Not Set/ પીએમ નરેન્દ્ર મોદી શ્રી સિદ્ધગંગા મઠ કેમ જઇ રહ્યા છે? આ મઠની ખાસિયતો શું છે..?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના તુમકુરમાં રહેશે. તુમકુરમાં પીએમ મોદી શ્રી સિદ્ધગંગા મઠ પર જશે. પીએમ મોદી અહીં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. સમગ્ર કર્ણાટકમાં મઠનું આગવું વર્ચસ્વ છે. રાજ્યમાં સૌથી વધુ પ્રભાવશાળી લિંગાયત સમુદાયની સંખ્યા 18 ટકા છે. શ્રી સિદ્ધગંગા મઠને લિંગાયત સમુદાયનો મુખ્ય મઠ માનવામાં આવે છે. સિદ્ધગંગા મઠ બેંગ્લોરથી 80 […]

Top Stories India
thequint 2019 12 74a9928c 9618 4695 873b 5f995bbec193 thumbnail 30121 pti12 30 2019 000101b 5 પીએમ નરેન્દ્ર મોદી શ્રી સિદ્ધગંગા મઠ કેમ જઇ રહ્યા છે? આ મઠની ખાસિયતો શું છે..?

વડા પ્રધાન નરેન્દ્ર મોદી આજે કર્ણાટકના તુમકુરમાં રહેશે. તુમકુરમાં પીએમ મોદી શ્રી સિદ્ધગંગા મઠ પર જશે. પીએમ મોદી અહીં એક જાહેર સભાને પણ સંબોધન કરશે. સમગ્ર કર્ણાટકમાં મઠનું આગવું વર્ચસ્વ છે.

રાજ્યમાં સૌથી વધુ પ્રભાવશાળી લિંગાયત સમુદાયની સંખ્યા 18 ટકા છે. શ્રી સિદ્ધગંગા મઠને લિંગાયત સમુદાયનો મુખ્ય મઠ માનવામાં આવે છે. સિદ્ધગંગા મઠ બેંગ્લોરથી 80 કિમી દૂર તુમકુરમાં છે. આ બધા સિવાય આ મઠને ભાજપ તરફી પણ માનવામાં આવે છે.

સિદ્ધગંગા મઠની વિશેષતા

શ્રી સિદ્ધગંગા મઠ  ખૂબ જ જૂનો અને એક પ્રકારનો ગુરુકુલ છે, જે ખૂબ જ સુંદર અને શાંત છે. આ મઠ જરૂરિયાતમંદ અને ગરીબોની સેવા કરે છે. આ મઠ પાંચ થી સોળ વર્ષની વયના 8000 થી વધુ ગરીબ બાળકોને મફત ખોરાક, આશ્રય અને શિક્ષણ પ્રદાન કરે છે. આ મઠમાં બાળકો સાથે કોઈ ભેદભાવ કરવામાં આવતો નથી.

અહીં બધા ધર્મો અને સમુદાયોના બાળકો આવે છે. શ્રી સિદ્ધગંગા મઠમાં અંધ શાળાની સુવિધા પણ છે જ્યાં 100 થી વધુ બાળકોને મફત શિક્ષણ, ભોજન અને છાત્રાલયની સુવિધા આપવામાં આવે છે.

સિદ્ધગંગા મઠનો ઇતિહાસ

શ્રી સિદ્ધગંગા મઠની સ્થાપના 15 મી સદીમાં શ્રી ગોશાલ સિદ્ધેશ્વર સ્વામીજીએ કરી હતી. ગયા વર્ષે સિદ્ધગંગા મઠના વડા શિવકુમાર સ્વામીનું 111 વર્ષની વયે અવસાન થયું, ત્યારબાદ 55 વર્ષિય સિદ્ધલિંગ મહાસ્વામીને મઠના વડા બનાવવામાં આવ્યા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.