તથ્યનું એક કાંડ આવ્યું સામે/ નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર સ્પીડમાં જેગુઆર કારથી 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના એક પછી એક ભૂતકાળમાં કરેલા અનેક કાંડ સામે આવી રહ્યા છે.

Gandhinagar Top Stories Gujarat
Untitled 51 નવ યુવાનોનો ભોગ લેનારા તથ્ય પટેલનું ત્રીજું કારસ્તાન આવ્યું સામે, 6 મહિના પહેલા જ કર્યું હતું એવું કે..

અમદાવાદના ઇસ્કોન ઓવર બ્રિજ પર સ્પીડમાં જેગુઆર કારથી 9 લોકોને કચડી નાખનાર તથ્ય પટેલના એક પછી એક ભૂતકાળમાં કરેલા અનેક કાંડ સામે આવી રહ્યા છે. ઇસ્કોન બ્રિજ અકસ્માત પહેલા તેણે સિંધુભવન રોડ પર આવેલ એક કાફેમાં થાર ઘુસાડી દીધી હતી આટલું જ નહીં પરંતુ ગાંધીનગરમાં પણ એ જ પ્રકારે તથ્ય પટેલે અકસ્માત સર્જ્યો હોવાનું સામે આવ્યું છે.  એક પછી એક આ નબીરાના અકસ્માત કાંડ સામે આવી રહ્યા છે. હકીકત એ પણ સામે આવી છે કે સાંતેજ પોલીસ સ્ટેશન વિસ્તાર હેઠળના બળિયાદેવ મંદિરમાં જગુઆર કાર ઘૂસી ગઈ હતી અને 20,000 રૂપિયાનું નુકસાન કર્યું હતું. પોલીસને શંકા છે કે થર્ટી ફર્સ્ટની ઉજવણી કરવા નીકળ્યો હશે અને આ અક્સ્માત કર્યો હતો.

જણાવીએ કે, તથ્ય પટેલે જગુઆર કાર ગામની ભાગોળે આવેલ બળિયાદેવ મંદિરના થાંભલા સાથે અથડાવી હતી. 1 જાન્યુઆરી, 2023 ના રોજ, સવારના 3 થી 5 વાગ્યાની વચ્ચે, એક ડ્રાઇવરે ગામના મુખ્ય માર્ગ, સાણંદ તરફ જતા મુખ્ય માર્ગ પર બળિયાદેવ મંદિરની સામે એક થાંભલા સાથે કાર અથડાવી હતી. તથ્ય પટેલ સિંધુ ભવન રોડ, એસપી રિંગ રોડ અને શહેરના અન્ય રસ્તાઓ પર 120 કિમી પ્રતિ કલાકથી 140 કિમી પ્રતિ કલાકની ઝડપે ગાડી ચલાવતો હતો.

કાર મંદિરના પિલર સાથે અથડાયા બાદ મંદિરનો ધાબાનો ભાગ નમી ગયો હતો અને મંદિરને 20 હજારનું નુકસાન થયું હતું. જોકે,ત્યારે થયેલા આ અકસ્માતના કોઈ પુરાવા ન હોવાથી કોઈએ ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ ઇસ્કોન અકસ્માત બાદ જયારે તથ્યના મિત્રોની પૂછપરછ કરવામાં આવી ત્યારે તેના મિત્રોએ ઉપરોક્ત મંદિરમાં પણ કાર ઘુસાડી દીધી હોવાનું નિવેદન આપ્યું હતું. જેના પગલે મણાજી ઠાકોરે ઉક્ત અકસ્માત સંદર્ભે તથ્ય પ્રજ્ઞેશભાઇ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે.

અમદાવાદમાં આવેલા ઈસ્કોન બ્રિજ પર 20 જુલાઈની મધ્યરાત્રીએ તથ્ય પટેલે 142થી વધુ કિમીની ઝડપે જેગુઆર કાર ચલાવીને ભયંકર અકસ્માત સર્જયો હતો. આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થયા હતા. અકસ્માત સર્જનાર તથ્ય પટેલની કારને લઈને મોટો ખુલાસો થયો છે. જેગુઆર કંપનીના રિપોર્ટ પ્રમાણે ગાડીની સ્પીડ 137 કિમીથી વધુ હતી અને અકસ્માત સર્જયા બાદ કાર 108 Kmની સ્પીડથી લોક થઈ ગઈ હતી.

ઇસ્કોન બ્રિજ પર 9 લોકોના જીવ લેવા બદલ ટ્રાફિક પોલીસે દુષ્કર્મ કેસના આરોપી પિતા પ્રજ્ઞેશ પટેલના પુત્ર તથ્ય પટેલની ધરપકડ કરી હતી. જો કે, સોમવારે તેના રિમાન્ડ પૂર્ણ થતાં કોર્ટે તેને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલી આપ્યો હતો. આથી ટ્રાફિક પોલીસે તથ્યને તેના નવા સરનામા એટલે કે સાબરમતી સેન્ટ્રલ જેલ મોકલી દીધો હતો. જ્યાં તથ્યને કાચા કામના કેદી નંબર 8363 આપ્યો હોવાનું સામે આવ્યું છે.

આ પણ વાંચો:જૂનાગઢમાં ઈમારત ધરાશાયી થતા બે પુત્રો અને પતિ ગુમાવ્યા બાદ મહિલાનો આપઘાત

આ પણ વાંચો:વડાપ્રધાન નરેન્દ્ર મોદી 27 જુલાઈએ આવશે ગુજરાતની મુલાકાતે, સૌરાષ્ટ્રને આપશે મોટી ભેટ

આ પણ વાંચો:ફ્રુટવાળાએ ગૃહમંત્રી હર્ષ સંઘવીને કહ્યું પોતે વ્યાજખોરિના ચક્કરમાં ફસાયો છે સુરત પોલીસે 48 કલાકમાં જ કરી મદદ

આ પણ વાંચો:રીલ્સનો કેવો ક્રેઝ છે! લોકોએ લાઈક્સ અને વ્યુઝ માટે રસ્તાની વચ્ચે કર્યા ગરબા