Not Set/ આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

ક્રૂઝ પર હાજર NCB ની ટીમે દરોડાની જાહેરાત કરતાની સાથે જ ડ્રગ પાર્ટી કરનારા તમામ આરોપીઓએ NCB ટીમને શંકા ન હોય તેવા સ્થળોએ પોતાની પાસે રહેલો ડ્રગ્સ છુપાવવા પ્રયાસ કર્યો હતો.

Top Stories Entertainment
amazone 4 આર્યને દરોડા બાદ આંખોના લેન્સ કવરમાં તો છોકરીઓએ સેનેટરી પેડમાં આ રીતે છુપાવ્યું હતુ ડ્રગ

દરિયાની વચ્ચે ક્રુઝ ડ્રગ્સ પાર્ટીમાં અભિનેતા શાહરૂખ ખાનના પુત્ર આર્યન ખાન સહિત 8 ની ધરપકડ બાદ કેટલાક નવા ખુલાસા થયા છે. ક્રૂઝ પર હાજર NCBની ટીમે દરોડાની જાહેરાત કરતાની સાથે જ ડ્રગ પાર્ટી કરનારા તમામ આરોપીઓએ NCB ટીમને શંકા ન હોય તેવા સ્થળોએ પોતાની પાસે રહેલો ડ્રગ્સ છુપાવવા પ્રયાસ કર્યો હતો. પરંતુ NCBની બાજ નજરોએ તેને ઝડપી પડ્યું હતું. કોઈએ ડ્રગ આંખના લેન્સ બોક્સમાં છુપ્પાવ્યું હતું તો છોકરીઓએ સેનેટરી પેડ્સ વચ્ચે છુપાવ્યું હતું.

NCB ના સૂત્રોના જણાવ્યા અનુસાર, આર્યન ખાનની આંખના લેન્સના કવરમાંથી ડ્રગ મળી આવ્યું હતું. આ સિવાય પાર્ટીમાં હાજર મુનમુન ધામિચાએ સેનેટરી પેડની વચ્ચે ડ્રગ્સ છુપાવ્યું હતું. આર્યન સાથે પકડાયેલા અરબાઝ મર્ચન્ટે ડ્રગ્સને તેના જૂતાની અંદર છુપાવ્યા હોવાનું કહેવાય છે. આ સિવાય આ કેસમાં પકડાયેલા અન્ય 5 માંથી બે આરોપીઓએ ડ્રગ્સ ફેંકવાનો પણ પ્રયાસ કર્યો હતો. જોકે, NCB ની 22 સભ્યોની ટીમે સતર્કતા દાખવી અને યોગ્ય સમયે તેને પકડી લીધા હતા.  આ તમામની નાર્કોટિક ડ્રગ્સ અને સાયકોટ્રોપિક સબસ્ટન્સ એક્ટ (NDPS) ની ચાર કલમો હેઠળ ધરપકડ કરવામાં આવી છે.

દરિયાની વચ્ચે જ કેમ રાખી હતી પાર્ટી ?

આ બાબતે એક નવો ઘટસ્ફોટ પ્રકાશમાં આવ્યો છે કે આરોપીઓએ તેમની પાર્ટી માટે જાણી જોઈને આ ક્રૂઝ પસંદ કરી હતી. હકીકતમાં, આ જહાજ મુંબઈથી ગોવા જતા થોડા સમય માટે આંતરરાષ્ટ્રીય જળ સીમમાં  પણ મુસાફરી કરે છે. આરોપીઓ માનતા હતા કે જો તેઓ આંતરરાષ્ટ્રીય જળસીમામાં ડ્રગ્સ લેતા પકડાય તો પણ ભારતીય કાયદો તેમને લાગુ પડતો નથી અને તેઓ સરળતાથી છટકી જાય છે. જો કે, વાનખેડે અને તેની ટીમ પહેલેથી જ આ બાબતે વાકેફ હતી, તેથી તેઓ મુસાફરો તરીકે ક્રુઝમાં પહેલેથી જ પહોચી ગયા હતા.

