Not Set/ વલસાડ/ 350 વર્ષ જૂના રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવાનો એક્શન પ્લાન

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા રામ મંદિરનો ચુકાદો જાહેર થતા જ વલસાડના ભાગડાવડામાં નિર્માણાધિન રામ મંદિર ચર્ચામાં આવ્યું છે. ભાગડાવડામાં 350 વર્ષ જૂના પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે.  અહીં 4 વર્ષથી […]

Gujarat Others

સુપ્રીમ કોર્ટ દ્વારા અયોધ્યા રામ મંદિરનો ચુકાદો જાહેર થતા જ વલસાડના ભાગડાવડામાં નિર્માણાધિન રામ મંદિર ચર્ચામાં આવ્યું છે. ભાગડાવડામાં 350 વર્ષ જૂના પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. આ ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂપિયા ત્રણ કરોડનો ખર્ચ થઈ ચુક્યો છે.  અહીં 4 વર્ષથી મંદિરનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 40 ટકા કામ પૂર્ણ થઈ ચુક્યું છે.  જોકે હજુ 60 ટકા બાકીનું કામ આગળ ધપી રહ્યું છે.

નિર્માણાધિન 350 વર્ષ પૂરાણાં પ્રાચીન રામજી મંદિરને અયોધ્યામાં નિર્માણ થનારા રામ મંદિરની આબેહૂબ પ્રતિકૃતિ સાથે તૈયાર કરવામાં આવી રહ્યું છે. રૂ.10 કરોડના ખર્ચે ટ્રસ્ટી મંડળ દ્વારા આ ભવ્ય મંદિર બનાવવા પાછળ અત્યાર સુધી રૂ.3 કરોડનો ખર્ચ થઇ ગયો છે.

અયોધ્યામાં રામ મંદિર બાબતે ચાલેલા વિવાદ દરમિયાન રામ મંદિરનું ભ‌વ્ય મોડેલ તૈયાર કરાયું હતું. જેને ધ્યાને લઇ 2015માં આ મોડેલની આબેહૂબ પ્રતિકૃતિ તૈયાર કરી વલસાડના ભાગડાવડામાં દાતાઓના સહયોગથી પ્રાચીન રામજી મંદિરના પૂન: નિર્માણ કરવાનો ટ્રસ્ટી મંડળે નિર્ણય કરી કામ ચાલૂ કરી દીધું હતું. જેની પાછળ 15 હજાર ઘનફૂટ પત્થરની શિલા સહિત કુલ રૂ.10 કરોડનો ખર્ચનો અંદાજ લગાવવામાં આવ્યો હતો.

કોસંબા રોડ પર ભાગડાવડામાં અયોધ્યા જેવા રામ મંદિરના મોડેલની અદ્દલ પ્રતિકૃતિ ધરાવતું રામજી મંદિર બનાવવા પાછળ રૂ.3 કરોડનો ખર્ચ થઇ ચૂક્યો છે. અંહિ 4 વર્ષથી મંદિરનું કામ ચાલી રહ્યું છે. રાજસ્થાનના શિલ્પ કારીગરો દ્વારા 40 ટકા કામ પૂર્ણ થયું છે અને હજી 60 ટકા બાકીનું કામ આગળ ધપી રહ્યું છે. ત્યારે લોકો પણ વલસાડ ના બની રહેલ રામજી મંદિરમાં આવી શાંતિ નો અનુભવ કરી રહ્યા છે.

ત્યારે હવે વલસાડ ખાતે બની રહેલ મંદિર માટે અહીંના લોક પણ જણાવી રહ્યા છે કે જે આસ્થા અયોધ્યા ખાતે બનનાર મંદિર સાથે તેમને છે એજ શ્રદ્ધા તેમની આ મંદિર સાથે પણ છે,  તો અયોધ્યા સુધી ભલે ન જવાય તેઓ વલસાડ ના રામજી મંદિર માં આવીને અયોધ્યા જેટલી ધન્યતા અનુભવે છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.