Corona effect/ કોરોનાના P1 સ્ટ્રેનનો બ્રાઝિલમાં તરખાટ, એક દિવસમાં એક હજારથી વધુ મોત

છેલ્લા 24 કલાક દરમિયાન બ્રાઝિલ  માં 1086 લોકોના મૃત્યુ થયા છે. આ રીતે દેશમાં મૃત્યુ પામનારની કુલ સંખ્યા 2,65,411 થઈ ગઈ છે. મૂળ વાયરસથી વધુ સંક્રામક અને  ઘાતક P1 સ્ટ્રેનથી દેશના મોટાભાગના દર્દીઓ પ્રભાવિત થઈ રહ્યાં છે.

Top Stories World
corona brazil કોરોનાના P1 સ્ટ્રેનનો બ્રાઝિલમાં તરખાટ, એક દિવસમાં એક હજારથી વધુ મોત

છેલ્લા 24 કલાક દરમિયાન બ્રાઝિલ  માં 1086 લોકોના મૃત્યુ થયા છે. આ રીતે દેશમાં મૃત્યુ પામનારની કુલ સંખ્યા 2,65,411 થઈ ગઈ છે. મૂળ વાયરસથી વધુ સંક્રામક અને  ઘાતક P1 સ્ટ્રેનથી દેશના મોટાભાગના દર્દીઓ પ્રભાવિત થઈ રહ્યાં છે. સ્થિતિ એ છે કે માટો ગ્રોસો, સાંતા કેટરીના, પરાના અને રિયો ગ્રાન્ડે ડો સુલ જેવા પ્રાંતોમાં તમામ આઈસીયૂ બેડ પર દર્દીઓ દાખલ છે. લોકોએ બેડ માટે વ્યવસ્થા કરવી પડી રહી છે. આ પ્રાંતોની સરકારોએ બીજા પ્રાંતોની સરકારોને પોતાને ત્યાં દર્દીઓને દાખલ કરવાની વિનંતી કરી છે.

Coronavirus: Brazil Takes Down COVID-19 Data, Hides Soaring Death Count

Fire / કલકત્તાની બહુમાળી ઈમારતમાં 13 મા માળમાં આગ ભભૂકી, 7 જીવતા ભૂંજાઈ ગયા

દેશના સૌથી વધુ વસ્તીવાળા પ્રાંત સાઓ પાલોમાં વ્યાપાર પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે. તો છેલ્લા 24 કલાક દરમિયાન બ્રિટનમાં 5177 લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. સ્વાસ્થ્ય મંત્રી મેટ હેનકોકે કહ્યુ કે, વયસ્ક વસ્તીના 40 ટકાને કોરોનાની રસી લગાવી દેવામાં આવી છે. સરકાર જુલાઈના અંત સુધી બધા વ્યસ્કોને વેક્સિનનો પ્રથમ ડોઝ આપવામાં આવશે.

Brazil reports over 40,000 new Coronavirus cases in last 24 hours - The  Statesman

Covid-19 / કોરોનાનો કહેર વધતાં AMC તંત્ર હરકતમાં, નિર્ધારિત સમય કરતાં હોટલ- રેસ્ટોરન્ટ વહેલા બંધ કરાવાયા

સીરિયાના રાષ્ટ્રપતિ બશર અસદ અને તેની પત્ની અસમા કોરોનાથી સંક્રમિત થઈ ગઈ છે. રાષ્ટ્રપતિ કાર્યાલયે એક નિવેદનમાં કહ્યુ કે, હળવા લક્ષણ દેખાયા બાદ પીસીઆર ટેસ્ટ કરાવવામાં આવ્યો, ત્યારબાદ તેમનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ બન્નેની સ્થિતિ સારી છે. કોરોના મહામારીએ દુનિયાને પોતાની ઝપેટમાં લીધી છે. ભારત, અમેરિકા અને બ્રિટન સહીત ઘણા દેશોમાં રસીકરણ ચાલી રહ્યું છે. પરંતુ તેમ છતાં કોરોનાના નવા કેસ આવી રહ્યાં છે. ભારતે ઘણા અંશે કોરોના પર કાબુ મેળવી લીધો છે. આ સાથે ભારત બીજા દેશોને પણ વેક્સિન આપી રહ્યું છે.

Death toll in Brazil from coronavirus climbs to 4,205

Political / કોરોનાના વધતા કેસોનું ગ્રહણ ધાર્મિક અને સામાજિક કાર્યક્રમોને નડી ગયું પણ કોઈ રાજકીય કાર્યક્રમોને નડ્યું નથી આજે શું અર્થ સમજવો ?

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…