Not Set/ જે ડોકટરે કોરોનાવાયરસથી વિશ્વને સૌથી પહેલા કર્યું એલર્ટ, તેમનું વાયરસથી થયું મોત

કોરોનાવાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે નિધન થયું છે. ચીનના સત્તાવાર અખબાર દ્વારા આ માહિતી આપવામાં અવી છે. ડો. લી વેનલિયાન્ગનું મૃત્યુ કોરોનાવાયરસને કારણે થયું છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાવાયરસના સમાચારોને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતો. તે વખતે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલથી એક વીડિયો પોસ્ટ કર્યો અને લોકોને […]

Top Stories World
Untitled 59 જે ડોકટરે કોરોનાવાયરસથી વિશ્વને સૌથી પહેલા કર્યું એલર્ટ, તેમનું વાયરસથી થયું મોત

કોરોનાવાયરસને લઈને સૌથી પહેલા વિશ્વને ચેતવણી આપનાર ચીની ડોક્ટર લી વેનલિયાન્ગનું ગુરુવારે નિધન થયું છે. ચીનના સત્તાવાર અખબાર દ્વારા આ માહિતી આપવામાં અવી છે. ડો. લી વેનલિયાન્ગનું મૃત્યુ કોરોનાવાયરસને કારણે થયું છે. ચીનના વુહાન શહેરમાં કોરોનાવાયરસના સમાચારોને છુપાવવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યા હતો. તે વખતે ડોક્ટર લી વેનલિયાન્ગે હોસ્પિટલથી એક વીડિયો પોસ્ટ કર્યો અને લોકોને કોરોનાવાયરસ વિશે ચેતવણી આપી હતી.

આ પછી ચીનના સ્થાનિક આરોગ્ય વિભાગ દ્વારા 34 વર્ષીય ડોક્ટર લી વેનલિયાન્ગની પૂછપરછ કરવામાં આવી હતી. આટલું જ નહીં વુહાન પોલીસે ડો.લી વેનલિયાન્ગને નોટિસ પણ ફટકારી હતી અને તેના પર સોશિયલ મીડિયા દ્વારા અફવા ફેલાવવાનો આરોપ લગાવામાં આવ્યો હતો. કોરોનાવાયરસનો ભોગ બન્યા બાદ 12 જાન્યુઆરીએ ડોક્ટર લી વેનલિયાન્ગને હોસ્પિટલમાં દાખલ કકરવામાં આવ્યા હતા. દર્દીના સંપર્કમાં આવ્યા બાદ તેને કોરોનાવાયરસનો ચેપ લાગ્યો હતો.

ગત વર્ષે 30 ડિસેમ્બરે ડોક્ટર લી વેનલિયાન્ગે તેના સાથી ડોકટરોને એક ચેટ જૂથમાં સંદેશ મોકલ્યો હતો અને આ વાયરસના જોખમ વિશે જણાવ્યું હતું. ડોક્ટર લી વેવેનલિયાન્ગે તેના સાથી ડોકટરોને ચેતવણી આપી છે કે તેઓ આ વાયરસથી બચવા માટે ખાસ કપડાં પહેરે.

વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન (ડબ્લ્યુએચઓ) એ ચિની ડોક્ટર લી વેનલિયાન્ગના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના સત્તાવાર ટ્વિટર હેન્ડલના એક ટ્વિટમાં કહેવામાં આવ્યું છે કે ડો. લી વેનલિયાન્ગના નિધનથી અમને ખૂબ દુ:ખ થયું છે.

ચીનથી ફેલાયેલા કોરોનાવાયરસ અંગે પણ ભારત સંપૂર્ણ સજાગ છે. ચીન, જાપાન, સિંગાપોર અને થાઇલેન્ડના એક લાખથી વધુ મુસાફરોની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી છે. આરોગ્ય મંત્રાલયે કોરોના વાયરસની તપાસ માટે આંતરરાષ્ટ્રીય વિમાની મથકો પર નિષ્ણાત તૈનાત કર્યા છે. હાલમાં, 21 એરપોર્ટ્સ પર થર્મલ સ્ક્રિનિંગ કરવામાં આવી રહી છે.

આરોગ્ય મંત્રાલયના સચિવ પ્રીતિ સુદાનને જણાવ્યું હતું કે 1265 વિમાન સાથે વિદેશથી આવેલા એક લાખ 38 હજાર 750 મુસાફરોની થર્મલ સ્ક્રિનીંગ કરવામાં આવી ચુક્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.