રેવ ઉપરાંત, પૂલ પાર્ટીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું

આ ક્રૂઝમાં ડીજેને પણ બોલાવવામાં આવ્યો હતો અને તે પણ પરફોર્મ કરવાનો હતો. આ સિવાય તેમાં એક પૂલ પાર્ટી પણ રાખવામાં આવી હતી. દિલ્હી સ્થિત એક કંપનીએ આ ક્રૂઝ પાર્ટીનું આયોજન કર્યું હતું, આયોજકની પણ આ મામલે પૂછપરછ કરવામાં આવશે.

NCB એ આ દરોડો પાડ્યો હતો

ક્રુઝ 2 જી ઓક્ટોબરે બપોરે 2 વાગ્યે મુંબઈથી નીકળવાનું હતું અને 3 જી ઓક્ટોબરે ગોવા ગયા વિના દરિયાઈ મુસાફરી કરી મુંબઈ પરત ફરવાનું હતું. દરમિયાન, NCB ઝોનલ ડિરેક્ટર સમીર વાનખેડેને  આ અંગે પહેલાથી જ માહિતી મળી હતી. અને તેને આધારે તેઓ તેમની સાથે ક્રુઝ ઉપર મુસાફરના વેશમાં ચઢી ગયા હતા. જ્યારે સમીર વાનખેડે તપાસ કરી તો જાણવા મળ્યું કે આ ક્રુઝ શિપની લગભગ તમામ ટિકિટ ઓનલાઈન બુક કરવામાં આવી છે. કેટલીક બેઠકો ખાલી હતી. NCB ની ટીમે આ ક્રુઝ શિપમાં જે પણ સીટો ખાલી હતી તે બુક કરી અને ત્યાં પહોંચી. જલદી જ આ ક્રુઝ શિપની મુસાફરી શરૂ થઈ, આરોપીઓએ પાર્ટી શરૂ કરી. NCBની ટીમે પહેલા છુપાયેલા કેમેરાથી તેમનો વીડિયો બનાવ્યો અને પછી દરોડાની જાહેરાત કરી.

આર્યન ખાનના વોટ્સએપ ચેટમાંથી મહત્વનો ખુલાસો

આર્યન ખાનના ફોનની વોટ્સએપ ચેટ પરથી પણ એક મહત્વનો ઘટસ્ફોટ થયો છે. મીડિયા રિપોર્ટ અનુસાર જાણવા મળ્યું છે કે તેઓ કેટલાક ડ્રગ પેડલર્સના સંપર્કમાં પણ હતા. આ કેસમાં બહાર આવેલા મેમો અનુસાર, ત્રણ આરોપીઓના કબજામાંથી 13 ગ્રામ કોકેન, 5 ગ્રામ એમડી, 21 ગ્રામ ચરસ અને એમડીએમએની 22 ગોળીઓ મળી આવી હતી. આ કેસમાં ધરપકડ કરાયેલા લોકો સામે કલમ 8 સી, 20 બી, 27, 35 હેઠળ કેસ નોંધવામાં આવ્યો છે અને ધરપકડ કરવામાં આવી છે.

NCBનો દાવો / આર્યન ખાન કોડવર્ડમાં ચેટ કરતો હતો, ફોનમાં આંતરરાષ્ટ્રીય ડ્રગ સ્મગલિંગના પણ પુરાવા મળ્યા

Technology / વારંવાર લેપટોપ હેંગ થઇ રહ્યું છે અને સ્ક્રીન ‘બ્લેક’ થી પરેશાન છો ? આ રીતે કરો સમસ્યાને ઠીક

Technology / તમારા આધાર કાર્ડ પર કેટલા મોબાઈલ નંબર રજીસ્ટર્ડ છે? આ રીતે જાણી શકો છો