ્યાં આદિવાસી (ST) અનામત બેઠક પર ભાજપના ઉમેદવાર મયુરીબેન પટેલે ફોર્મ ભર્યું હતું. મૂળ મહારાષ્ટ્રના વતની હોવાના કારણે અન્ય રાજ્યના એસ.ટી. પ્રમાણપત્રના આધારે તેઓ ગુજરાતમાં આ અનામતનો લાભ મેળવવા પાત્ર ન હોવા છતાં સત્તાના જોરે ફોર્મ ભરાવવામાં આવ્યું હતું, જેને આખરે ચૂંટણી અધિકારી (DDO) દ્વારા કાયદેસરની કાર્યવાહી (Proceeding) નોંધીને રદ કરવાની ફરજ પડી છે.

આણંદના કિસ્સામાં જિલ્લા વિકાસ અધિકારી (DDO) એ મીડિયા સમક્ષ નિવેદન આપી કાયદેસરનો ઓર્ડર કર્યો હોવા છતાં, કોંગ્રેસ પક્ષના પ્રમુખ ગૌરીબેન તડવીને કોઈ પણ નોટિસ આપ્યા વિના રાતોરાત વચગાળાનો સ્ટે આપી દેવાયો હતો, જેમાં સરકારી વકીલે પણ ચૂંટણી અધિકારીના ઓર્ડરનો બચાવ કરવાને બદલે ભાજપને મદદરૂપ થવાનું વલણ અપનાવ્યું હતું. તેવી જ રીતે, દિયોદરમાં પ્રાંત અધિકારી દ્વારા ભાજપને ફાયદો કરાવવા માટે એકતરફી નિર્ણય લઈ મીટિંગ મુલતવી રાખવામાં આવતા આક્રોશિત જનતાએ અધિકારીઓનો ભારે વિરોધ કર્યો હતો.

આ ત્રણેય કિસ્સાઓમાં સમગ્ર ગુજરાતમાં પોલીસ અને વહીવટીતંત્ર તટસ્થ કામગીરી કરવાને બદલે લોકશાહીના મૂલ્યો અને કાયદાની જોગવાઈઓનો ભંગ કરીને ભાજપ પક્ષના ઇશારે કામ કરી રહ્યા છે. જે રીતે દિયોદરમાં જનતાએ કે અધિકારીઓને રસ્તા પર દોડાવ્યા છે.તેવી જ રીતે આવનારા દિવસોમાં અધિકારીઓ ઉપર મતદારોનો આક્રોશ છે. જવાબદાર અધિકારીઓ સામે તાત્કાલિક કડક તપાસ અને કાયદાકીય કાર્યવાહીની કોંગ્રેસ (Congress) પક્ષ તપાસની માંગણી કરે છે.

વિધાનસભામાં કોંગ્રેસ (Congress) પક્ષના નેતા તુષારભાઈ ચૌધરીએ જણાવ્યું હતું કે, આણંદ જિલ્લા પંચાયતના પ્રમુખની ચૂંટણીમાં ખોટા પ્રમાણપત્રના આધારે ઉમેદવારી ફોર્મ મંજૂર થવાની ઘટના અત્યંત ખેદજનક અને સમગ્ર ગુજરાતના આદિવાસી સમાજ માટે ચિંતાજનક છે. સરકારના કોઈપણ દબાણમાં આવ્યા વિના નીતિ-નિયમો મુજબ નિષ્પક્ષ રહીને એ ખોટું ફોર્મ રદ કરનાર જિલ્લા વિકાસ અધિકારી (DDO) ખરેખર અભિનંદનને પાત્ર છે, કારણ કે આ પ્રમાણપત્ર એટલું સ્પષ્ટપણે ખોટું છે કે આદિવાસી વિશ્લેષણ સમિતિ તેને એક મિનિટમાં જ અમાન્ય જાહેર કરી દે.

ચિંતા માત્ર અઢી વર્ષના પ્રમુખપદની નથી, પરંતુ આ ચુકાદાને આધાર બનાવીને ભવિષ્યમાં જો મહારાષ્ટ્ર, રાજસ્થાન, ઉત્તરાખંડ કે ઝારખંડ જેવા અન્ય રાજ્યોના લોકો ગુજરાતની સરકારી નોકરીઓ અને વિધાનસભાની 27 અનામત બેઠકો પર ખોટા પ્રમાણપત્રો સાથે હક જમાવવા લાગશે, તો ગુજરાતનો સાચો અને મૂળ આદિવાસી ક્યાં જશે? આદિવાસી સમાજ પહેલેથી જ ખોટા પ્રમાણપત્રો સામે મોટી લડાઈ લડી રહ્યો છે, ત્યારે હાઈકોર્ટના ચુકાદાના ઓઠા હેઠળ આવા ઉમેદવારને પ્રોત્સાહન આપીને સરકારે પડતા પર પાટું મારવાનું કામ કર્યું છે, જે સાચા આદિવાસીઓ સાથે ઘોર અન્યાય સમાન હોવાથી સખત શબ્દોમાં વખોડી નાખવા પાત્ર છે.


આ પણ વાંચો:સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી માટે ગાંધીધામ મહાનગરપાલિકાના ભાજપના ઉમેદવાર જાહેર

આ પણ વાંચો:અમદાવાદ જિલ્લા પંચાયત માટે BJPની ઉમેદવારોની યાદી જાહેર

આ પણ વાંચો:કચ્છમાં ભાજપે જિલ્લા, તાલુકા પંચાયત અને નગરપાલિકા માટે ઉમેદવારોની યાદી કરી જાહેર