સારા સમાચાર/ CSK ફ્રેન્ચાઈઝીનો મોટો ખુલાસો, 2023 IPLમાં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન બનશે MS ધોની

MS ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. આવી સ્થિતિમાં જો MS ધોની 2023ની IPLમાં રમે છે તો CSKની કપ્તાની ધોનીના હાથમાં રહેશે.

Top Stories Sports
MS ધોની

મહેન્દ્ર સિંહ ધોનીના ફેન્સ માટે એક સમાચાર સામે આવ્યા છે. જ્યાં, તે જાણી શકાય છે કે આવતા વર્ષની IPL (IPL 2023)માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન કોણ હશે. બે વર્ષ પહેલા આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લેનાર MS ધોની હાલમાં ઈન્ડિયન પ્રીમિયર લીગમાં રમી રહ્યો છે. આવી સ્થિતિમાં જો MS ધોની 2023ની IPLમાં રમે છે તો CSKની કપ્તાની ધોનીના હાથમાં રહેશે. આ વાતનો ખુલાસો ખુદ ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ કર્યો છે.

CSK ફ્રેન્ચાઇઝીના CEO કાશી વિશ્વનાથને પુષ્ટિ કરી છે કે IPL 2023માં CSK ટીમનો કેપ્ટન કોણ હશે. CSKના CEO અનુસાર, MS ધોની IPL 2023માં ચેન્નાઈ સુપર કિંગ્સનો કેપ્ટન રહેશે. આપને જણાવી દઈએ કે IPL 2022 પહેલા એમએસ ધોનીએ ટીમની કપ્તાની રવિન્દ્ર જાડેજાને સોંપી હતી, પરંતુ સતત હાર મળ્યા બાદ ધોનીએ ફરીથી કેપ્ટનશિપ સંભાળવી પડી હતી.

નોંધનીય છે કે IPL 2008થી શરૂ થઈ હતી. ત્યારથી ધોની ચેન્નાઈની કમાન સંભાળી રહ્યો છે. પરંતુ, ગયા વર્ષે IPL માં ચેન્નાઈ ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ થોડો ફેરફાર કર્યો હતો. ધોનીએ કેપ્ટનશીપ છોડીને ખુદ રવિન્દ્ર જાડેજાને કેપ્ટનશીપ સોંપી હતી. પરંતુ ટીમનું પ્રદર્શન ઘણું નિરાશાજનક રહ્યું હતું. જાડેજાની કપ્તાનીમાં ટીમ 8 મેચમાંથી માત્ર 2 જ જીતી શકી હતી. જે બાદ જાડેજાએ સુકાની પદેથી રાજીનામું આપી ધોનીને ફરી એકવાર કેપ્ટન બનાવ્યો હતો.

નોંધનીય છે કે IPL 2022 મેગા ઓક્શન પહેલા ચેન્નાઈ ફ્રેન્ચાઈઝીએ 4 ખેલાડીઓને રિટેન કર્યા હતા. તેણે સૌથી વધુ રકમ ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા પર ખર્ચી હતી, જેને રૂ. 16 કરોડમાં જાળવી રાખવામાં આવ્યો હતો. જ્યારે ધોનીને 12 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યો હતો. જ્યારે ઈંગ્લેન્ડના ઓલરાઉન્ડર મોઈન અલી અને ભારતીય બેટ્સમેન ઋતુરાજ ગાયકવાડને 8 કરોડ રૂપિયામાં રિટેન કરવામાં આવ્યા હતા.

આ પણ વાંચો: મોંઘવારી સામે રામલીલા મેદાનમાં કોંગ્રેસનો હલ્લાબોલ, મોટી સંખ્યામાં કાર્યકરો ઉમટ્યા

આ પણ વાંચો:જેલ એક્ટ ટૂંક સમયમાં અમલમાં આવશે, કેદીઓને મળશે આધુનિક સગવડ : કેન્દ્રિય ગૃહ મંત્રી અમિત શાહ

આ પણ વાંચો: અમિત શાહે વિરોધ પક્ષ પર કર્યા આકરા પ્રહાર,ચૂંટણી નજીક આવી એટલે કેટલાક લોકો નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનનોની લહાણી કરવા આવી ગયા