@અમિત રૂપાપરા
Surat News: દશેરાના દિવસે લોકો ફાફડા જલેબી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. ત્યારે કેટલાક દુકાનદારો ભેળસેળ યુક્ત વસ્તુમાંથી ખાદ્ય પદાર્થ બનાવતા હોય છે. ત્યારે લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારી દ્વારા 9 ઝોન વિસ્તારમાં આવેલ અલગ અલગ પ્રકારની દુકાનો પરથી ફાફડા જલેબીના સેમ્પલ લેવાની કામગીરી હાથ ધરાઈ હતી. આ સેમ્પલને લેબોરેટરીમાં મોકલવામાં આવશે અને જો કોઈ દુકાનદાની બેદરકારી સામે આવશે તો તેની સામે કાર્યવાહી કરવામાં આવશે.
દશેરાના દિવસે ફાફડા જલેબીનું વેચાણ ખૂબ જ મોટા પાયે થતું હોય છે. કારણ કે લોકો આ દિવસે ફાફડા જલેબી ખાવાનું વધારે પસંદ કરતા હોય છે. એટલા માટે જ શહેરમાં ફરસાણના વેપારીઓ કે ફરસાણની દુકાન ધરાવતા લોકો દ્વારા એક દિવસ અગાઉથી મોટા પ્રમાણમાં ફાફડા તેમજ જલેબી બનાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવતી હોય છે. ત્યારે કેટલાક લોકો કે, દુકાનદારો ઓછા ખર્ચે વધારે નફો મેળવવા માટે તેલ ઘી કે પછી લોટમાં ભેળસેળ કરતા હોય છે અને લોકોના આરોગ્યને હાની થાય તે પ્રકારની વસ્તુ બનાવીને તેનું વેચાણ કરતા હોય છે.
ત્યારે સુરત મહાનગરપાલિકાના ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા લોકોના આરોગ્યની ચિંતા કરીને દશેરાના એક દિવસ પહેલા જ ફાફડા જલેબી બનાવતી દુકાનો પર તપાસની કામગીરી હાથ ધરી હતી અને ફૂડ વિભાગના અધિકારીઓએ સુરત શહેરના 9 ઝોનમાં 18 ટીમો બનાવીને અલગ-અલગ દુકાનો પર બનાવવામાં આવતા ફાફડા જલેબીના સેમ્પલો લીધા હતા અને તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા હતા.
આ ઉપરાંત ફૂડ વિભાગના અધિકારીઓ દ્વારા ફાફડા જે તેલમાં બનાવવામાં આવતા હતા તે તેલની ગુણવત્તાની ચકાસણી પણ હાથ ધરવામાં આવી હતી. લોકોના આરોગ્યને ધ્યાનમાં લઈને સુરત મહાનગરપાલિકાના વિભાગ દ્વારા અલગ-અલગ દુકાનો પરથી ફાફડા જલેબીના સેમ્પલો લઈ તેને તપાસ માટે લેબોરેટરીમાં મોકલવામાં આવે અને જો કોઈ દુકાનના સેમ્પલો હલકી ગુણવત્તાના જણાશે તો દુકાનદાર સામે કાર્યવાહી કરવામાં આવશે.
આ પણ વાંચો:ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં મગફળીના ભાવ 1900ને પાર શુ છે કારણ
આ પણ વાંચો:સુરતમાં 19 વર્ષીય યુવક સુઈ ગયા બાદ ઉઠ્યો જ નહીં….
આ પણ વાંચો:વડોદરા ભાજપ યુવા મોરચા પ્રમુખે પોલીસની હાજરીમાં શખ્સને માર્યો ઢોર માર
આ પણ વાંચો:હિમોફેલિયાના દર્દીઓને પડતી મુશ્કેલી બાબતે MLA કુમાર કાનાણીએ લખ્યો આરોગ્ય મંત્રીને પત્ર