IND Vs NZ/ મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત, 1-0 થી ટેસ્ટ સીરીઝ કરી નામે

ભારતે મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાયેલી બીજી મેચમાં કિવી ટીમને 372 રને હરાવીને આ ટેસ્ટ સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી.

Top Stories Sports
ટીમ ઈન્ડિયાની શાનદાર જીત
  • મુંબઇ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની શાનદાર જીત
  • 372 રનથી ન્યૂઝીલેન્ડને હરાવ્યું
  • ટીમ ઇન્ડિયાની થઇ ભવ્ય જીત
  • ભારતે જીતી 1-0થી ટેસ્ટ સિરીઝ
  • ચોથા દિવસે પહેલા સેશનમાં જીત
  • મયંક અગ્રવાલ મેન ઓફ ધ મેચ
  • ટેસ્ટ ઇતિહાસમાં ભારતની ભવ્ય જીત
  • જયંત યાદવ-અશ્વિનનું શાનદાર પ્રદર્શન

મુંબઈ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયાની શાનદાર જીત થઇ છે. કોહલી એન્ડ કંપનીએ પોતાના પ્રદર્શનતી ન્યૂઝીલેન્ડને સીરીઝની બીજી મેચમાં ઘૂંટણીએ કરી દીધી છે.

આ પણ વાંચો – IND Vs NZ / મુંબઈ ટેસ્ટમાં સ્પાઈડર કેમ સાથે વાત કરતા જોવા મળ્યા વિરાટ કોહલી

ભારતે મુંબઈનાં વાનખેડે મેદાન પર રમાયેલી બીજી મેચમાં કિવી ટીમને 372 રને હરાવીને આ ટેસ્ટ સીરીઝ જીતી લીધી હતી. પ્રથમ ટેસ્ટ મેચ ડ્રો રહી હતી. જયંત યાદવે આજનાં દિવસની શરૂઆતથી જ વિકેટ લેવાની શરૂઆત કરી હતી. તે એક જ બિંદુ પર બોલિંગ કરતો રહ્યો અને કિવી બેટ્સમેન આઉટ થતા ગયા. કિવી ટીમની બેટિંગની વાત કરીએ તો માત્ર મિશેલ અને નિકોલસે જ થોડી તાકાત દેખાડી હતી. ભારતની આ અત્યાર સુધીની સૌથી મોટી જીત છે. તમામ ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યું છે. ભારતીય બોલરોએ લાલ માટીનાં મેદાનનો સારી રીતે ઉપયોગ કર્યો છે. ભારતે આ બીજી મેચમાં પીચે જે મદદ કરી છે તેનો ઘણો ફાયદો ઉઠાવ્યો છે. જો કે, એજાઝ પટેલે ભારતની પ્રથમ ઇનિંગની તમામ વિકેટો લઈને રેકોર્ડનો ધમધમાટ સર્જ્યો હતો.

રન દ્વારા ભારતની સૌથી મોટી જીત:

ન્યૂઝીલેન્ડને 372 રનથી હરાવ્યું (2021)
દક્ષિણ આફ્રિકાને 337 રનથી હરાવ્યું (2015)
ન્યૂઝીલેન્ડને 321 રનથી હરાવ્યું (2016)

જણાવી દઇએ કે, પિચ પરથી મદદ મળતી હોય ત્યારે ટીમ ઈન્ડિયાનાં બોલરો બોલિંગ કરવામાં ક્યાં પાછળ રહેવાના હતા. ભારતે તેની પ્રથમ ઇનિંગમાં 325 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો, ટીમ ઈન્ડિયા માટે મયંક અગ્રવાલે શાનદાર 150 રન બનાવ્યા હતા. વળી, ન્યૂઝીલેન્ડની ટીમ પ્રથમ ઇનિંગમાં જ 62 રનમાં સમેટાઈ ગઈ હતી. બીજી ઈનિંગમાં ભારતે 276 રન પર પોતાની ઇનિંગ ડિક્લેર કરી હતી. બીજી ઇનિંગમાં પણ ન્યૂઝીલેન્ડની ટીમ 167 રન જ બનાવી શકી હતી. અને ટીમ ઈન્ડિયાએ મેચને 372 રને જીતી લીધી. બીજી ઇનિંગમાં જયંત યાદવે રવિચંદ્રન અશ્વિન સાથે મળીને ન્યૂઝીલેન્ડનાં બેટ્સમેનોને ખૂબ જ પરેશાન કર્યા હતા. બીજી ઇનિંગમાં અશ્વિને ચાર અને જયંત યાદવે પણ ચાર વિકેટ ઝડપી હતી. ખાસ વાત એ હતી કે, મુંબઈ ટેસ્ટનાં ચોથા દિવસે જયંત યાદવની ચાર વિકેટ પડી હતી, જે મેચનો અંતિમ દિવસ સાબિત થયો હતો.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…