Not Set/ PM મોદીએ ‘મન કી બાત’ કાર્યક્રમ દ્વારા દેશને કર્યું સંબોધિત, કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાથી મન કી બાતનાં 81 મા એપિસોડને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનાં તમામ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે. 

Top Stories India
1 372 PM મોદીએ 'મન કી બાત' કાર્યક્રમ દ્વારા દેશને કર્યું સંબોધિત, કહ્યુ- વર્ષમાં એક વખત નદી ઉત્સહ મનાવવો જોઇએ

વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે સવારે 11 વાગ્યાથી મન કી બાતનાં 81 માં એપિસોડને સંબોધિત કરી રહ્યા છે. મન કી બાત કાર્યક્રમ ઓલ ઇન્ડિયા રેડિયો અને દૂરદર્શનનાં તમામ નેટવર્ક પર ટેલિકાસ્ટ કરવામાં આવી રહ્યો છે.

વડાપ્રધાને કહ્યું કે, નાના પ્રયત્નો ક્યારેક મોટા ફેરફારો લાવે છે, અને જો આપણે મહાત્મા ગાંધીનાં જીવન પર નજર કરીએ, તો આપણે દરેક ક્ષણે અનુભવીશું કે કેવી રીતે નાની વસ્તુઓ લઈને મોટા સંકલ્પો કરવા જોઈએ. લોકો જાણે છે કે હું ક્યારેય સ્વચ્છતા વિશે બોલવાની તક છોડતો નથી અને કદાચ એટલે જ આપણા ‘મન કી બાત’ શ્રોતાઓમાંથી એક શ્રી રમેશ પટેલે લખ્યું, આપણે આઝાદીનાં આ “અમૃત મહોત્સવ” માં આર્થિક સ્વચ્છતા વિશે બાપુ પાસેથી શીખીએ છીએ. આપણા માટે ખુશીની વાત છે કે આજે ગ્રામ્ય વિસ્તારોમાં પણ સામાન્ય માનવી પણ ફિન-ટેક UPI સાથે ડિજિટલ વ્યવહારો કરવાની દિશામાં જોડાઈ રહ્યા છે, તેનો ટ્રેન્ડ વધવા લાગ્યો છે. PM મોદીએ કહ્યુ કે- તમિલનાડુમાં નાગા નદી સુકાઈ ગઈ હતી, પરંતુ ગ્રામીણ મહિલાઓની પહેલ અને સક્રિય લોકભાગીદારીનાં કારણે નદી જીવંત થઈ અને નદી હજુ પણ પાણીથી ભરેલી છે.

PM મોદીએ કહ્યુ- થોડા દિવસો પહેલા, સિયાચીન ગ્લેશિયરનાં દુર્ગમ વિસ્તારમાં, 8 દિવ્યાંગોની ટીમે 15 હજાર ફૂટથી વધુની ઉંચાઈ પર સ્થિત ‘કુમાર પોસ્ટ’ પર પોતાનો ધ્વજ લહેરાવીને વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે. આ પરાક્રમ સમગ્ર દેશ માટે પ્રેરણા છે. આજે દેશમાં દિવ્યાંગજનનાં કલ્યાણ માટે ઘણા પ્રયત્નો થઈ રહ્યા છે. મને ઉત્તરપ્રદેશમાં થઇ રહેલા એવા જ એક પ્રયત્ન One Teacher, One Call વિશે જાણવાની તક મળી. બરેલીમાં આ અનોખો પ્રયાસ દિવ્યાંગ બાળકોને એક નવો રસ્તો બતાવી રહ્યો છે.

આ પણ વાંચો – મોદીની માસ્ટરી /  રાજકારણમાં ‘સોશ્યિલ એન્જીનિયરીંગ’ ના ‘શહેનશાહ’ નરેન્દ્ર મોદી

આજે, આઝાદીનાં 75 માં વર્ષમાં, જ્યારે આપણે આઝાદીનાં અમૃત પર્વની ઉજવણી કરી રહ્યા છીએ, આજે આપણે સંતોષ સાથે કહી શકીએ છીએ કે ખાદીને આઝાદીની ચળવળમાં જે ગૌરવ મળ્યુ હતું, આજે આપણી યુવા પેઢી ખાદીને તે ગૌરવ આપી રહી છે. અમૃત મહોત્સવમાં દેશમાં સ્વતંત્રતાનાં ઇતિહાસની અનટોલ્ડ સ્ટોરીઝ લોકો સુધી પહોંચાડવા માટે એક અભિયાન પણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં 13 હજારથી વધુ લોકોએ 14 અલગ અલગ ભાષાઓમાં આ અભિયાન માટે પોતાની નોંધણી કરાવી છે. 5000 થી વધુ નવા ઉભરતા લેખકો સ્વાતંત્ર્ય સંગ્રામમાં સામેલ ન થયેલા નાયકોની વાર્તાઓ શોધી રહ્યા છે. દેશનાં યુવાનોએ નક્કી કર્યું છે કે તેઓ તે સ્વાતંત્ર્ય સેનાનીઓનો ઇતિહાસ પણ દેશની સામે લાવશે, જેમની ચર્ચા છેલ્લા 75 વર્ષમાં પણ થઈ ન હોતી.

