Crime/ અમૂલનું ઘી તમે ખરીદો છો તો ચેતી જજો, સરખેજમાં બનાવટી અમૂલ ઘી બનાવતુ ગોડાઉન ઝડપાયું

અમદાવાદનાં સરખેજ સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટમાં સરખેજ પોલીસે રેડ કરી નકલી અમૂલ ઘી બનાવતુ ગોડાઉન ઝડપી પાડ્યું છે.

Top Stories Ahmedabad Gujarat

અમદાવાદનાં સરખેજ સાણંદ સર્કલ નજીક આવેલા જગદીશ એસ્ટેટમાં સરખેજ પોલીસે રેડ કરી નકલી અમૂલ ઘી બનાવતુ ગોડાઉન ઝડપી પાડ્યું છે. સરખેજ પોલીસની ટીમ પેટ્રોલીંગમાં હતી તે દરમિયાન બાતમી મળી હતી કે સરખેજ સાણંદ સર્કલની નજીક લાલજી મુળજી ટ્રાન્સપોર્ટની બાજુમાં સફારી ટ્રાન્સપોર્ટની પાછળ આવેલા જગદીશ એસ્ટેટનમાં 2 નંબરનાં ગોડાઉનમાં નકલી ઘીનો વેપાર થાય છે. પોલીસે બાતમીનાં આધારે ગોડાઉનમાં રેડ કરી બનાવટી અમૂલ ઘી નાં 15 કિલોગ્રામનાં 160 ડબ્બા જપ્ત કર્યા છે.

સરખેજ પોલીસે ગોડાઉનમાં તપાસ કરતા ત્યાંથી અમુલ બ્રાન્ડનાં પ્રિન્ટેડ પુંઠાનાં 100 બોક્ષ તેમજ પૂર્ણ ઈન્ટર એસ્ટેરીફાઈડ વેજ. ફેટ લખેલા પુંઠાનાં 100 બોક્ષ તેમજ બોલેરો પીકઅપ મળીને 5.24 લાખની કિંમતનાં ઘીનાં ડબ્બા તેમજ અન્ય મુદ્દામાલ સહિત કુલ 8.32 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.. આ મામલે સરખેજ પોલીસે દેવ વાધેલા તેમજ અલ્પેશ દવેરા નામનાં શખ્સોની ધરપકડ કરી છે..

પકડાયેલા આરોપીઓમાં દેવ વાધેલા માધુપુરા વિસ્તારનો રહેવાસી હોવાનું ખુલ્યું છે, જ્યારે અલ્પેશ દવેરા રાજકોટનાં ગોંડલનો રહેવાસી હોવાનું ખુલ્યું છે. આરોપીઓ છેલ્લાં 7 દિવસથી આ બનાવટી અમુલ ઘીનું ગોડાઉન ચલાવતા હતા તેવું પ્રાથમીક તપાસમાં ખુલ્યું છે, ત્યારે સરખેજ પોલીસે આરોપીઓ સાથે આ ગુનામાં અન્ય કોણ કોણ સામેલ છે તેને લઈને તપાસ શરૂ કરી છે.

Omicron / રાજસ્થાનમાં ઓમિક્રોનની એન્ટ્રી, 9 કેસ આવ્યા સામે, દેશમાં કુલ સંક્રમિતનો આંક પહોચ્યો…

Omicron / જામનગરમાં ઓમિક્રોનના વધુ બે શંકાસ્પદ કેસ આવ્યા સામે, તંત્રની ચિંતામાં વધારો

પંચાયત ચૂંટણી / સરકાર દ્વારા અમારી સાથે ઓરમાયું વર્તન કરવામાં આવે છે, અમે ચુંટણીમાં સહયોગ નહીં આપીએ

ગુજરાત / ગ્રામપંચાયત સમરસ બનાવવા કવાયત, શામ-દામ-દંડ-ભેદની નીતિ અપનાવવાનો વ્યૂહ

Gujarat / સિંહે પાલતુ પશુનું મારણ કર્યું તો આધેડ વ્યક્તિ પર દિપડાએ કર્યો હિસંક હુમલો

હિન્દુ ધર્મ / નવગ્રહ શાંતિના ખૂબ જ સરળ ઉપાય, જીવનમાં સુખ માટે અવશ્ય અજમાવો

ફરી કુદરતના ખોળે / સોહામણું શ્યામશિર ટપુશીયુ સુગરીના વપરાઈ ગયેલા માળામાં પોતાના ઈંડા મૂકે છે….

હિન્દુ ધર્મ / મૃત શરીરને અગ્નિ દાહ આપીએ છીએ, અને બીજી બાજુ  મૃત પ્રાણી શરીરને રસોડે લઈ જઈ આરોગીએ છીએ, જાણો શું કહે છે શાસ્ત્રો..?

હિન્દુ ધર્મ / આ નાનકડા ઉપાયથી ઘરની નકારાત્મકતા દૂર થાય છે સાથે રોગનું જોખમ પણ ઘટે છે, આવો જાણીએ