કેન્દ્રીય ગૃહમંત્રી અને સહકારિતા પ્રધાન અમિત શાહ આજે (4 સપ્ટેમ્બર) અમદાવાદની મુલાકાતે છે. ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદ અને ગાંધીનગરની ચાર સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ કર્યું હતું,આ પ્રસંગે તેમમે નામ લીધા વગર આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા હતા.અમિત શાહે આમ આદમી પાર્ટીનું નામ લીધા વગર તેમના પર પ્રહાર કરીને કટાક્ષ કરીને જણાવ્યું હતું કે અમુક લોકો પાંચ વર્ષ સુધી દિવસ રાત જોયા વગર મહેનત કરે છે. નવા લેંઘા ઝભ્ભા પહેરીને વચનની લહાણી આપે છે. આમ આદમી પાર્ટી સાથે કોંગ્રેસને પણ આડે હાથ લેતાં જણાવ્યું હતું કે પહેલા રથયાત્રા બંધ કરાવવી પડતી હતી. મારી બહેનો પોતાના પતિ કરફ્યુમા પાછા કેમ આવશે તેની ચિંતા રહેતી હતી
કોંગ્રેસના શાસનમાં દાણચોરોના રાજ આપણે જોયા છે. કોંગ્રેસીયાઓ ડ્રોપ આઉટ રેશિયો 37 ટકા કરી ગયા હતા જે આપણે શૂન્ય બરાબર કર્યો છે. ચૂંટણી પહેલા કોંગ્રેસીયાઓ ફરી નીકળી પડશે. જાતિવાદની વાત કરશે અને લાલચ આપશે. જનતા ગુજરાતને ઓળખે છે,ભાજપને પણ ઓળખે છે અને નરેન્દ્રભાઈને પણ ઓળખે છે. ભુપેન્દ્રભાઈએ જેટલું ભંડોળ મળ્યું તે સમયસર વાપર્યુ છે. આજે પ્રાથમિક શિક્ષણનો નવો અધ્યય શરૂ થઈ રહયો છે. યુવાનોને અમિત શાહે અપીલ કરી હતી કે ભૂલથી કોંગ્રેસને ના આવવા દેતા ઘરના વડીલોને પૂછજો ભૂતકાળ શુ હતો અને ભાજપ આવ્યા બાદ કેટલું પરિવર્તન આવ્યું છે.