PM મોદીએ કહ્યુ કે-  જ્યારે આપણે આપણા દેશમાં નદીઓનાં મહિમાની વાત કરી રહ્યા છીએ, ત્યારે કોઈ પણ પ્રશ્ન પૂછશે કે ભાઈ, તમે નદીનાં આટલા ગીતો ગાઈ રહ્યા છો, તમે નદીને માતા તરીકે બોલાવી રહ્યા છો, તો પછી આ નદી પ્રદુષિત કેમ થાય છે? છઠ પૂજામાં નદીઓની સફાઈ કરવાની પરંપરા છે. જાહેર જાગૃતિથી નદીઓની સફાઈ શક્ય છે. પોતાના સંબોધનમાં તેમણે કહ્યું કે, આજકાલ ખાસ ઈ-ઓક્શન થઈ રહ્યું છે, જે ભેટો લોકોએ મને સમય સમય પર આપી છે. આ હરાજીમાંથી જે નાણાં આવશે તે ‘નમામી ગંગે’ અભિયાન માટે સમર્પિત કરવામાં આવશે.

વડાપ્રધાન નરેન્દ્ર મોદી તેમના માસિક રેડિયો કાર્યક્રમ મન કી બાત દ્વારા રાષ્ટ્રને સંબોધિત કરી રહ્યા છે. પોતાના સંબોધનમાં તેમણે વિશ્વ નદી દિવસનો ઉલ્લેખ કર્યો હતો. તેમણે કહ્યું કે નદીઓ પોતાનું પાણી પીતી નથી. તે દાન કરે છે. આ જ કારણ છે કે આપણે નદીઓને માતા તરીકે ઓળખીએ છીએ. નદી આપણા માટે સજીવ છે.

આ પણ વાંચો – સંબોધન / UNમાં PM નરેન્દ્ર મોદીએ સંબોધનમાં કહ્યું ભારત લોકશાહીની માતા છે,આતંકવાદને રાજકીય હથિયાર ના બનાવો જોઇએ

વડાપ્રધાને પોતાના સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, તમે જાણો છો કે મારે એક મહત્વપૂર્ણ કાર્યક્રમ માટે અમેરિકા જવાનું છે, તેથી મેં વિચાર્યું કે અમેરિકા જતા પહેલા ‘મન કી બાત’ રેકોર્ડ કરવી સારી રહેશે. આપણા દેશમાં ઘણા લોકો મા ગંગા અથવા અન્ય કોઈ નદીનાં કિનારે વિતાવે છે. પહેલાનાં સમયમાં, સવારે સ્નાન કરતી વખતે નદીઓને યાદ રાખવાની પરંપરા હતી. જેમ આપણે આજે વિશ્વ નદી દિવસની ઉજવણી કરીએ છીએ, હું દેશભરનાં લોકોને વર્ષમાં ઓછામાં ઓછો એક વખત ‘નદી ઉત્સવ’ ઉજવવા વિનંતી કરું છું

આ રેડિયો પ્રોગ્રામની 81 મી આવૃત્તિ છે, જેને સાંભળવા માટે લોકો રેડિયો અને ટીવીની સામે બેઠા છે. આપને જણાવી દઇએ કે, મન કી બાત કાર્યક્રમ દરેક મહિનાનાં છેલ્લા રવિવારે પ્રસારિત થાય છે. આ વખતે મન કી બાત કાર્યક્રમ એવા સમયે થઈ રહ્યો છે જ્યારે પ્રધાનમંત્રી અમેરિકાની ત્રણ દિવસની સત્તાવાર યાત્રા પૂરી કરીને ભારત પરત ફરી રહ્યા છે. જો તમને યાદ હોય તો, આ મહિનાની શરૂઆતમાં, પ્રધાનમંત્રીએ મન કી બાત કાર્યક્રમની 81 મી આવૃત્તિ માટે નાગરિકો પાસેથી સૂચનો માંગ્યા હતા. વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ માયગોવ પોર્ટલની લિંક તેમના અંગત ટ્વિટર હેન્ડલ પર શેર કરવાનું કામ કર્યું.