Not Set/ રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યો ૧૦ મો સવાલ, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લાઈન રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે પ્રચાર-પ્રસારને લઇ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ વચ્ચે નિવેદનબાજીને લઇ વાંકયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને ચુંટણીને લઇ દરરોજ એક સવાલ પૂછી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ૧૦ મો સવાલ પૂછ્યો છે. ૧૦ મા […]

Top Stories
Rahul Gandhi Narendra Modi રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યો ૧૦ મો સવાલ, જાણો

ગુજરાત વિધાનસભાની ચુંટણીને લાઈન રાજકીય પક્ષોના આગેવાનો વચ્ચે પ્રચાર-પ્રસારને લઇ ઘમાસાણ જોવા મળી રહ્યું છે. રાજકીય પક્ષોના દિગ્ગજ નેતાઓ વચ્ચે નિવેદનબાજીને લઇ વાંકયુદ્ધ ચાલી રહ્યું છે. ત્યારે કોંગ્રેસના રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ રાહુલ ગાંધી પીએમ મોદીને ચુંટણીને લઇ દરરોજ એક સવાલ પૂછી રહ્યા છે. આ વચ્ચે રાહુલ ગાંધીએ પીએમ મોદીને ૧૦ મો સવાલ પૂછ્યો છે.

rahul 10 que. રાહુલ ગાંધીએ પીએમ મોદીને પૂછ્યો ૧૦ મો સવાલ, જાણો

૧૦ મા સવાલમા રાહુલ ગાંધીએ આદિવાસીઓના મુદ્દાને ઉઠાવ્યો છે. કોંગ્રેસ ઉપાધ્યક્ષે ટ્વીટ દ્વારા જણાવ્યું, “વનબંધુ યોજના અંતર્ગત ૫૫૦૦૦ હજાર કરોડ રૂપિયા ખર્ચ કરવામાં આવ્યા છે. તે ક્યાં ખર્ચ કરવામાં આવ્યા છે ? ગુજરાતમાં ન સ્કૂલો ચાલી રહી છે, ન હોસ્પિટલ. અરે અહીં તો આદિવાસીઓની જમીન પણ છીનવવામાં આવી રહી છે”.