વેનેઝુએલાના ફૂટબોલરે એવું કઈક કર્યું કે જેને લીધે સૌ કોઈ દંગ રહી ગયા હતા.આ ફૂટબોલર ગોળ કર્યા બાદ સીધો તેની ગર્લફ્રેડ સાથે પહોચી ગયો હતો અને તેને પ્રપોઝ કર્યો હતો.
એડવર્ડ બેલોએ ગોળ કર્યા બાદ રીંગનું ચક્કર લગાવીને સ્ટેડીયમમાં પહોચી ગયો હતો.
સુત્રોના જણાવ્યા પ્રમાણે ગોલ કર્યા બાદ કોચિંગ સ્ટાફ તરફથી તેને રીંગ મળી હતી જે લઈને તે ગર્લફ્રેન્ડ પાસે પહોચી ગયો હતો.
તમને જણાવી દઈએ કે ફૂટબોલરે પ્રપોઝ કર્યા બાદ તેણે હા પાડી દીધી હતી. પોતાના ગોઠણ પર બેસીને તેને પ્રપોઝ કર્યો હતો સ્ટેડીયમમાં ઉપસ્થિત તમામ લોકોએ તેમને અભિનંદન આપ્યા હતા. ત્યારબાદ તે પાછો ગ્રાઉન્ડમાં ગયો હતો અને ફૂટબોલ રમવા લાગ્યો હતો.