Reservation/ મરાઠા આરક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે જાણો શું આપ્યો ચુકાદો?

કોરોનાકાળ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દાએ જોર પકડ્યું છે. જે હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જેને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. 

Top Stories India
123 92 મરાઠા આરક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે જાણો શું આપ્યો ચુકાદો?

કોરોનાકાળ વચ્ચે છેલ્લા ઘણા દિવસોથી મહારાષ્ટ્રમાં મરાઠા અનામતનો મુદ્દાએ જોર પકડ્યું છે. જે હવે સુપ્રીમ કોર્ટ સુધી પણ પહોંચ્યો છે. જેને લઇને સુપ્રીમ કોર્ટે મોટો ચુકાદો આપ્યો છે. આપને જણાવી દઇએ કે, સુપ્રીમ કોર્ટે બુધવારે મહારાષ્ટ્રમાં મરાઠા અનામતને રદ કર્યું છે.

રાજકારણ / એવુ શું થયુ કે ગવર્નર જગદીપ ધનખડે બંગાળમાં રાષ્ટ્રપતિ શાસન લાદવાની આપી ચેતવણી?

કોર્ટે કહ્યું કે મરાઠા ક્વોટા 50% થી વધી શકે નહીં. આ સમાનતાનાં અધિકારનું ઉલ્લંઘન કરશે. જસ્ટિસ એલ નાગેશ્વરા રાવની અધ્યક્ષતાવાળી પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેંચે જસ્ટિસ અશોક ભૂષણની અધ્યક્ષતામાં જસ્ટિસ એસ.અબ્દુલ નઝીર, જસ્ટિસ હેમંત ગુપ્તા અને એસ જસ્ટિસ રવિન્દ્ર ભટ્ટે આ કેસનો ચૂકાદો આપ્યો હતો. બોમ્બે હાઈકોર્ટનાં નિર્ણયને પડકારતી અરજીઓ અંગેનાં ચુકાદામાં કોર્ટે કહ્યું, ‘અમને ઇન્દિરા સાહનીનાં નિર્ણય પર પુનર્વિચારણા કરવાનું કારણ મળ્યું નથી.’ જણાવી દઇએ કે, કોર્ટે 15 માર્ચે આ મામલે સુનાવણી શરૂ કરી હતી. બોમ્બે હાઈકોર્ટે જૂન 2019 માં કાયદાને સમર્થન આપતાં કહ્યું હતું કે, 16 ટકા અનામત યોગ્ય નથી અને રોજગારમાં અનામત 12 ટકાથી વધુ ન હોવી જોઈએ અને નોંધણીમાં તે 13 ટકાથી વધુ ન હોવી જોઈએ. વળી હાઇકોર્ટે મહારાષ્ટ્રની શૈક્ષણિક સંસ્થાઓ અને સરકારી નોકરીઓમાં મરાઠાઓ માટે અનામતનાં નિર્ણયને યથાવત રાખ્યુ હતું. પરંતુ સુપ્રીમ કોર્ટનાં આ નિર્ણય બાદ કોઈ પણ વ્યક્તિને મરાઠા અનામતનાં આધારે કોઇ નોકરી અથવા કોલેજની બેઠક આપવામાં આવશે નહીં.

મોટો નિર્ણય / કોરોનાની બીજી લહેરથી નિકળવા RBI એ 50 હજાર કરોડની સહાયની કરી ઘોષણા

સુપ્રીમ કોર્ટે પોતાનો ચુકાદો આપતા કહ્યું કે, મરાઠા સમુદાયને સામાજિક અને શૈક્ષણિક રીતે પછાત જાહેર ન કરી શકાય અને સરકારનાં આ નિર્ણયથી 2018 નાં મહારાષ્ટ્ર રાજ્યનાં સમાનતાનાં અધિકારનો ઉલ્લંઘન કરે છે. કોર્ટે એમ પણ કહ્યું હતું કે, સરકારનાં આ નિર્ણયને કારણે પી.જી. મેડિકલ અભ્યાસક્રમોમાં અપાયેલી પ્રવેશને જાળવી રાખવામાં આવશે અને નિર્ણયનાં આધારે મળેલી નોકરી પણ યથાવત રહેશે. અનામત ફક્ત પછાત વર્ગો માટે છે અને મરાઠા પછાત નથી.

sago str 3 મરાઠા આરક્ષણને લઇને સુપ્રીમ કોર્ટે જાણો શું આપ્યો ચુકાદો?