Anand News/ આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા 15 લાખનો પગાર લીધાનો આરોપ

આણંદના મહિલા અધિકારી પર ઘરે બેસીને દોઢ વર્ષ કરતાં વધુ સમયથી 15 લાખ રૂપિયા કરતાં વધુ પગાર લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે રજા મૂક્યા વગર પગાર લીધાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ પહેલી ઓગસ્ટ 2019થી 31 માર્ચ 2021 સુધી હાજર રહ્યા ન હતા.

Gujarat Ahmedabad Others Breaking News

Anand News: આણંદના મહિલા અધિકારી પર ઘરે બેસીને દોઢ વર્ષ કરતાં વધુ સમયથી 15 લાખ રૂપિયા કરતાં વધુ પગાર લેવાનો આરોપ મૂકવામાં આવ્યો છે. મોટર વાહન નિરીક્ષક ઋત્વિજા દાણી સામે આ આક્ષેપ કરવામાં આવ્યો છે. તેમણે રજા મૂક્યા વગર પગાર લીધાનો આરોપ મૂકવામાં આવ્યો છે. તેઓ પહેલી ઓગસ્ટ 2019થી 31 માર્ચ 2021 સુધી હાજર રહ્યા ન હતા.

તેઓ આ સમયગાળા દરમિયાન નોકરી પર હાજર ન હોવા છતાં અને રજા મૂકી ન હોવા છતાં પગાર લીધાનો ગંભીર આરોપ તેમના પર લાગ્યો છે. તેમણે 20 મહિનાનો 15 લાખથી વધુ પગાર લીધો હોવાનો આરોપ છે. તેમના પર આ આરોપ બીજા કોઈએ નહીં પણ તેમના જ વિભાગના નિવૃત્ત મોટર વાહન નિરીક્ષક જી.એમ. પટેલે કર્યા છે. હાલમાં આ મહિલા અધિકારી રોડ એન્ડ સેફટીમાં ફરજ નીભાવી રહ્યા છે. તેમની સામે જરૂરી પુરાવા સાથે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ થઈ છે. આ ફરિયાદ છતાં તેમની સામે હજી સુધી કાર્યવાહી થઈ નથી.

થોડા સમય પહેલા રાજ્યામાંથી રાજકોટ, સુરત અને વડોદરાના શિક્ષકો ઘરે બેઠા પગાર લેતા હોવાના કિસ્સા સામે આવ્યા હતા.હવે શિક્ષકો બાદ હવે અધિકારીઓ પણ ઘરે બેઠા પગાર લે છે તેવો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. મળતી માહિતીના અનુસાર, આણંદના RTOના મહિલા અધિકારીએ ઘરે બેઠા પગાર લીધાનો આક્ષેપ છે. ઋત્વિજા દાણી, જે હાલ ગાંધીનગરમાં રોડ એન્ડ સેફ્ટી ડિપાર્ટમેન્ટમાં કામ કરે છે. તેમની સામે જરૂરી પુરાવા સાથે રજુઆત કરવામાં આવી હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.જી.એમ. Patelએ જણાવ્યું છે કે, તેમણે આ મામલે ગાંધીનગર સુધી લેખિત ફરિયાદ નોંધાવી છે, પરંતુ હજુ સુધી કોઈ પગલાં લેવામાં આવ્યા નથી.વધુમાં RTOના પીએમ ચૌધરી અને નિમીષા પંચાલનો પણ હાથ હોવાનો આરોપ પણ લગાવવામાં આવ્યો છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચોઃ શાળામાં નકલી NCC કેમ્પનું આયોજન, સગીર વિદ્યાર્થિની પર બળાત્કાર અને ઘણી છોકરીઓની છેડતી; હલચલ મચી ગઈ

આ પણ વાંચોઃ મહીસાગરમાં લંપટ શિક્ષકે વિદ્યાર્થીનીની છેડતી કરતા ચકચાર

આ પણ વાંચોઃ  મંદિરમાં સેવા આપવા જતી તરુણીની છેડતી કરાઈ, રત્નકલાકારની કરાઈ ધરપકડ