RBI MPC Meeting/ RBIની મોનિટરી પોલિસી જાહેર, રેપો રેટ 6.5 ટકા પર યથાવત

RBIએ છેલ્લી પાંચ નાણાકીય નીતિ સમીક્ષાઓમાં રેપો રેટમાં કોઈ ફેરફાર કર્યો નથી. રેપો રેટ છેલ્લે ફેબ્રુઆરીમાં વધારીને 6.5 ટકા કરવામાં આવ્યો હતો.

Top Stories Business
WhatsApp Image 2023 12 08 at 10.23.53 AM RBIની મોનિટરી પોલિસી જાહેર, રેપો રેટ 6.5 ટકા પર યથાવત

RBI એમપીસીએ ફરી એકવાર રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. એમપીસીની બેઠક બાદ RBI ગવર્નરે કહ્યું કે, વૈશ્વિક અનિશ્ચિતતાના વાતાવરણમાં પણ ભારતીય અર્થવ્યવસ્થાએ મજબૂતી બતાવી છે. બેંકોની બેલેન્સ શીટમાં મજબૂતી જોવા મળી છે. કેન્દ્રીય બેંકની MPCએ રેપો રેટને 6.5 ટકા પર યથાવત રાખ્યો છે. RBI ગવર્નરે FY24માં GDP વૃદ્ધિ 7 ટકા રહેવાનો અંદાજ મૂક્યો છે.

RBI ગવર્નર શક્તિકાંત દાસે આ મહત્વપૂર્ણ બાબતોની જાહેરાત કરી

એમપીસીની બેઠકમાં લેવાયેલા નિર્ણયોની માહિતી આપતા RBI ગવર્નરે જણાવ્યું હતું કે સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થા સતત વિકાસ કરી રહી છે. ઇનપુટ ખર્ચમાં ઘટાડાથી ઉત્પાદન ક્ષેત્ર મજબૂત બન્યું છે. સરકારી ખર્ચને કારણે રોકાણની ગતિ વધી છે. કૃષિ ધિરાણમાં વૃદ્ધિને કારણે રિકવરી વધુ સારી રહેવાની ધારણા છે. MPCના છમાંથી પાંચ સભ્યો અનુકૂળ વલણ પાછું ખેંચવાની તરફેણમાં છે. તમામ સભ્યો રેપો રેટને સ્થિર રાખવા સંમત થયા હતા. RBI ગવર્નરે કહ્યું કે નવેમ્બર અને ડિસેમ્બર મહિનામાં ખાદ્યપદાર્થોની કિંમતોમાં વધારો ફુગાવાના સંદર્ભમાં ચિંતાનું કારણ છે.

વૃદ્ધિ દર અંદાજ વધ્યો

•ચાલુ નાણાકીય વર્ષમાં છૂટક ફુગાવો 5.4 પર રહેવાની ધારણા છે.
•નાણાકીય વર્ષ 2024 માટે જીડીપી અંદાજ 6.5 થી વધીને 7 થયો.
•ફુગાવાને અંકુશમાં લેવા અને આર્થિક વૃદ્ધિને વેગ આપવા માટે અનુકૂળ વલણ પાછું ખેંચવાનું વલણ અકબંધ છે.
•સ્થાનિક માંગને કારણે ભારતીય અર્થવ્યવસ્થાની ગતિ ચાલુ છે.
•ઓક્ટોબર મહિનામાં 8 કોર સેક્ટરનો ગ્રોથ સારો રહ્યો હતો.
•ખાદ્ય અને ઈંધણનો ફુગાવો જુલાઈથી ઘટ્યો છે.
•ખાદ્ય ચીજવસ્તુઓમાં વધારાને કારણે છૂટક મોંઘવારી ફરી વધવાનો ખતરો છે.