Not Set/ અ’વાદ: 15 વર્ષ બાદ હત્યારો પતિ ઝડપાયો,પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!

અમદાવાદ, અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2003ની સાલમાં બનેલ હાઇપ્રોફાઇલ મર્ડર કેસેના આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે પંદર વર્ષે આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે. ક્રાઈમ બ્રાંચે 15 વર્ષ પહેલા વેલેનટાઇન ડેના દિવસે જ પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા પતિને પોલીસે બેંગ્લુરુથી ઝડપી પાડ્યો છે. જે.કે.ભટ્ટના જણાવ્યા પ્રમાણે આ કેસમાં વધુ તપાસ સરખેજના એસીપી કરશે. […]

Top Stories Ahmedabad Gujarat Videos
mantavya 458 અ'વાદ: 15 વર્ષ બાદ હત્યારો પતિ ઝડપાયો,પ્રેમિકા માટે પત્નીની હત્યા કરી તેની સાથે પણ લગ્ન ન કરી શક્યો!

અમદાવાદ,

અમદાવાદ ક્રાઈમ બ્રાંચે 2003ની સાલમાં બનેલ હાઇપ્રોફાઇલ મર્ડર કેસેના આરોપીને ઝડપી પાડ્યો છે. ક્રાઈમ બ્રાંચની ટીમે પંદર વર્ષે આ સમગ્ર ગુનાનો પર્દાફાશ કર્યો છે.

ક્રાઈમ બ્રાંચે 15 વર્ષ પહેલા વેલેનટાઇન ડેના દિવસે જ પત્નીની હત્યા કરીને ભાગી ગયેલા પતિને પોલીસે બેંગ્લુરુથી ઝડપી પાડ્યો છે. જે.કે.ભટ્ટના જણાવ્યા પ્રમાણે આ કેસમાં વધુ તપાસ સરખેજના એસીપી કરશે. જે દિવસે હત્યા થઈ તે દિવસે રાત્રે આરોપી તરુણ જિનરાજ તેના ભાભી અને તેના મોટાભાઈ અરુણ જિનરાજ સાથે ઘરે પરત ફર્યા ત્યારે ઘરનો સામાન વેરવિખેર પડ્યો હતો.

ગળેફાંસો આપીને હત્યા કરાયેલી લાશ પડી હતી

ઘરમાં સજનીની ગળેફાંસો આપીને હત્યા કરાયેલી લાશ પડી હતી. પ્રથમ નજરે આ લૂંટનો બનાવ હોય તેવું લાગતું હતું. જોકે, પોલીસને માલુમ પડ્યું હતું કે આ કેસમાં ચોરી કે લૂંટ થઈ જ નથી. પોલીસ ડોગ પણ સજનીનો દુપટ્ટો સૂંઘીને તેના પતિ પાસે આવીને ઉભો રહી જતો હતો. ઉંડાણપૂર્વક તપાસ માટે પોલીસે બીજા દિવસે તરુણને બોલાવ્યો ત્યારે તે ગુમ થઈ ગયો હતો.

હાલ તો ક્રાઈમ બ્રાંચે આરોપી તરુણને બેંગ્લુરુથી અમદાવાદ લાવવામાં લાવ્યો છે,ઉલ્લેખનીય છે કે, પોતાની પ્રેમિકાને પામી લગ્ન કરવા માટે તરુણ જીનરાજે 2003ની સાલમાં પત્નીની હત્યા કરી ભાગી ગયો હતો. જોકે, 15 વર્ષથી ગુમ આરોપીને ક્રાઈમ બ્રાચે બેંગલુરુમાંથી શોધી કાઢ્યો છે.

ક્રાઇમ બ્રાંચે જણાવ્યું કે, તરુણે માસ્ટર ડિગ્રી મેળવી હતી. તે છેલ્લે ડીપીએસ સ્કૂલમાં નોકરી કરતો હતો. તે બાસ્કેટ બોલનો સારો પ્લેયર અને કોચ હતો. આ દરમિયાન તેને એક યુવતી સાથે પ્રેમ થઈ ગયો હતો.

તરુણ તેની સાથે લગ્ન કરવા માંગતો હતો પરંતુ પરિવારે સમજાવ્યા બાદ સજની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્ન બાદ સતત ઝઘડા થવાને કારણે તેણે પત્નીથી છૂટકારો મેળવીને પ્રેમિકા સાથે લગ્ન કરવાનું નક્કી કર્યું હતું. લગ્નનાં ચાર જ મહિનામાં તેણે પત્નીની હત્યા કરી નાખી હતી. જોકે, જેની માટે હત્યા કરી તેની સાથે પણ તે લગ્ન કરી શક્યો ન હતો.

હત્યા બાદ સજનીના એટીએમ કાર્ડમાંથી પૈસા લઈને તે ફરાર થઈ ગયો હતો. શરૂઆતમાં દિલ્હીમાં નોકરી કરી હતી. પુનામાં એક આઈટી કંપનીમાં ત્રણથી ચાર વર્ષ નોકરી કરી હતી.

પુનામાં નોકરી દરમિયાન એક યુવતી સાથે આંખ મળી ગઈ હતી અને તેની સાથે લગ્ન કરી લીધા હતા. લગ્નથી તેને બે બાળકો પણ છે. પુના બાદ તેણે બેંગલુરુમાં નોકરી કરી હતી. તેણે પોતાની નવી જ ઓળખ ઉભી કરી હતી.

તરુણ સાતથી આઠ ભાષાનો જાણકાર છે. અંગ્રેજી ભાષા પર બહું જ સારું પ્રભુત્વ અને આઈટીની જાણકારી હોવાથી તેને સરળતાથી નોકરી મળી જતી હતી. તે છેલ્લે જે કંપનીમાં નોકરી કરતી હતો ત્યાં તેનું પેકેજ 18થી 22 લાખ હતું.

મળતી માહિતી પ્રમાણે પત્નીની હત્યાના આરોપી તરુણ બેંગ્લુરુ સ્થિત ઓરેકલમાં મેનેજમેન્ટમાં સીનિયર મેનેજર તરીકે નોકરી કરતો હતો. આરોપી બેંગ્લુરુમાં નામ બદલીને રહેતો હોવાથી પોલીસના હાથમાં આવ્યો નહોતો.