Not Set/ #મોતની સેલ્ફી : પહેલા સલ્ફી માટે પડાપડી કરવીને, કંઇક થાય ત્યારે વાંક સરકારનો !!!

ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની નદીઓ તોફાની બની છે. ત્યારે જીવના જોખમે સેલ્ફી લેવાથી લોકો અચકાતા નથી. એક તરફ તંત્ર એલર્ટ પર છે. અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા નિર્દેશ આપી રહ્યા છે. તો બીજી તરફ આ યુવાનોને પોતાના જીવની જાણે પડી નથી. નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે યુવકો નદીની નજીક જઈને સેલ્ફી લેવામાં મશગુલ […]

Top Stories Gujarat Others
selfi.PNG1 #મોતની સેલ્ફી : પહેલા સલ્ફી માટે પડાપડી કરવીને, કંઇક થાય ત્યારે વાંક સરકારનો !!!

ભારે વરસાદના પગલે વલસાડ જિલ્લાની નદીઓ તોફાની બની છે. ત્યારે જીવના જોખમે સેલ્ફી લેવાથી લોકો અચકાતા નથી. એક તરફ તંત્ર એલર્ટ પર છે. અને નીચાણવાળા વિસ્તારોના લોકોને સાવચેત રહેવા નિર્દેશ આપી રહ્યા છે. તો બીજી તરફ આ યુવાનોને પોતાના જીવની જાણે પડી નથી. નદીઓ ગાંડીતૂર બની છે. ત્યારે યુવકો નદીની નજીક જઈને સેલ્ફી લેવામાં મશગુલ હોવાનું નજરે પડી રહ્યુ છે.

selfi #મોતની સેલ્ફી : પહેલા સલ્ફી માટે પડાપડી કરવીને, કંઇક થાય ત્યારે વાંક સરકારનો !!!

વલસાડ જિલ્લામાં ઉપરવાસમાં પડી રહેલ ભારે વરસાદને પગલે જિલ્લાની તમામ નદીઓમાં પાણીની સપાટી વધી રહી છે અને ભય જનક પણ જોવામા આવી રહી છે. જેને પગલે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવ્યું છે. નીચાણવાળા વિસ્તારો માં લોકોને નહિ જવા અને નદી કિનારે નહિ જવા સાવચેત કરાયા છે. પરંતુ સરકારના ફરમાનને ઘોળી પીવુ એટલે શું કાઇ નહીં એ તો કહ્યા કરે. અને જ્યારે કોઇ બનાવ બને ત્યારે વાક ફક્ત સરકારનો જ જોવામા આવે છે. આમ કર્યું આમ કેમ ન કર્યું.

selfi.PNG2 #મોતની સેલ્ફી : પહેલા સલ્ફી માટે પડાપડી કરવીને, કંઇક થાય ત્યારે વાંક સરકારનો !!!

આ વિડીયોમાં પણ  જોઇ શકાય છે કે વલસાડના અબ્રામા ખાતે આવેલ ડેમ ઓવર ફલો થતા ત્યાં સેલ્ફી લેવા લોકો આવી પોહચી હતા અને સેલ્ફી લેતા નજરે પડ્યાં હતાં. લોકો નદી કિનારે  ગમે તેટલું રીસ્ક લઇને પણ સેલ્ફી લેતા અચકાતા નથી. એક તરફ ડેમ ઓવરફલો બીજી તરફ નદી ભયજનક સપાટી પર છે અને લોકો જોખમી સેલ્ફી લેતા નજરે પડ્યાં.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ પર……

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.