Damage Liver/ લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

લીવરમાં ખામી હોવાનાં 8 લક્ષણો

Health & Fitness Trending Lifestyle
liver damage લીવર ખરાબ થઈ રહ્યું છે તેના 8 મહત્વના લક્ષણો, ધ્યાનથી સમજશો

લીવર આપણા શરીરમાં લગભગ  500 ક્રિયાઓને સંચાલિત કરે છે.  પાચન માટે પાચક રસનું ઉત્પાદન, વિટામીનનો સંગ્રહ, અંત:સ્ત્રાવોને નિયમિત રાખવા, રક્ત શુદ્ધ કરવા જેવી બાબતો સમાવિષ્ટ છે.

– ઘણી વાર તો એવું થાય છે જ્યારે પ્રદૂષણ, ખરાબ ભોજન અને પાણીના કારણે લીવરમાં વિષાક્ત તત્ત્વ એકત્રિત થાય છે.  તેનાથી લીવર પર ભાર વધી જાય છે અને શરીરમાં ઑક્સિજનની આપૂર્તિમાં પણ ઘટાડો થાય છે.
આવી સ્થિતિમાં લીવરનું ડિટૉક્સ (વિષહરણ) કરવું ખૂબ જ જરૂરી છે.

Can Opioid Abuse Cause Liver Damage? - Opioid Treatment

લીવરમાં ખામી હોવાનાં 8 લક્ષણો

ઘેરા રંગનો પેશાબ: જો આપને પેશાબ કે મળ દરરોજ ઘેરા રંગનો આવવા લાગે, તો લીવરમાં ગડબડી છે. જો એવું માત્ર એક જ વખત થાય, તો તે માત્ર પાણીની ઉણપનાં કારણે હોઈ શકે.

સ્વાદમાં ખરાબી: લીવર એક એંઝાઇમ પેદા કરે છે કે જેનું નામ હોય છે બાઇલ. તે સ્વાદમાં બહુ ખરાબ લાગે છે. જો આપનાં મોઢામાં કડવાશ લાગે, તો તેનો મતલબ છે કે આપના મોઢા સુધી બાઇલ પહોંચી રહ્યું છે.

પેટનો સોજો: જ્યારે લીવર મોટું થઈ જાય, ત્યારે પેટામાં સોજો આવી જાય છે. તેને આપણે સામાન્યતઃ મેદસ્વિતા સમજીને ભૂલ કરી બેસીએ છીએ.

7 Early Warnings of Liver Damage to Never Ignore

મોઢાની દુર્ગંધ: જો લીવર સારી રીતે કામ નથી કરી રહ્યું, તો આપનાં મોઢામાંથી દુર્ગંધ આવશે. એવું એટલા માટે થાય છે, કારણ કે મોઢામાં અમોનિયા વધુ લીકેજ છે.

થાકેલી આંખો અને ડાર્ક સર્કલ : લીવર ખરાબ થવાનો વધુ એક સંકેત છે કે સ્કિન ક્ષતિગ્રસ્ત થવા લાગશે અને તેના પર થાક જોવા મળશે. આંખો નીચેની સ્કિન ખૂબ જ નાજુક હોય છે કે જેના પર આપની હૅલ્થની અસર સ્પષ્ટ દેખાઈ આવે છે.

આંખોમાં પીળાશ: જો આપની આંખોનો સફેદ ભાગ પીળું નજરે ચડવા લાગે અને નખ પીળા દેખાવા લાગે, તો આપને કમળો હોઈ શકે છે. તેનો સીધો મતલબ છે કે આપનું લીવર ચેપગ્રસ્ત છે.

પાચન તંત્રમાં ખામી: જો આપનાં લીવર પર ચરબી જામેલી છે અથવા તો તે મોટુ થઈ ગયું છે, તો પછી આપને પાણી પણ હજમ નહીં થાય.

ત્વચા પર સફેદ ડાઘા: જો આપની ત્વચાનો રંગ ઉડી ગયો છે અને તેના પર સફેદ રંગનાં ડાઘા પડવા લાગ્યા છે, તો તેને આપણે લીવર સ્પૉટ તરીકે ગણીશું.

આ પણ વાંચો- મોડુું ઉઠવા કરતાં મોડું સૂવું છે વધુ જીવલેણ, શરીરની આ ખાસ પ્રક્રિયા શરૂ થાય છે ફક્ત આટલા વાગ્યે