Not Set/ આ દેશમાં શરૂ કરવામાં આવી અનોખી બસ,રસ્તા અને રેલવે ટ્રેક પર દોડે છે

જાપાનના કાયો શહેરમાં શનિવારે રોડની સાથે રેલવે ટ્રેક પર દોડતી બસ સેવા શરૂ થઈ ગઈ છે. તેને ડ્યુઅલ-મોડ વ્હીકલ એટલે કે DMV નામ આપવામાં આવ્યું છે

Top Stories World
BUS2 આ દેશમાં શરૂ કરવામાં આવી અનોખી બસ,રસ્તા અને રેલવે ટ્રેક પર દોડે છે

બસો સામાન્ય રીતે રસ્તાઓ પર દોડતી જોવા મળે છે. પરંતુ જાપાનના કાયો શહેરમાં શનિવારે રોડની સાથે રેલવે ટ્રેક પર દોડતી બસ સેવા શરૂ થઈ ગઈ છે. તેને ડ્યુઅલ-મોડ વ્હીકલ એટલે કે DMV નામ આપવામાં આવ્યું છે.એક DMV 21 મુસાફરોને સમાવી શકે છે. રેલવે ટ્રેક પર ડીએમવીની ઝડપ 60 કિમી પ્રતિ કલાક (37 માઇલ) છે. જ્યારે રસ્તાઓ પર ઝડપ 100 kmph (લગભગ 62 માઈલ) છે.

 

BUS1 આ દેશમાં શરૂ કરવામાં આવી અનોખી બસ,રસ્તા અને રેલવે ટ્રેક પર દોડે છે

રેલવે ટ્રેક પર આ મિનિબસના આગળના ટાયર પાટા ઉપર ઉભા છે. પાછળના આયર્ન વ્હીલ્સ DMV ને રેલ્વે લાઇન સાથે આગળ ધપાવે છે અને ટાયર ઉપરની તરફ ઉભા થાય છે.

DMVનું સંચાલન ASA કોસ્ટ રેલ્વે કંપની દ્વારા કરવામાં આવે છે. કંપનીના સીઈઓનું કહેવું છે કે નફા માટે સંઘર્ષ કરી રહેલી કાયો જેવા શહેરોમાં સ્થાનિક ટ્રાન્સપોર્ટ કંપનીઓને ડીએમવીથી ઘણો ફાયદો થશે.