Vaccine/ રસી લેવા પહોંચેલા વૃધ્ધોને પડ્યો ધરમ ધક્કો, વિલા મોંએ ફર્યા પાછા

રસી લેવા પહોંચેલા વૃધ્ધોને પડ્યો ધરમ ધક્કો, વિલા મોંએ ફર્યા પાછા

Gujarat Vadodara Trending
Untitled 25 રસી લેવા પહોંચેલા વૃધ્ધોને પડ્યો ધરમ ધક્કો, વિલા મોંએ ફર્યા પાછા

ગુજરાત રાજ્યમાં આજથી રસીકરણ નો બીજો તબક્કો શરુ થઇ ચુક્યો છે. જેમાં રાજ્યના વરિષ્ઠ નાગરિકોને રસી મુકવામાં આવી રહી છે. ત્યારે વડોદરા ખાતે આ વયોવૃદ્ધ નાગરિકોને રસીકરણના નામે ધરમ ધક્કો ખાવાનો વારો આવ્યો હતો.

દેવાદાર / ગુજરાત માથે રૂ.3.25 લાખ કરોડનું દેવું, દેવાદાર રાજ્યોમાં છઠ્ઠા ક્રમાંકે…

પ્રાપ્ત વિગતો અનુસાર વડોદરા સયાજી હોસ્પિટલમાં કોરોના રસીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે. ટેકનીકલ ખામીને કારણે આજરોજ રસીકરણ મુલતવી રાખવામાં આવ્યું છે. સર્વરમાં ટેકનિકલ ખામી સર્જાતા રસીકરણ મુલતવી રાખવું પડ્યું હતું. રસીકરણ મુલતવી રાખવાનો નિર્ણય અંતિમ ઘડીએ લેવામાં આવ્યો હતો. જેથી વડીલ એવા સીનીયર સીટીઝનણે રસી લીધા વિના જ હોસ્પીટલથી પરત ફરવું પડ્યું હતું.

મોંઘવારી / લોકોના ખિસ્સા હળવા બનાવવાનો ખેલ યથાવત

ઉલ્લેખનીય છે કે ગુજરાતમાં પણ આજથી સિનીયર સીટીઝનને રસી આપવાનું ચાલુ થઈ ચુક્યુ છે. ગુજરાતમાં રસીકરણ માટે 2500 સેન્ટર પર આયોજન કરવામાં આવ્યું છે. સ્વાસ્થ્ય સુરક્ષા માટે રસી લેવા નાયબ મુખ્યમંત્રીએ અનુરોધ કર્યો છે.

ગુજરાત વિધાનસભા / આ વિધાનસભા સત્રમાં સરકાર લવજેહાદનો કાયદો લાવશે : રાજ્ય ગૃહમંત્રી પ્રદિપસિંહ જાડેજા

નોધનીય છે કે આજથી રાજ્યમાં સિનિયર સિટીઝનને કોરોના વેક્સિન અપાશે. રસી આપવા ગુજરાતમાં નવા સેન્ટરો બનાવાયા છે. કોરોના વેક્સિનેશન માટે 2500 સેન્ટરો ઉભા કરાયા છે. સરકારની ગાઇડલાઇન મુજબ રસી આપવામાં આવશે. ખાનગી ક્લિનિકમાં રસી લેનારે ચૂકવવો રૂ. 250 ચાર્જ ચૂકવવો પડશે. જેમાં રૂ.100 રજિસ્ટ્રેશન ચાર્જ અને રૂ.150 રસી માટેનો ચાર્જ ચુકવવો પડશે.