રણબીર કપૂર અને આલિયા ભટ્ટ આ દિવસોમાં બુલ્ગારિયામાં આગામી એક્શન-રોમાંચક ફિલ્મ આલિયા ભટ્ટનું શૂટિંગ કરી રહ્યાં છે. શૂંટિંગના સેટ પર બંનેના બહુ બધા ફોટા વાયરલ થઇ રહ્યા છે. તાજેતરમાં, આલિયાની મિત્ર આકાંશા રંજન કપુર તેને મળવા સેટ પર આવી હતી અને તે બંને સાથે થોડો સમય પસાર કર્યો હતો.રણબીરે આલિયા અને આકાંશાનો ફોટો કેમેરામાં ક્લીક કર્યો હતો.આલિયાએ આ ફોટો ઇન્સ્ટાગ્રામ પર શેર કર્યો છે.
રણબીર કપુરે લીધેલી આ તસ્વીર પર ખુબસુરત છે.આ ફોટામાં આલિયા અને આકાંશા વિન્ડોની બહાર જોઈ રહ્યા છે.ફોટોના કેપ્શનમાં અલિયાએ લખ્યું છે કે the view and her too..ફોટો ક્રેડિટ આરકે.
https://instagram.com/p/BlqhCVDncE9/?utm_source=ig_embed&utm_campaign=embed_loading_state_control
અગાઉના ફોટામાં રણબીર કપૂર અને આલિયા ભટ્ટ બીચના કિનારે આનંદ માણતા જોવા મળ્યા હતા. જણાવીએ કે, આલિયા-રણબીર અયાન મુખર્જીના દિગ્દર્શન હેઠળ “બ્રહ્માસ્ત્ર” માં પ્રથમ વખત સાથે કામ કરી રહ્યા છે.
ફિલ્મમાં મહાનાયક અમિતાભ બચ્ચન પણ મહત્વની ભૂમિકા ભજવશે. સાઉથના સુપર સ્ટાર નાગાર્જુન પણ આ ફિલ્મમાં જોવા મળશે.
