સુરત/ અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત

સુરતના કાપોદ્રા વિસ્તાર તેમજ મોટા વરાછા વિસ્તારમાંથી શાકભાજીની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાંથી લસણ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસને બે આરોપીને પકડવામાં સફળતા મળી છે.

Gujarat Surat
Untitled 58 1 અંગત અદાવતમાં પાડોશીએ જ પાડોશીના 836 કિલો લસણનો જથ્થો કર્યો ચોરી, પોલીસે બે ચોરને ઝડપી ટેમ્પો કર્યો જપ્ત

@અમિત રૂપાપરા 

હાલ ચોમાસાની સીઝનમાં શાકભાજીના ભાવમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસોથી શાકભાજીની ચોરીની ઘટનાઓ સામે આવી આવી રહી છે ત્યારે થોડા દિવસ અગાઉ જ સુરતના લીંબાયત વિસ્તારમાં લસણ ચોરીની ઘટના સામે આવી હતી. આ ઘટનામાં લિંબાયત પોલીસને આ ઘટનામાં બે આરોપીઓને પકડવામાં સફળતા મળી છે. પોલીસે 836 કિલો લસણનો જથ્થો અને ટેમ્પો કબજે કર્યો છે.આ ઉપરાંત પોલીસ દ્વારા એક મહિલા સહિત ત્રણ આરોપીઓને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. મહત્ત્વની વાત છે કે આ ઘટનાના CCTV ફૂટેજ પણ સામે આવ્યા હતા.

હાલ ચોમાસાની સિઝન ચાલી રહી છે ત્યારે શહેરમાં ટામેટા અને લસણ સહિતના શાકભાજીના ભાવ આસમાને પહોંચ્યા છે. ત્યારે છેલ્લા કેટલાક દિવસથી આ શાકભાજીની ચોરીના કિસ્સા પણ સુરત શહેરમાં સામે આવી રહ્યા છે. અગાઉ સુરતના કાપોદ્રા વિસ્તાર તેમજ મોટા વરાછા વિસ્તારમાંથી શાકભાજીની ચોરીની ઘટના સામે આવી હતી. ત્યારે સુરતના લિંબાયત વિસ્તારમાંથી લસણ ચોરીની ઘટના સામે આવી હતી. જેમાં પોલીસને બે આરોપીને પકડવામાં સફળતા મળી છે.

સુરતના લિંબાયત વિસ્તારમાં બનેલી લસણ ચોરીની આ ઘટનાનો કિસ્સો ટોક ઓફ ધ ટાઉન બન્યો હતો. ત્યારે આ ઘટનામાં બે મહિલાના ઝઘડાની અદાવતમાં ચોરીની ઘટના બની હોવાનું પોલીસની તપાસમાં સામે આવ્યું છે. આ ઝઘડાની અદાવતમાં પાડોશી મહિલા દ્વારા આરોપીઓને ચોરી માટેની ટીપ આપવામાં આવી હતી.

સુરતના લીંબાયત વિસ્તારમા શિવદર્શન સોસાયટીમાં સુમનબેન નામની મહિલા અને તેનો પરિવાર રહે છે. આ મહિલા લસણ વેચીને પરિવારનું ગુજરાન ચલાવતી હતી. ત્રણ દિવસ પહેલા સુમનબેનના ઘર બહાર મુકેલા લસણનો જથ્થો અજાણ્યા ઈસમો ટેમ્પોમાં ભરીને ફરાર થઇ ગયા હતા. આ ઘટનાનાં CCTV સોશિયલ મીડિયામાં વાયરલ થયા છે.

આ બાબતે સુમનબેન દ્વારા સુરતના લિંબાયત પોલીસ સ્ટેશનમાં લસણ ચોરી થયું હોવા બાબતે ફરિયાદ નોંધાવવામાં આવી હતી. ત્યારે લિંબાયત પોલીસ દ્વારા સમગ્ર મામલે ગુનો દાખલ કરીને સીસીટીવી ફૂટેજના આધારે લસણની ચોરી કરનાર આરોપીને પકડવાની તજવીર હાથ ધરવામાં આવી હતી. ત્યારે પોલીસે બાતમીના આધારે લસણના જથ્થા અને ટેમ્પા સાથે બે આરોપીને પકડી પાડ્યા છે. લિંબાયત પોલીસ દ્વારા લસણની ચોરી કરનાર આરોપી ગોવિંદ ચુનારા અને રાજકુમાર આહિરેની ધરપકડ કરવામાં આવી છે. આરોપી પાસેથી 836 કિલો લસણનો જથ્થો કબજે લેવામાં આવ્યો છે. આમ પોલીસે 2.91 લાખની મત્તાનો મુદ્દામાલ કબ્જે કરી વધુ પૂછપરછ હાથ ધરવામાં આવી હતી.

જોકે પોલીસ દ્વારા બંને આરોપીની ધરપકડ બાદ તેની પૂછપરછ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું હતું કે, ફરિયાદી સુમનબેનના ઘરની બાજુમાં શીલા નામની મહિલા રહે છે. શીલા અને સુમનબેન વચ્ચે કોઈ બાબતે ઝઘડો ચાલી રહ્યો હતો. તેથી શીલા એ જ પોતાના ઓળખીતા લોકોને સુમનબેનનું લસણ ચોરી કરવાની ટીપ આપી હતી. આરોપીઓએ આ ટિપના આધારે લસણ ચોરીની ઘટનાને અંજામ આપ્યો હતો. ત્યારે પોલીસ દ્વારા બે આરોપીની ધરપકડ કરવામાં આવી છે. એક મહિલા સહિત કુલ ત્રણ આરોપીને વોન્ટેડ જાહેર કરી તેમની શોધખોળ હાથ ધરવામાં આવી રહી છે.

આ પણ વાંચો:અમદાવાદના 15 ટકા કેમેરા હજુ પણ બંધ હાલતમાં, કરોડોનું મેન્ટેનન્સ શા માટે?

આ પણ વાંચો:તથ્ય પટેલનો ચિઠો આવતી કાલે કોર્ટમાં!

આ પણ વાંચો:નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

આ પણ વાંચો:વિદ્યાર્થીઓના આરોગ્યને લઇ વાલીઓ થશે ચિંતા મુક્ત, આંખ આવવાની બીમારીને લઈને સુરતની શાળાઓએ કરી આ વ્યવસ્થા