- જામનગર:પત્નીની હત્યા કરી પતિએ કર્યો આપઘાત
- કનસુમરા પાસે પતિએ પત્નિની ધાતકી હત્યા કરી
- પત્નીની હત્યા કરી પતિએ ગળેફાસોં ખાઇ લીધો
- ચારિત્ર્ય અંગની શંકા રાખી પત્નીની હત્યા કરાઇ
@સાગર સંઘાણી
જામનગર નજીક કનસુમરાગામ નજીક શિવ મેટલ એલોયની સામેના પ્લોટમા ઝૂપડપટ્ટીમાં વસવાટ કરતા નેવાભાઇ કલાભાઇ ખરાડી (ઉ.વ.48) એ પોતાની. પત્નિ તેમના વતનમા કોઇ પુરૂષ સાથે આડા સબંધ ધરાવતી હોય તેવી શંકા રાખતો હતો. પરિણામે બન્ને વચ્ચે ઝઘડો તકરાર થતા રહેતા હતા તે દરમ્યાન મૃતક આરોપી નેવાએ આ બાબતનુ મનમા રાખી આ તેમની પત્નીને માથાના ભાગે લાકડાના હાથાવાળા લોખંડના કુહાડાથી જીવલેણ હુમલો કરી માથામા અલગ અલગ જગ્યાએ ચાર ઘા મારી પત્નીને માથાના ભાગે ગંભીર ઇજાઓ પહોચતા તેણીનું મોત થયું હતું.
પત્નીનું મોત નિપજાવી ત્યાથી નાશી જઇ થોડે દુર જઇ ઇલેકટ્રીકના થાંભલામા ખાટલો ભરવાની સુતરની પટ્ટી વડે ટીંગાય જઇ ગળાફાસો ખાઇ પોતે પણ આત્મહત્યા કરી લીધાની ઘટના બાદ પંચકોશી બી ડીવીઝન પોલીસે મૃતક પતિ વિરુદ્ધ હત્યાનો ગુન્હો નોંધી બને મૃતદેહોના પોસ્ટમોર્ટમ સહિતની કાર્યવાહીઓ શરુ કરી છે.
આ બનાવની જાણ થતા જ પંચ-બી પોલીસનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો. જ્યા પતિ પત્નીના મૃતદેહનો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ અર્થે જામનગરની જીજી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. ત્યારબાદ પોલીસ દ્વારા હત્યાનું કારણ જાણવા સહિતની દિશામાં તપાસના ચકો ગતિમાન કર્યા છે.