Not Set/ ઓમિક્રોનના ભય વચ્ચે સુરતમાં એક જ પરિવારના 5 સભ્યો કોરોના પોઝિટિવ

અડાજણમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 18 વર્ષીય યુવતી સ્મીમેરમાં તબીબી અભ્યાસ કરે છે.

Top Stories Gujarat Surat
કોરોના
  • સુરતમાં પરિવાર થયો કોરોના સંક્રમિત
  • અડાજણમાં પરિવારના 5 સભ્યોને કોરોના પોઝિટિવ
  • સાઇલીલા સોસા.માં પરિવારને કોરોના
  • 5 પોઝિટીવ કેસ આવતા તંત્ર થયું દોડતુ
  • પાલિકાએ સોસા.ની ક્લસ્ટર ઝોન કરી જાહેર
  • છેલ્લા 24 કલાકમાં 87 મુસાફરો વિદેશથી આવ્યા
  • એરપોર્ટ પર ટેસ્ટિંગ પ્રક્રિયા વધુ વેગીલી બનાવાય

કોરોનાના નવા વેરિયન્ટ ઓમિક્રોનના ફફડાટ વચ્ચે ધીમી ગતિએ સંક્રમણ આગળ વધી રહ્યું છે. આ નવા વેરિયન્ટની ગુજરાતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. સાથે સાથે કોરોના સંક્રમણ પણ રાજ્યમાં સતત વધી રહ્યું છે. આવામાં સુરતની ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. શહેરના અડાજણમાં પરિવારના 5 સભ્યોને કોરોના પોઝિટિવ આવ્યા છે. પાલિકાએ સોસા.ની ક્લસ્ટર ઝોન કરી જાહેર કરી છે.

આ પણ વાંચો :સંકલ્પ આપણે સૌ સાથે મળીને સાકાર કરીશુંઃ ભૂપેન્દ્ર પટેલે

અડાજણમાં રહેતા એક જ પરિવારના 5 સભ્યો પોઝિટિવ આવ્યા છે. આ પૈકી 18 વર્ષીય યુવતી સ્મીમેરમાં તબીબી અભ્યાસ કરે છે. જ્યારે 16 વર્ષીય કિશોર ભૂલકાભવનમાં ધોરણ 11 સાયન્સમાં અભ્યાસ કરે છે. જ્યારે 52 વર્ષીય પિતા મુગલીસરા ખાતે એલઆઈસીમાં છે તેમજ 78 વર્ષીય દાદા નિવૃત્ત છે અને 75 વર્ષીય દાદી ગૃહિણી છે. પિતાનો રેપીડ ટેસ્ટનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા બાદ સભ્યોના ટેસ્ટ કરાયા હતા. જેમાં તમામનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

છેલ્લા કેટલાક દિવસથી ગુજરાતમાં કોરોનાના નવા કેસમાં વધારો થયો છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના નવા 48  કેસ નોંધાયા હતા. તો બીજી તરફ 24 દર્દીઓ રિકવર પણ થયા છે. અત્યાર સુધીમાં કુલ 8,17,263 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. તો બીજી તરફ કોરોનાનો રિકવરી રેટ પણ 98.74 ટકાએ પહોંચ્યો છે. રાજ્યમાં કોરોના સંક્રમણથી આજે એક મોત થયું છે. આજે 1,39,589 લોકોનું રસીકરણ કરવામાં આવ્યું છે.

આ પણ વાંચો : ખેરાલુ નજીક ટ્રેલર નીચે પાંચ વ્યક્તિ દબાયા, 3 ના મોત

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં સામે આવેલા આંકડા પ્રમાણે  અમદાવાદ કોર્પોરેશનમાં 17,  સુરત કોર્પોરેશનમાં 8, વડોદરા કોર્પોરેશન 7, ભાવનગર કોર્પોરેશન 4, જામનગર  કોર્પોરેશનમાં 2,  આણંદ 1, ભરુચ 1, ખેડા 1, કચ્છ 1, નવસારી 1, રાજકોટ કોર્પોરેશન 1, સુરત 1, સુરેન્દ્રનગર 1, તાપી 1 અને વલસાડમાં 1  કોરોનાનો કેસ નોંધાયો હતો.

આ પણ વાંચો : અમદાવાદ શહેર પોલીસ દ્વારા તર્કશ નામની એપ્લિકેશન બનવાઇ, જાણો શું છે તેની ખાસિયત

આ પણ વાંચો :પોલીસે રૈયાધારના અનેક વિસ્તારોમાં દરોડા પાડતા, દારૂ સાથે 8 શખ્સ પકડાયા

આ પણ વાંચો :અમૂલનું ઘી તમે ખરીદો છો તો ચેતી જજો, સરખેજમાં બનાવટી અમૂલ ઘી બનાવતુ ગોડાઉન ઝડપાયું