Not Set/ ભરૂચ જીલ્લાની તમામ વિધાનસભાની બેઠકોનું શું છે રાજકીય ગણિત ? જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામની નજર વિધાનસભાની બેઠકોના રાજકીય ગણિત પર મંડરાયેલી છે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાં ભરૂચ શહેર-જીલ્લાની બેઠકોનું ૨૦૧૨ અને વતર્માન ઉમેદવારો અંગે માહિતીથી અવગત કરાવી રહ્યા છે. ભરુચ વિધાનસભા બેઠક :  ભરુચ બેઠક પર ૧૯૯૦થી ભાજપનો દબદબો રહ્યો છે. ૨૦૧૨માં આ બેઠક પર […]

Top Stories
Gujratlogo ભરૂચ જીલ્લાની તમામ વિધાનસભાની બેઠકોનું શું છે રાજકીય ગણિત ? જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીના પ્રથમ તબક્કાના મતદાનને હાલ ગણતરીના કલાકો બાકી છે ત્યારે તમામની નજર વિધાનસભાની બેઠકોના રાજકીય ગણિત પર મંડરાયેલી છે. ગુજરાત વિધાનસભાની કુલ ૧૮૨ બેઠકોમાં ભરૂચ શહેર-જીલ્લાની બેઠકોનું ૨૦૧૨ અને વતર્માન ઉમેદવારો અંગે માહિતીથી અવગત કરાવી રહ્યા છે.

ભરુચ વિધાનસભા બેઠક : 

  • ભરુચ બેઠક પર ૧૯૯૦થી ભાજપનો દબદબો રહ્યો છે.
  • ૨૦૧૨માં આ બેઠક પર ભાજપે ભરુચ નગર પાલિકાના સભ્ય દુષ્યંત પટેલને ઉતાર્યા હતા જયારે કોંગ્રેસે સંદિપ માંગરોલાને મેદાનમાં ઉતાર્યા હતા. આ ઉપરાંત જેડીયુ, બીએસપી , જીપીપી સહિતની પાર્ટીઓના કુલ ૧૧ ઉમેદવાર મેદાનમાં હતા, જેમાં ભાજપના ઉમેદવાર દુષ્યંત પટેલનો વિજય થયો હતો
  • દુષ્યંત પટેલને ૯૨,૨૧૯ મત મળ્યા હતા. જ્યારે કોંગ્રેસના સંદિપ માંગરોલાને ૫૫,૦૨૯ મત મળ્યા હતા.
  • ભાજપ-કોંગ્રેસ સિવાયના બાકીના તમામ ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી
  •  આ વખતે ભાજપે દુષ્યંત પટેલને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે જયેશ પટેલને મેદાનમાં ઉતાર્યા છે.
  • આ બેઠક પર કુલ ૨,૫૪,૨૫૧ મતદાર છે
  • જેમાં ઓબીસી મતદારોનો ભાજપ તરફી ઝોક ભાજપની જીતનો આધાર રહ્યો છે

વાગરા વિધાનસભાની બેઠક :

  • વાગરા બેઠક પર  ૨૦૧૨માં ભાજપે કોંગ્રેસમાંથી ભાજપમાં આવેલા અરુણસિંહ રણાને જયારે કોંગ્રેસે ઇકબાલ ભાઇ પટેલને મેદાનમાં ઉતાર્યા હતા.
  • ૨૦૧૨ માં ભાજપના અરુણસિંહ રણાનો ૧૪ હજારથી વધું મતોથી વિજય થયો હતો
  • જીપીપી, જેડીયુ, બીએસપી સહિત સાત ઉમેદવારોએ ડિપોઝિટ ગુમાવી હતી
  • આ વખતે ભાજપે આ બેઠક પર અરુણસિંહ રણાને રિપીટ કર્યા છે તો કોંગ્રેસે સુલેમાન પટેલને ટિકીટ આપી છે
  • વાગરા બેઠક પર મુસ્લિમ મતદારોની સંખ્યા ૪૩ ટકા જેટલી ઉંચી છે

જંબુસર વિધાનસભા બેઠક :

