સુરત/ ગરબામાં લોહીની છોળો ઉડી……બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં ચાલુ ગરબા દરમિયાન ત્રણ જેટલા ઈસમો ત્યાંથી પસાર થવા માટે નીકળ્યા હતા.જોકે ગરબા ચાલુ હોવાથી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો

Gujarat Surat
YouTube Thumbnail 2023 10 23T144706.734 ગરબામાં લોહીની છોળો ઉડી......બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો

@દિવ્યેશ પરમાર 

Surat News: સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં બે સગા ભાઈઓ ની ઘાતકી હત્યા કરવામાં આવી હતી. ગાડી પસાર કરવા બાબતે થયેલી સામાન્ય બોલાચાલી ઉગ્ર બની હતી. અને બે સગા ભાઈઓ અને તેના મિત્રએ ભેગા મળી સામેવાળા બે સગા ભાઈઓની હત્યા કરી હતી. સમગ્ર મામલે પોલીસે એક જુવેનાઇલ સહિત ત્રણ લોકોની ધરપકડ કરી કાયદેસરની કામગીરી હાથ ધરી હતી.

સુરતના કોસાડ આવાસ વિસ્તારમાં ચાલુ ગરબા દરમિયાન ત્રણ જેટલા ઈસમો ત્યાંથી પસાર થવા માટે નીકળ્યા હતા.જોકે ગરબા ચાલુ હોવાથી રોડ બ્લોક કરી દેવામાં આવ્યો હતો જેથી ત્રણેય ઈસમોએ સ્થાનિકો સાથે જીભાજોડી કરી હતી. ત્યારબાદ આ ત્રણેય ઈસમો ત્યાંથી નીકળી ગયા હતા જોકે થોડીવાર બાદ જ આ ત્રણેય લોકો ફરીથી ત્યાં આવ્યા હતા અને ઝઘડો કરવા લાગ્યા હતા તે દરમિયાન રાહુલ નામનો વ્યક્તિ વચ્ચે પડ્યો હતો જેમાં સામેવાળા ત્રણ વ્યક્તિઓમાં બે સગા ભાઈઓ હતા અને એક તેમનો મિત્ર હતો રાહુલને ચપ્પુ મારી દેતા તેનો મોટો ભાઈ પ્રવીણ વચ્ચે પડ્યો હતો.અને ત્યારબાદ આ બંને ભાઈઓએ અને તેના મિત્રએ મળી પ્રવીણ પર પણ હીચકારો હુમલો કરી દીધો હતો અને તેમને પણ ચપ્પુ મારી દીધું હતું.

ગંભીર હાલતમાં  તાત્કાલિક તેમને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા જે બંને યુવાનોનું ટૂંકી સારવાર દરમિયાન મોત થયું હતું. આમ બે સગા ભાઈ એ સામેવાળા બે સગા ભાઈઓને હત્યા કરી હતી.સમગ્ર ઘટનાની જાણ પોલીસને થતા પોલીસે તાત્કાલિક એક્શનમાં આવી ગણતરીની કલાકોમાં જ એક જુવેનાઇલ સહિત ત્રણ આરોપીને ઝડપી પાડ્યા હતા જુવેનાઇલ અને દીપક બંને સગા ભાઈઓ હતા જ્યારે કરણ તેમનો મિત્ર હતો આ ત્રણેય ડોન બનવાના અભરખા જોતા હતા.જેથી દિપક દ્વારા ઓનલાઈન ચપ્પુ મંગાવવામાં આવ્યું હતું.આ ચપ્પુ બતાવી લોકોમાં ભય ઊભો કરવા માંગતા હતા.તે દરમિયાન આ બંને ભાઈઓ સાથે માથાકૂટ થતા બંને ભાઈઓને હત્યા કરવામાં આવી હતી હાલ અમરોલી પોલીસે ગણતરીની કલાકમાં જ એક જુવેનાઇલ સહિત દિપક અને કરણને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.


whatsapp ad White Font big size 2 4 ગરબામાં લોહીની છોળો ઉડી......બે સગાભાઈઓની સરાજાહેર રહેંસી નંખાયો


આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ

આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….

આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર

આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર