Not Set/ એવું તો શું થયું જે રાજ્યસભામાં અરુણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને હાથ મિલાવવાની પાડી ના…?. વાંચો.

નવી દિલ્હી, સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં ગુરુવારનાં રોજ ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હરિવંશ નારાયણ સિંહની રાજ્યસભાના ઉપ સભાપતિ તરીકે ચુંટાઇ આવ્યા છે. હરિવંશ સિંહની પસંદગી ઉપસભાપતિ તરીકે થયા બાદ અભિનંદન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં તેમની બેઠક પાસે ગયા અને ભાવભેર એમણે હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી. જો કે ત્યારબાદ પીએમ મોદી […]

Top Stories India Trending
એવું તો શું થયું જે રાજ્યસભામાં અરુણ જેટલીએ પ્રધાનમંત્રી મોદીને હાથ મિલાવવાની પાડી ના...?. વાંચો.

નવી દિલ્હી,

સંસદના ઉપલાગૃહ રાજ્યસભામાં ગુરુવારનાં રોજ ડેપ્યુટી ચેરમેનની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીમાં હરિવંશ નારાયણ સિંહની રાજ્યસભાના ઉપ સભાપતિ તરીકે ચુંટાઇ આવ્યા છે. હરિવંશ સિંહની પસંદગી ઉપસભાપતિ તરીકે થયા બાદ અભિનંદન આપવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી પહેલાં તેમની બેઠક પાસે ગયા અને ભાવભેર એમણે હાથ મિલાવીને શુભેચ્છા પાઠવી હતી.

જો કે ત્યારબાદ પીએમ મોદી કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી તરફ ગયા અને તેમની તરફ હાથ લંબાવ્યો હતો, ત્યારે નાણામંત્રી જેટલીએ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો ન હતો. ત્યારે હવે આ મામલે અનેક સવાલો સામે આવી રહ્યા છે કે, નાણામંત્રીએ વડાપ્રધાન સાથે હાથ કેમ ન મળાવ્યો.

પીએમ મોદી જયારે કેન્દ્રીયમંત્રી અરુણ જેટલી તરફ ગયા અને તેમની તરફ હાથ લંબાવ્યો હતો, ત્યારે નાણામંત્રી જેટલીએ પીએમ મોદી સાથે હાથ મિલાવ્યો ન હતો અને હસીને તેઓએ ઈશારો કર્યો હતો કે, તેઓ હાથ મેળવી શકશે નહી. પછી અરુણ જેટલીએ બે હાથ જોડીને નમસ્કાર કર્યા હતા અને મોદીએ પણ તેમનો વળતો જવાબ આપ્યો હતો.

આ સમગ્ર ઘટના એ છે કે, અરુણ જેટલીએ થોડાક સમય અગાઉ જ કિડની ટ્રાન્સપ્લાન્ટનું ઓપરેશન કરાવ્યું છે અને ત્રણ મહિનાનાં આરામ બાદ તેઓ સંસદમાં પાછા ફર્યા છે. ડોકટરે એમને આરામની સલાહ આપી હતી, જેને કારણે ત્રણ મહિના સુધી તેઓ ઘરે જ રહ્યા હતા.

ડોકટરે અરુણ જેટલીને એવી સલાહ આપી છે કે, તેઓ લોકો સાથે મેળાપ ઓછો રાખે, જેના કારણે તેમની તબિયત પર કોઈ ખરાબ અસર ન પડે.

તેમની તબિયતને ધ્યાનમાં લઈને રાજ્યસભાના સભાપતિ વેન્કૈયા નાયડુએ સભાના પહેલાં જ સદનમાં સભ્યોને ચેતવણી આપવી પડી હતી કે, જેટલીને કોઈ સ્પર્શ કરવાની કોશિશ ન કરે કે ન તો તેમની નજીક જવાની કોશિશ કરે. કારણ કે, તેમની તબિયત હજી સુધરી રહી છે.

મહત્વનું છે કે, અરુણ જેટલીના નાણા વિભાગની જવાબદારી હાલ કેન્દ્રીયમંત્રી પીયુષ ગોયલ બજાવી રહ્યા છે. અરુણ જેટલીનું સ્વાગત સત્તારૂઢ એનડીએના નેતાઓ સિવાય પૂર્વ પ્રધાનમંત્રી મનમોહનસિંહ, પૂર્વ રક્ષા મંત્રી એ.કે.એંટની જેવા વિપક્ષનાં નેતાઓએ પણ ટેબલ પર હાથ થપથપાવીને કર્યું હતું.