ફિલ્મ પદ્માવાતી ૧ ડીસેમ્બરના રોજ રીલીઝ થશે અને રાજ્યમાં ચુંટણી ૯ થી ૧૪ ડીસેમ્બર વચ્ચે યોજાશે. આવા સમયમાં ફીલ્મના કારણે કોઈ વિવાદ ન સર્જાય તે માટે ભાજપ પૂર્વ તૈયારી કરી રહું છે.
ગુજરાતના દિગ્ગજ નેતા શંકરસિંહ વાઘેલા પછી ભાજપે પદ્માવાતી વિરુદ્ધ મોરચો જાહેર કર્યો છે, ભાજપે ચુંટણી પંચને લેખિત રજૂઆત કરી છે કે ફિલ્મ રીલીઝ થાય તે પેહલા રાજપૂત પ્રતિનિધિઓને દેખાડવામાં આવે જેથી ચુંટણીના માહોલમાં આ ફિલ્મ કારણે વિવાદ ન સર્જાય અને કાયદો વ્યવસ્થા જળવાઈ રહે.
સંજય લીલા ભણસાલી ફિલ્મ હિંદુ અને રાજપૂત સમુદાયના ઈતિહાસ સાથે છેડછાડ કરવામાં આવી છે. તેવામાં જો આ ફિલ્મ રીલીઝ કરવામાં આવશે તો તેને ઉગ્ર વિરોધ થશે અને તેનાથી સંપતીને નુકશાન થશે.
પ્રદેશ ઉપાધ્યક્ષ આ.કે..જાડેજા એવું પણ જણાવ્યું કે, પદ્માવતી ફિલ્મમાં ઐતિહાસિક તથ્યોને તોડી મરોડીને રજુ કરવામાં આવ્યા છે.
