ગુજરાત/ ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ કરાઈ

કોરોના સંક્રમણ વધતા યાર્ડમાં તમામ હરાજીની કામગીરી બંધ કરવામાં આવી હતી, અને આજે લાંબા સમય બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ થયો હતો…

Gujarat Others
તાઉતે વાવાઝોડું 98 ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ કરાઈ

@અલ્પેશ ડાભી, મંતવ્ય ન્યૂઝ – ભાવનગર

કોરોના સંક્રમણ વધતા યાર્ડમાં તમામ હરાજીની કામગીરી બંધ કરવામાં આવી હતી, અને આજે લાંબા સમય બાદ ભાવનગર માર્કેટિંગ યાર્ડનો પ્રારંભ થયો હતો, કોરોનામાં આંશિક રાહત મળતા યાર્ડમાં હરાજીમાં મંજૂરી આપવામાં આવી છે, માર્કેટિંગ યાર્ડ આજ થી પુનઃ ધમધમતું થયું છે.

તાઉતે વાવાઝોડું 99 ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ કરાઈ

સાચો ધર્મ: કેશોદમાં પાડોશીધર્મનું સૂત્ર સાર્થક કરતા મુસ્લિમ યુવક, પાડોશીના પિતાના મૃત્યુ બાદ કરાવ્યું મુંડન

કોરોના મહામારીને કારણે ભાવનગર માર્કેટિંગ યાર્ડ છેલ્લા ઘણાં સમયથી બંધ હતું. ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી આજથી શરૂ કરવામાં આવ્યું છે. જો કે તાઉતે વાવાઝોડાને પગલે લીંબુમાં મોટા પાયે નુકસાન થયું હતું. લીંબુ બગડી જતા અને ભાવ નહી મળતા ખેડૂતો અને વેપારીઓ દ્વારા લીંબુ ફેંકી દેવામાં આવ્યા હતા. વાવાઝોડાનાં કારણે યાર્ડમાં હરાજી બંધ રહેતા લીંબુનો બગાડ થયો હતો. ભાવનગર માર્કેટયાર્ડમાં અંદાજે 60 થી 70 ટન બગડી ગયેલા લીંબુ ફેંકી દેવામાં આવ્યા છે. લીંબુનો બગાડ થતા વેપારીઓ અને ખેડૂતોને પણ નુકશાન થયું હતું. માર્કેટિંગ યાર્ડનો પુનઃ પ્રારંભ થવાથી ખેડૂતો અને વેપારીઓમાં હર્ષની લાગણી જોવા મળી હતી. યાર્ડનાં પ્રારંભ સાથે કેટલાક નિયમોનું પાલન કરવું પણ ફરજીયાત બન્યુ છે. જેમ કે માસ્ક પહેરી રાખવુ, સોશિયલ ડિસ્ટન્સ રાખવું વગેરે.

તાઉતે વાવાઝોડું 100 ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ કરાઈ

આગાહી: સૌરાષ્ટ્રમાં વાતાવરણમાં પલટાં સાથે ઝાપટાં પડ્યા, બે દિવસ રાજ્યમાં વરસાદની આગાહી

મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર દ્વારા ભાવનગર માર્કેટિંગ યાર્ડ ખાતે તમામ જણસી અનાજ, કઠોળ, મગફળી, સીંગતેલ, તેલીબીયા, કપાસ (ડુંગળી સિવાયની) ખેડૂતોની જાહેર હરાજી આજથી શરૂ કરાઇ છે, તેમ મહારાજા કૃષ્ણકુમારસિંહજી ખેતીવાડી ઉત્પન્ન બજાર સમિતિ ભાવનગર-ઘોઘાનાં સેક્રેટરીએ જણાવ્યું છે.

kalmukho str 20 ભાવનગર માર્કેટીંગ યાર્ડ ફરી ધમધમતું થયું, જાહેર હરાજી પણ શરૂ કરાઈ