Not Set/ હવે ન તો એસીપી પ્રદ્યુમન કહેશે ‘કુછ તો ગરબડ હૈ’, 21 વર્ષ પછી બંધ થશે CID

મુંબઈ: સૌથી ચર્ચિત અને લાંબા સમયથી ચાલી રહેલા ક્રાઈમ શો CID ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલો આ શો ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. ટીવી પર આ શો 21 વર્ષ પૂરા કરી ચૂક્યો છે. હવે ન તો ટીવી પર એસીપી પ્રદ્યુમન કહેશે કે, ‘કુછ તો ગરબડ […]

Top Stories Trending Entertainment
Now, ACP Pradyuman will not say 'Kuch do garbad hai', CID will be closed after 21 years

મુંબઈ: સૌથી ચર્ચિત અને લાંબા સમયથી ચાલી રહેલા ક્રાઈમ શો CID ના ચાહકો માટે એક ખરાબ સમાચાર છે. સોની ટીવી પર પ્રસારિત થઈ રહેલો આ શો ટૂંક સમયમાં બંધ થવા જઈ રહ્યો છે. ટીવી પર આ શો 21 વર્ષ પૂરા કરી ચૂક્યો છે. હવે ન તો ટીવી પર એસીપી પ્રદ્યુમન કહેશે કે, ‘કુછ તો ગરબડ હૈ’ અને ન તો ઇન્સ્પેકટર દયા દરવાજો તોડશે.  મીડિયાના અહેવાલો મુજબ CID (સીઆઈડી)ની અંતિમ એપિસોડ 27 ઓક્ટોબરના રોજ પ્રસારિત કરવામાં આવશે.

CID ટીવી સિરિયલ શો વર્ષ ૧૯૯૭થી સતત દર્શકોનું મનોરંજન કરી રહ્યો છે. સીઆઈડીએ તાજેતરમાં જ તેના ૧૫૪૬ એપિસોડ પૂરા કર્યા હતા. આ શો બંધ કરવાની પાછળ કોઈ ખાસ કારણ સમજમાં આવ્યું નથી, કારણ કે, ટીઆરપીના મામલે આજે પણ આ શો પાછળ નથી. શોના મુખ્ય પાત્રો એસીપી પ્રદ્યુમનના રોલમાં શિવાજી સાટમ, ઇન્સ્પેકટર દયાના પાત્રમાં દયાનંદ શેટ્ટી અને ઇન્સ્પેકટર અભિજિતના પાત્રમાં આદિત્ય શ્રીવાસ્તવને લોકો સારી રીતે ઓળખે છે.

શો બંધ થવા અંગેની પુષ્ટિ દયાનો રોલ ભજવનાર દયાનંદ શેટ્ટીએ કરી છે. તેમણે જણાવ્યું હતું કે, થોડા સમય અગાઉ શૂટિંગ દરમિયાન પ્રોડ્યુસર બી.પી. સિંહનો ફોન આવ્યો હતો કે, ‘આ શો બંધ કરવાનો છે. આ પછી શો સમગ્ર ટીમ અચંબિત થઈ ગઈ હતી. જેટલી પરેશાન સીઆઇડીની ટીમ છે, તેટલાં જ હૈરાન સીઆઈડીના દર્શકો પણ છે.

દર્શકો સીઆઈડી બંધ થવાના લીધે દુઃખી છે અને ટ્વીટ કરીને શોના મેકર્સને આ શો બંધ કરવા માટે અપીલ કરી રહ્યા છે. જેવા શો ઓફ એર થવાના સમાચાર આવ્યા કે તુરંત ટ્વીટર પર   #saveCID શરુ થઈ ગયું છે.