કોરોના/ WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ કોરોનાના નવા વેરિઅન્ટ ઓફ કંસર્ન (VOC) વેરિઅન્ટ ઓફ ઇંટરેસ્ટ (VOI)નું નામ ગ્રીક આલ્ફાબેટસનો ઉપયોગ કરતાં રાખવાની જાહેરાત કરી છે.

Top Stories India
A 5 WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ

વિશ્વ સ્વાસ્થય સંગઠન (WHO)એ કોરોનાના નવા વેરિઅન્ટ ઓફ કંસર્ન (VOC) વેરિઅન્ટ ઓફ ઇંટરેસ્ટ (VOI)નું નામ ગ્રીક આલ્ફાબેટસનો ઉપયોગ કરતાં રાખવાની જાહેરાત કરી છે. આવું SARS-CoV-2ના મુખ્ય વર્ઝનને સરળતાથી યાદ રાખવાની દ્રષ્ટિથી કરાયું છે. તેના અંતર્ગત સૌથી પહેલાં જે કોરોના વેરિઅન્ટ ભારતમાં મળ્યા તેને ડેલ્ટા કહેવાશે. જ્યારે ભારતમાં પહેલાં મળેલા બીજા વર્ઝનને કપ્પા કહેવાશે.

ભારતમાં પહેલી અને બીજી લહેરમાં કોરોના પોતાનો પ્રકોપ બતાવી ચુક્યુ છે.ત્યારે ભારતે ઓક્ટોબર 2020માં મળેલા કોરોના વેરિએન્ટ B.1.617.2 G/452R.V3 ને ડેલ્ટા નામ આપવામાં આવ્યુ છે.જ્યારે દેશમાં કોરોનાની બીજી લહેર દરમિયાન નોંધાયેલા સ્ટ્રેન બી.1 617.1ને કપ્પા નામ આપવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ઓહ માય ગોડ, જમીનના અંદરથી નીકળ્યા ૨૦૦થી વધુ મૃતદેહ, જાણો કયા દેશમાં

WHOએ કહ્યું કે કોવિડ વેરિઅન્ટના આ નામ હાલના વૈજ્ઞાનિક નામોમાં પરિવર્તન કરશે નહીં. આ નામ પહેલાંની જેમ જ ભવિષ્યના પણ વૈજ્ઞાનિક અનુસંધાન માટે ઉપયોગ કરાશે. જો કે વૈજ્ઞાનિક નામ આખી દુનિયામાં એક જ હોય છે જે તેની વિશેષતાઓના આધાર પર રખાય છે.

ભારતની આપત્તિ બાદ WHOએ પણ તેની પર પ્રતિક્રિયા આપી હતી. WHOએ ટ્વીટર પર શૅર કરીને પોતાના નિવેદનમાં કહ્યું હતું કે, વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશન કોઈ પણ વેરિયન્ટ્સને દેશના નામ પર રિપોર્ટ નથી કરતું. સંગઠન વાયરસના નવા સ્વરૂપને તના વૈજ્ઞાનિક નામથી સંદર્ભિત કરે છે અને બાકીના લોકોને પાસેથી પણ આવું જ કરવાની અપેક્ષા રાખે છે.

બ્રિટનમાં 2020ના સપ્ટેમ્બર મહિનામાં મળી આવેલા વેરિએન્ટનું નામ ‘અલ્ફા’ રાખવામાં આવ્યું છે. જ્યારે સાઉથ આફ્રિકામાંથી મળી આવેલા વેરિએન્ટનું નામ ‘બીટા’ રાખવામાં આવ્યું છે. સંગઠને નવેમ્બર 2020માં બ્રાઝિલમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘ગામા’ રાખ્યું હતું જ્યારે યુએસમાંથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘એપ્સિલોન’ રાખ્યું હતું અને જાન્યુઆરી 2021માં ફિલિપાઈન્સ ખાતેથી મળી આવેલા સ્ટ્રેનનું નામ ‘થીટા’ રાખ્યું હતું.

kids corona2 WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ

ઉલ્લેખનીય છે કે ભારતમાં મળી આવેલા કોરોના વેરિએન્ટને લઈ ભારે વિવાદ થયો હતો. સરકારે થોડા સમય પહેલા સોશિયલ મીડિયા કંપનીઓને પોતાના પ્લેટફોર્મ પરથી એવા તમામ કન્ટેન્ટને તાત્કાલિક દૂર કરવા કહ્યું હતું જેમાં કોરોના વાયરસના વેરિએન્ટને ઈન્ડિયા નામ સાથે જોડીને લખવામાં આવ્યું હતું.

આ પણ વાંચો :PM મોદીથી માસૂમ બાળકીએ કરી ફરિયાદ, કહ્યું- હોમવર્કનું ભારણ વધારે છે

નોંધનીય છે કે, મે મહિનાના પહેલા પખવાડિયામાં ભારતમાં મળેલા કોરોના સ્ટ્રેનને ભારતીય કહેવા પર વિવાદ થઈ ગયો હતો. કેન્દ્ર સરકારે તે અહેવાલોને નકારી કાઢ્યા હતા જેમાં કહેવામાં આવ્યું હતું કે WHOએ કોવિડના B.1.617 વેરિયન્ટને ભારતીય વેરિયન્ટ કહ્યો છે. સરકારે કહ્યું હતું કે WHOએ ક્યારે પણ ભારતીય શબ્દનો પ્રયોગ નથી કર્યો.

આ પણ વાંચો : દિલ્હી-NCRમાં ભારે આંધી બાદ વરસાદ વરસતા વાતાવરણમાં પસરી ઠંડક

kalmukho str 28 WHOએ ભારતમાં મળેલા કોરોના વેરિયન્ટ્સનું કર્યું નામકરણ, જાણો શું આપ્યું નામ