Not Set/ બોલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ બાદ વોર્નરની પણ હૈદરાબાદની ટીમના કેપ્ટનપદેથી કરવામાં આવી હકાલપટ્ટી

દિલ્લી, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ખેલાડીઓને એક પછી એક ઝટકા મળી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વોર્નરને પણ બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કાંગારું ટીમના વાઈસ- કેપ્ટનપદેથી હટાવ્યા બાદ હવે ડેવિડ વોર્નરને IPL-૧૧ની સિઝન માટે સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં […]

Top Stories
dfzhh બોલ ટેમ્પરિંગ વિવાદ : સ્મિથ બાદ વોર્નરની પણ હૈદરાબાદની ટીમના કેપ્ટનપદેથી કરવામાં આવી હકાલપટ્ટી

દિલ્લી,

દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન સામે આવેલા બોલ ટેમ્પરિંગના વિવાદમાં શામેલ ખેલાડીઓને એક પછી એક ઝટકા મળી રહ્યા છે ત્યારે ઓસ્ટ્રેલિયન ટીમના ઓપનર ડેવિડ વોર્નરને પણ બુધવારે મોટો ઝટકો લાગ્યો છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા કાંગારું ટીમના વાઈસ- કેપ્ટનપદેથી હટાવ્યા બાદ હવે ડેવિડ વોર્નરને IPL-૧૧ની સિઝન માટે સનરાઈઝ હૈદરાબાદ ટીમના કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી છે.

સનરાઈઝ હૈદરાબાદ ફ્રેન્ચાઇઝીના સીઈઓ કે. શમુંગમે ટ્વીટ દ્વારા ડેવિડ વોર્નરની ટીમની કેપ્ટનશિપ છોડવા અંગે જણાવ્યું હતું. તેઓએ જણાવ્યું હતું કે, ટીમના નવા કેપ્ટનની ટુંક જ સમયમાં ઘોષણા કરવામાં આવશે.

ઉલ્લેખનીય છે કે, સોમવારે રાજસ્થાન રોયલ્સ દ્વારા પણ આઈપીએલ-૧૧ (IPL)ની સિઝન માટે સ્મિથની કેપ્ટનપદેથી હકાલપટ્ટી કરવામાં આવી હતી અને તેની જગ્યાએ અજીન્ક્ય રહાણેને ટીમનીનું કમાન સોંપવામાં આવ્યું હતું.

બોલ ટેમ્પરિંગના વિવાદ સામે આવ્યા બાદ વોર્નર સામે હૈદરાબાદની ટીમના કેપ્ટનપદ અંગે સવાલો ઉભા થઇ રહ્યા હતા. પરંતુ સનરાઈઝ હૈદરાબાદના મેન્ટર અને પૂર્વ ભારતીય બેટ્સમેન વી વી એસ લક્ષમણે જણાવ્યું હતું કે, ” ટીમ મેનેજમેન્ટ ક્રિકેટ ઓસ્ટ્રેલિયાના નિર્ણયની રાહ જોશે. પરંતુ બુધવારે સજાના એલાન પહેલા જ વોર્નરે દ્વારા કેપ્ટનશિપ છોડવા માટેની માહિતી સામે આવી છે. નોધનીય છે કે, ડેવિડ વોર્નરની આગેવાની હેઠળ હૈદરાબાદની ટીમે ૨૦૧૬માં IPLનો ખિતાબ જીત્યો હતો.

મહત્વનું છે કે, દક્ષિણ આફ્રિકા અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાઈ રહેલી ત્રીજી ટેસ્ટ દરમિયાન કાંગારું ઓપનર બેન્ક્રોફ્ટને મેચ દરમિયાન પોતાના પેન્ટમાંથી કોઈ પીડા રંગની એક વસ્તુ નીકળતો જોવામાં આવ્યો હતો. જો કે ત્યારબાદ સામે આવેલા વિડીયોમાં જોવામાં આવ્યું હતું કે, બેન્ક્રોફ્ટ બોલ પર કઈક વસ્તું લગાવી રહ્યો છે અને ફરીથી પોતાના ખિસ્સામાં રાખી રહ્યો છે.

આ વિવાદ બાદ ક્રિકેટ ઓસ્ટ્રેલિયા દ્વારા નિર્ણાયક કાર્યવાહી કરતા સ્મિથને ટીમના કેપ્ટન પદેથી તેમજ ડેવિડ વોર્નરને વાઈસ-કેપ્ટનના પદેથી હટાવ્યો હતો. આ ઉપરાંત ICC સ્મિથને એક ટેસ્ટ મેચ માટે સસ્પેન્ડ કરવામાં આવ્યો છે તેમજ મેચ ફી ના ૧૦૦ % દંડ પણ ફટકાર્યો હતો. જયારે  કેમરોન બેન્ક્રોફટને પણ આ વિવાદના બદલે ત્રણ ડિમેરિટ પોઈન્ટ આપ્યા હતા અને મેચ ફીના ૭૫ ટકાનો દંડ ફટકાર્યો હતો.