  • જંબુસર બેઠક પર ૨૦૧૨માં ભાજપે છત્રસિંહ મોરીને જયારે કોંગ્રેસે કિરણભાઇ મકવાણાને મેદાનમાં ઉતાર્યા હતા.
  • કોંગ્રેસના કિરણભાઇ મકવાણાની ૧૮,૭૩૦ મતે હાર થઇ હતી.
  • છેલ્લી પાંચ ચૂંટણીઓમાં ૨૦૦૭ સિવાય તમામમાં આ બેઠક પર ભાજપની જીત થઇ છે.
  • ભાજપે આ બેઠક પર આ વખતે છત્રસિંહ મોરીને રિપીટ કર્યા છે, તો ભાજપના જ ખુમાનસિંહ વાંસીયા અપક્ષ ચૂંટણી લડવાના છે જયારે કોંગ્રેસે સંજયભાઇ સોલંકીને મેદાનમાં ઉતાર્યા છે.
  • આ બેઠક પર કુલ ૨,૨૨,૦૮૧ મતદારો છે.
  • મતદારોમાં મુસ્લિમ અને કોળી સમાજની બહુમતી છે. મુસ્લિમ અને કોળી સમાજનો ઝોક પરિણામમાં નિર્ણાયક ભૂમિકા ભજવે છે.

અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક :

  • અંકલેશ્વર-હાંસોટ વિધાનસભા બેઠક પર છેલ્લી પાંચ ટર્મથી ભાજપનો વિજય થઇ રહ્યો છે.
  • ૨૦૧૨ની વિધાનસભા ચૂંટણીમાં ભાજપના ઇશ્વરસિંહ પટેલને ૮૨,૬૪૫ મત મળ્યા હતા. તેમના હરિફ ઉમેદવાર કોંગ્રેસ પક્ષના મગનભાઇ પટેલને ૫૧,૨૦૨ મત મળ્યા હતા.
  • ભાજપના ઇશ્વરસિંહ પટેલનો ૩૧ હજારથી વધું મતોથી વિજય થયો હતો
  • આ બેઠક પર કોળી મતદારોની સંખ્યા ૫૧ હજારથી વધુ, આદિવાસી સમાજના ૪૩ હજાર મતદારો છે. જયારે મુસ્લિમ સમાજના મતદારોની સંખ્યા ૩૯ હજાર જેટલી છે. ઘાંચી સમાજના મતદારોની સંખ્યા ૩૦ હજાર જેટલી છે
  • આ વખતે આ બેઠક પર ભાજપે ઇશ્વરસિંહ પટેલને રિપીટ કર્યા છે, તો કોંગ્રેસે અનિલભાઇ ભગતને મેદાનમાં ઉતાર્યા છે.

ઝઘડિયા વિધાનસભા બેઠક :

  • ઝઘડિયા બેઠક પર ૨૦૧૨માં જેડીયુ ઉમેદવાર છોટુભાઇ વસાવાની જીત થઇ હતી. છોટુભાઇ વસાવાને ૬૬,૬૫૨ મત મળ્યા હતા જયારે કોંગ્રેસના બાલુભાઇ વસાવાને ૫૩,૩૧૮ મત મળ્યા હતા.
  • ભાજપના નરેંદ્રભાઇ વસાવાને ૩૬,૧૪૫ મત મળ્યા હતા.
  • આ વખતે આ બેઠક પર ભાજપે રવજીભાઇ ઇશ્વરભાઇ વસાવાને મેદાનમાં ઉતાર્યા છે તો જનતાદળમાંથી છોટુભાઇ અભેસંગ વસાવા ઉમેદવાર છે.  કોંગ્રેસે ભારતીય ટ્રાઇબલ પાર્ટી સાથે ગઠબંધન કર્યુ છે જેના ઉમેદવાર છોટુભાઇ અમરસંગ વસાવા છે
  • આ બેઠક ઝઘડિયા, વાલિયા અને નેત્રંગ તાલુકાને આવરી લે છે
  • આ બેઠક પર  કુલ મતદારોની સંખ્યા ૨,૫૬,૦૦૦ જેટલી છે
  • આદિવાસી મતોનો ઝુકાવ આ  બેઠક પર ઉમેદવારની હાર-જીત નક્કી કરે છે.