@સંજય મહંત, સુરત
બાયોમેટ્રીક ઓળખ માટે ICUના દર્દી પણ લાઇનમાં ઉભા રહેવા મજબૂર બન્યા છે. કરણ કે ફિંગર પ્રિન્ટ મશીન જે તે હોસ્પિટલમાં લઇ જઇ કામગીરી કરવામાં આવતી નથી. ગંભીર દર્દીઓ માટે પહેલા હોસ્પિટલમાં જઇ ફિંગરપ્રિન્ટ લેવાતા પરંતુ સેન્ટર ઓછા થતા હવે દર્દીઓને હાલાકી થઈ રહી છે.
ગંભીર બીમારીમાં ગરીબ અને જરૂરિયાતમંદ દર્દીઓ માટે મા વાત્સલ્ય યોજનાનું કાર્ડ ઇમરજન્સીમાં બનાવવા સરકારે ડિજિટલ ઇન્ડિયાના ભાગરૂપે ઓનલાઇન વ્યવસ્થા કરી છે, છતાં આ સેવાનો લાભ લેવા ઇમરજન્સી વોર્ડમાં દાખલ દર્દીઓને પણ ફિંગર પ્રિન્ટ આપવા માટે હોસ્પિટલમાં દાખલ હોવાં છતાં અન્ય સેન્ટર ઉપર બોલાવવામાં આવી રહ્યાં છે. એટલું જ નહીં પણ ઓક્સિજન અને વેન્ટિલેટર ઉપર રખાયેલાં દર્દીઓને નંબર પ્રમાણે જ લેવાના હઠાગ્રહ સાથે લાઇનોમાં ઊભા કરી દેવાય છે. ફિંગર પ્રિન્ટ માટેની હથેળી જેવડી મશીન ઇમરજન્સીમાં દર્દીઓ પાસે જઇ શકે તેમ છે છતાં જીવના જોખમે આઇસીયુમાંથી દર્દીને અન્ય સેન્ટરના મશીન સુધી જવાની નોબત પડી રહી છે.
દિલ્લીગેટની ખાનગી હોસ્પિટલમાં મણકાના ઓપરેશન માટે દાખલ ધીરજ પાટીલે મા વાત્સલ્ય કાર્ડ બનાવવા અરજી કરી હતી. ધીરજ ભાઇને મણકામાં એવી પીડા હતી કે તે ચાલી કે ઊભા પણ રહી શકતાં ન હતાં. આ સ્થિતિમાં તેમને વૃદ્ધ પિતા પાલિકાની એમ્બ્યુલન્સમાં કતારગામ હેલ્થ સેન્ટર લઇ આવ્યાં હતાં. જ્યાં અરજ છતાં તેમને સ્ટ્રેચર પણ અપાઇ ન હતી. દર્દીને તેમનાં વૃદ્ધ પિતા અને ફાયર કર્મીએ આશરે કલાક સુધી લાઇનમાં લઇ ઊભાં રહ્યાં હતાં.
પુણાગામ ખાતે રહેતા મમતા બેનનું હૃદય બંધ પડી જતાં તબીબોએ હાર્ટમાં પ્રેસ મેકર મુકવાનો 4થી 5 લાખના ખર્ચનો એસ્ટિમેટ આપ્યો હતો. તેમની આર્થિક સ્થિતિ સારી ન હોવાથી વાત્સલ્ય કાર્ડ ઉપર ઓપરેશન કરાવવાની અરજ કરી હતી. આ દર્દી આઇસીયુ વૉર્ડમાં ઓક્સિજન ઉપર હોવાં છતાં મા વાત્સલ્ય કાર્ડ બનાવવા માટે 108માં કતારગામ હેલ્થ સેન્ટરના અરજીમાં આંગળીના નિશાન માટે કતારગામ હેલ્થ સેન્ટર ઉપર જવાની નોબત પડી હતી. અગાઉ આ પ્રક્રિયા માટે દર્દીની સ્થિતિ જોઇને હોસ્પિટલમાં જ અથવા તો એમ્બ્યુલન્સ સુધી જઇ ફિંગર પ્રિન્ટ લેવાતાં હતાં. દર્દીને પ્રાયોરિટી આપવાની સુચના છતાં દર્દીને લાઇનમાં ઊભાં રહેવું પડ્યુ હતું.
DHOની મંજુરી હોય તો ફિંગર પ્રિન્ટની કીટને દર્દી સુધી લઇ જઇ શકાય છે. ક્રિટિકલ કેસમાં વાત્સલ્ય કાર્ડની પ્રક્રિયા માટે દર્દી જે હોસ્પિટલમાં દાખલ હોય તે હોસ્પિટલના મેનેજમેન્ટ અને તબીબની લેખીત મંજુરી મેળવવી પડે છે. તે પછી ગેઝેટ ઓફિસર કે સ્થાનિક ધારાસભ્યની ભલામણ સાથેનો પત્ર લઇને DHO પાસે ઓપરેટરને કીટ સાથે હોસ્પિટલમાં દાખલ દર્દી સુધી જઇ ફિંગર પ્રિન્ટ લેવાની મંજુરી મળે છે.
RANKING / જાણો કયા દેશમાં છે કેટલો ભ્રષ્ટાચાર, ટ્રાન્સપરન્સી ઇન્ટરનેશનલ એ જાહેર કર્યું લીસ્ટ,
Bird-flu / ગુજરાતમાં વધુ બે જીલ્લામાં બર્ડ ફ્લુનો ખતરો
Business / શાળા શરૂ થતાં પૂરક ધંધાને ગતિ મળશે, અંદાજે 1 હજાર કરોડનો ધંધો મળી રહેશે
કૃષિ આંદોલન / ખેડુતોનું આંદોલન પાછું ખેંચનારા વી.એમ.સિંઘ અને મેનકા ગાંધી વચ્ચે શું સંબંધ છે ?
Surat / નિવૃત ASIના પુત્રોએ પેરોલ પર છૂટી માંગી 30 લાખ રૂપિયાની ખંડણી
મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –
દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…