ક્રાઈમ/ સુરત પોલીસે વિદેશી કરન્સીનું બ્લેકમાં હેરાફેરીનું રેકેટ ઝડપી પાડ્યું, ત્રણે ઈસમોની 19.92 લાખની વિદેશી કરન્સી સાથે ધરપકડ

સુરત PCB અને SOG પોલીસ દ્વારા બાતમીના આધારે ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને પકડવામાં આવ્યા છે. આ ત્રણે ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે.

Gujarat Surat

@અમિત રૂપાપરા 

સુરત શહેર PCB અને SOG પોલીસને ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતા ત્રણ ઈસમોને ઝડપી પાડવામાં મોટી સફળતા મળી છે. આ ત્રણ ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. એટલે કે આંતરરાષ્ટ્રીય કરન્સીની હેરાફેરીના રેકેટનો પર્દાફાશ સુરત PCB અને SOG પોલીસ દ્વારા કરવામાં આવ્યો છે. આ મામલે સુરત PCB અને SOGએ વધુ તપાસ માટે EDને પણ જાણ કરવામાં આવી છે અને જે 3 આરોપી પકડાયા છે તેની વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી છે કે તેઓ કેટલા સમયથી આ નેટવર્ક ચલાવી રહ્યા હતા.

સુરત PCB અને SOG પોલીસ દ્વારા બાતમીના આધારે ફોરેન કરન્સીની ગેરકાયદેસર હેરાફેરી કરતાં ત્રણ ઇસમોને પકડવામાં આવ્યા છે. આ ત્રણે ઈસમો પાસેથી 19,92,546ની વિદેશી કરન્સી જપ્ત કરવામાં આવી છે. PCB અને SOG પોલીસ દ્વારા આ ત્રણેય ઈસમો પાસેથી સાઉદી અરેબિયા 36000 રિયાલ, 2500 ઓસ્ટ્રેલિયન ડોલર, 2 લાખ થાઈબાથ, 4900 અમેરિકન ડોલર, યુનાઇટેડ આરબ અમીરાંતના 205 દિહાર્મ, 10,000 મેલેશિયા રીંગિટ કરન્સી જપ્ત કરાઈ. આ વિદેશી કરન્સીનું ભારતીય મૂલ્ય 19,92,546 રૂપિયા થવા પામે છે.

PCB અને SOG પોલીસ દ્વારા જે ત્રણ ઈસમોને પકડવામાં આવ્યા છે તેમાં નીરવ શાહ, સૂરજ રાજપૂત અને મનોજકુમાર બારીયાનો સમાવેશ થાય છે. આ ત્રણેય ઈસમો નવસારીના રહેવાસી છે અને રેલવે સ્ટેશન વિસ્તારમાંથી આ ત્રણેય ઝડપાયા છે. પોલીસ દ્વારા આરોપીની પૂછપરછમાં સામે આવ્યું હતું કે, નિરવ શાહ નામનો ઈસમ મહીધરપુરામાં વાણીયા શેરીમાં નાકોડાના નામથી મની ચેન્જરનું કામ કરતો હતો. નિરવ શાહને વિદેશી ચલણ બદલવાની એન્ટ્રી પોતાના બેંક ખાતામાં ન બતાવી પડે એટલા માટે તે બ્લેકમાં વિદેશી ચલણ ઓછા ભાવે બદલી આપતો હતો.  ઉપરાંત જે લોકોને વિદેશી ચલણ ની જરૂર હોય તેને નીરવ ઊંચા ભાવે આ વિદેશી ચલણ આપતો હતો.

તો સાથે જ આરોપી નીરવ શાહ પકડાયેલા સુરજ રાજપુત અને મનોજકુમાર બારીયા સાથે મળીને અલગ અલગ લોકો પાસેથી વિદેશી ચલણ મેળવતો હોવાનું તપાસમાં સામે આવ્યું છે. આ ઈસમો કેટલા સમયથી આ રેકેટ ચલાવતા હતા તે બાબતે ઊંડાણ પૂછપરછ PCB અને SOG દ્વારા કરવામાં આવી રહી છે. તો બીજી તરફ પોલીસ દ્વારા વિદેશી કરન્સીને લગતી વધુ તપાસ માટે EDને આ બાબતે જાણ કરવામાં આવી છે.

આ પણ વાંચો:ઝારખંડમાં લગ્નની લાલચ આપી યુવતી સાથે દુષ્કર્મ બાદ કરી હત્યા, આરોપીની સુરત ક્રાઈમ બ્રાન્ચે કરી ધરપકડ

આ પણ વાંચો:PM મોદીનું ગુજરાતમાં આગમન અને 70 IPS અધિકારીની બદલી

આ પણ વાંચો:PM મોદીએ વિપક્ષ પર સાંધ્યું નિશાન – ચહેરા અને પાપ જૂના છે, બસ નામ નવું

આ પણ વાંચો:અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત