Not Set/ રાજનાથ સિંહ દ્વારા ઉદ્ઘાટન કરેલી દીવની હોસ્પિટલની સીલિંગ તૂટી, માત્ર અઢી વર્ષમાં જ થઈ ધરાશાયી

    દીવ. 26 જુલાઈ 2018. દીવ સરકારી હોસ્પિટલ ફરી વિવાદોમા આવ્યું છે. દીવ વિસ્તરમાં ૧૦ દિવસ ભારે વરસાદ થયો હતો. વરસાદ ને બંધ થયા ને માત્ર છ દિવસ જેવો સમય જ થયો છે ત્યારે આ વરસાદે એક ભ્રષ્ટાચાર બહાર લાવ્યો છે. અઢી વર્ષ પહેલાં જ બનેલી દીવ હોસ્પિટલની સિલીંગ તુટી પડતા લોકોમા તર્ક વિતર્કો […]

Top Stories Gujarat Others

 

 

દીવ.
26 જુલાઈ 2018.

દીવ સરકારી હોસ્પિટલ ફરી વિવાદોમા આવ્યું છે. દીવ વિસ્તરમાં ૧૦ દિવસ ભારે વરસાદ થયો હતો. વરસાદ ને બંધ થયા ને માત્ર છ દિવસ જેવો સમય જ થયો છે ત્યારે આ વરસાદે એક ભ્રષ્ટાચાર બહાર લાવ્યો છે. અઢી વર્ષ પહેલાં જ બનેલી દીવ હોસ્પિટલની સિલીંગ તુટી પડતા લોકોમા તર્ક વિતર્કો ઉત્પન્ન થઈ રહયા છે.

સંઘપ્રદેશ દીવમાં અનેક સરકારી બિલ્ડિંગોના નિર્માણ થયા છે. જેમાં દીવની સરકારી હોસ્પિટલનો પણ સમાવેશ છે. આશરે અઢી વર્ષ પહેલા કરોડોના ખર્ચે દીવમા ૬૦ બેડની આધુનિક સરકારી હોસ્પિટલનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ હૉસ્પિટલનું અઢી વર્ષ પહેલાં કેન્દ્રીય ગૃહમંત્રી રાજનાથ સિંહના કરકમલો દ્વારા ઉદ્દઘાટન કરી લોકાર્પણ કરવામા આવ્યું હતું. હજુ સરકારી હોસ્પિટલની બિલ્ડિંગનું નિર્માણ થયાને માત્ર અઢી વર્ષ જ થયા છે. ત્યાં વરસાદના કારણે સરકારી હોસ્પિટની દીવાલોમા વરસાદી પાણીના ધાબા દેખાવા લાગ્યા. તેમજ ઠેર-ઠેર તિરાડો પડેલી જોવા મળી રહી છે.

આ કારણોસર ખુબ જ ટૂંકા સમય ગાળામાં સરકારી હોસ્પિટલમાં થયેલ નબળું કામ દેખાઈ આવ્યું છે. જો કે અચાનક સિલીંગ તૂટી પડતા કોઈ જાન હાની નથી થઈ, પરંતુ આ ગફટનાને કારણે બીજી સિલીંગમા પણ પોલાણ થઈ ગયું છે. પ્રસાશન દ્વારા જનહિતમા સમયસર યોગ્ય પગલાં લઈ આ નબળા કામને સુધારવાના પ્રયાસો હાથ ધરવામાં આવે તેવી દીવના લોકોની માંગ છે.