ક્રાઈમ/ સિહોરમાં ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટનાં માધ્યમથી સગીરાને ફસાવી બ્લેકમેઇલ કરાઈ પણ હવે….

ઘાંચીવાડ વિસ્તારના બે શખ્સો વિરુદ્ધ ફરિયાદ નોંધાતા સિહોર પોલીસની કાર્યવાહી કરાઈ અને આરોપીઓને ઝડપી લેવામાં આવ્યા છે.

Gujarat Others Trending
ઘાંચીવાદ

ભાવનગર જીલ્લાના સિહોરમાં રહેતા બે યુવકોએ સગીરાને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની ફરિયાદ સિહોર પોલીસ મથકમાં નોંધાતા પોલીસે બંને શખ્સ વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે. ઘાંચીવાડ….

સગીરા અને આરોપી છેલ્લા 6 મહિનાથી ઇન્સ્ટાગ્રામ અને સ્નેપચેટ માધ્યમથી વાત-ચીત કરતા હતા પરંતુ સગીરા ના પાડવા છતાં તા. 14/07/2022 ના સાંજે 7 કલાકે મળવા માટે મેસેજ કરેલ જે અંગે સગીરા ના પાડવા છતાં કચરો નાખવા જતાં આરોપી દ્વારા પાછળ પાછળ આવી  હેરાન કરી હતી.

સગીરાને  સોશિયલ મીડિયા પર મેસેજ કરી મળવા મજબુર કરતા. સગીરાને હેરાન કરનાર બન્ને શખ્સને સિહોર પોલીસે દબોચી લીધા છે. સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સામાજિક સંબંધો માટેનું માધ્યમ હોવાની સાથો સાથ હવે ગુનાખોરીનું માધ્યમ પણ બનતું જાય છે. સોસિયલ મીડિયા યુવા અને સગીર વર્ગને વ્યસન થઈ ગયું છે. ખાસ કરીને યુવા અને સગીર વર્ગ આ માધ્યમથી વધુ પ્રભાવિત હોય ગુનેગારોની ચૂંગલમાં ફસાય છે. ખાસ કરીને સગીર યુવતીઓને ફસાવવા અસામાજિક તત્વો સક્રિય હોય છે.  ભાવનગર જિલ્લાના  સિહોરમાં પણ સોશિયલ મીડિયાના માધ્યમથી સગીરાને બ્લેકમેઇલ કરવાનો કિસ્સો પ્રકાશમાં આવતા પોલીસે કાયદેસાર કાર્યવાહી હાથ ધરી છે. સિહોરના ઘાંચીવાડ વિસ્તારમાં રહેતા નાઝીમ નસીરભાઈ દસાડીયા અને માહીર ઈકબાલભાઈ મહેતર સગીરાને ફેસબૂક, ઇન્સ્ટાગ્રામ જેવા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઉપર બ્લેકમેઇલ કરી હેરાન કરતા હોવાની સિહોર પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવવામાં આવતા સિહોર પોલીસે પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કરી તપાસ હાથ ધરી છે. દરમિયાન સગીરાને હેરાન કરનાર બન્ને  શખ્સોને  છે ઝડપી લીધા છે અને આગળની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો :  કોરોના રસીકરણ મામલે ભારતે રચ્યો નવો ઈતિહાસ, રસીના ડોઝનો આંકડો 200 કરોડને પાર